મેડિકલમાં ફી વધારો પરત ખેંચવા માંગ: ગુજરાતની 19 મેડિકલ કોલેજની ફીમાં 2 લાખથી વધુનો ફી વધારો, IMAએ ફી વધારો પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી આપી

મેડિકલમાં ફી વધારો પરત ખેંચવા માંગ:ગુજરાતની 19 મેડિકલ કોલેજની ફીમાં 2 લાખથી વધુનો ફી વધારો, IMAએ ફી વધારો પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી આપી
Email :

ગુજરાતની 19 મેડિકલ કોલેજની ફીમાં 2 લાખથી વધુનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ફી વધારી પરત ખેંચવાની માંગ કરી છે. જો ફી વધારો પરત ન ખેંચાય તો આગામી સમયમાં આંદોલનની રણનીતિ બનાવી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ફી વધારો પાછો ન ખેંચાય

તો આંદોલન કરાશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, તાજેતરમાં રાજ્યની મેડિકલ કોલેજની ફીમાં વધારો કર્યો છે. ખાનગી કોલેજમાં 8થી 12 ટકા સુધીનો ફી વધારો કરાયો છે. આ ફી વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગીય વિધાર્થીઓ માટે મેડિકલનો અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો છે. ફી વધારો પાછો ન ખેંચાય તો આંદોલન કરવામાં આવશે. IMAના

સભ્યો મિટિંગ બોલાવી આંદોલનની રણનીતિ ઘડશે. FRC કોલેજના ઓડિટ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે IMAના પૂર્વ ઉપપ્રમુખ બિપીન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મેડિકલની નવી કોલેજ શરૂ થઈ નથી. ખાનગી કોલેજ ચાલી રહી છે તેમ તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે. FRC કોલેજના ઓડિટ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે, જેથી થયેલા ખર્ચની લોકોને પણ જાણ થાય.

Leave a Reply

Related Post