સરકારી જમીન પર સ્કૂલ મામલે DEOની નોટિસ: નાયબ મામલતદારે શક્તિ વિદ્યાવિહાર સ્કૂલને 5 લાખનો દંડ ફટકાર્યો, 30 દિવસમાં બાંધકામ તોડી પાડવા આદેશ

સરકારી જમીન પર સ્કૂલ મામલે DEOની નોટિસ:નાયબ મામલતદારે શક્તિ વિદ્યાવિહાર સ્કૂલને 5 લાખનો દંડ ફટકાર્યો, 30 દિવસમાં બાંધકામ તોડી પાડવા આદેશ
Email :

અમદાવાદના ઇસનપુરમાં આવેલી શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ સરકારી જમીન પર ઉભી કરવામાં આવી છે જેને લઇને નાયબ મામલતદાર દ્વારા સ્કૂલને 5 લાખનો દંડ ફટકારી સ્કૂલનું બાંધકામ 30 દિવસમાં તોડવા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે જાણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા પણ સ્કૂલને નોટિસ ફટકારીને આ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. શક્તિ વિદ્યાવિહાર સ્કૂલને 5 લાખનો દંડ ફટકાર્યો ઇસનપુરમાં આવેલી શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ દ્વારા સરકારી જમીન પર ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ અને બીજો માળ આ ત્રણ માળનું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે. આ અંગે નાયબ મામલતદારે સ્કૂલને સરકારી જમીન પર બાંધકામ કરવા બદલ 5 લાખનો દંડ

ફટકાર્યો છે. અને સ્કૂલને બાંધકામ પોતાના ખર્ચે 30 દિવસમાં તોડી પાડવા પણ આદેશ કર્યો છે. તો બીજી તરફ સ્કૂલની મંજૂરી રદ કરી સ્કૂલ સામે કાર્યવાહી કરવા નાયબ મામલતદારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પણ પત્ર લખીને જાણ કરી છે. અમદાવાદ DEOએ સ્કૂલને નોટિસ ફટકારી આ અંગે અમદાવાદ DEOને જાણ થતા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. DEOએ સ્કૂલને નોટિસ ફટકારી જણાવ્યું છે કે, સ્કૂલે નિયમ વિરૂદ્ધ બાંધકામ કરીને મંજૂરી મેળવી છે, જેથી સ્કૂલની માન્યતા કેમ રદ ન કરવી તે અંગે ખુલાસો આપવો. સ્કૂલે તમામ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું પડશે. સ્કૂલ તરફથી કોઇ હાજર ન રહે તો નિયમ અનુસાર

કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલના ખુલાસાનો રિપોર્ટ વડી કચેરીએ મોકલાવાશે આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલે સરકારી જગ્યામાં બાંધકામ કર્યું છે. સ્કૂલમાં 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલને રૂબરૂ ખુલાસો આપવા બોલાવીને સ્કૂલનો ખુલાસો લીધા બાદ સરકારના હિતમાં કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલના ખુલાસાનો રિપોર્ટ વડી કચેરીએ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે DEOએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે સ્કૂલનું હિયરિંગ કરવામાં આવશે. આ હિયરિંગ બાદ સ્કૂરનો રિપોર્ટ શિક્ષણ વિભાગને આપવામાં આવશે. સ્કૂલ તોડીને માન્યતા રદ કરવામાં આવશે તો શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં ભણતા 400થી વધુ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Related Post