સુરતીઓના સીનસપાટા, VIDEO: 30 લક્ઝુરિયસ કાર સાથે શહેર માથે લીધું, યુવતીને ઈમ્પ્રેસ કરવા યુવક વાઘના પાંજરામાં ઘૂસ્યો, 5-5 મોતથી પાટણનું વડાવલી શોકમગ્ન

સુરતીઓના સીનસપાટા, VIDEO:30 લક્ઝુરિયસ કાર સાથે શહેર માથે લીધું, યુવતીને ઈમ્પ્રેસ કરવા યુવક વાઘના પાંજરામાં ઘૂસ્યો, 5-5 મોતથી પાટણનું વડાવલી શોકમગ્ન
Email :

5 દિવસ વાતાવરણ સૂકું રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 50 કિલોમીટર ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ જવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરી ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. આંધી-વંટોળનું પ્રમાણ વધે અને

ધૂળની ડમરીઓ ઊડશે. હજુ પણ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યાં અંબાજીમાં ત્રણ દિવસીય 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025'નો ભવ્ય પ્રારંભ થયો છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 20 વર્ષથી યોજાતી પાલખીયાત્રાનું CM ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાથમાં ધજાઓ સાથે ઊમટ્યા. 30 લકઝરી

કાર સાથે નબીરાઓના સીનસપાટા સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓ આ રીતે જાહેરમાં સીનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય

એટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતાં પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી. તો બીજી તરફ આ વીડિયો વાઈરલ થતા શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે અને તેઓએ તો બસ મોકલી હતી પણ વિદ્યાર્થીઓ કારમાં આવ્યા હોવાની વાત કરી છે. ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દુબળ ફળિયા વિસ્તારમાં રાજકીય તંગદિલી સર્જાઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારમાં પક્ષનો ઝંડો લગાવવાની પ્રક્રિયા દરમિયાન ભાજપના

કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘટનામાં બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક તકરાર બાદ મારામારી સુધી નોબત આવી હતી. ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિ વણસતી જોઈ વાંસદા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. જોકે, આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પાટણના વડાવલીમાં 4 બાળક સહિત 5 ડૂબ્યા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં થયેલા એક

દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. તળાવમાં ડૂબી જવાથી લઘુમતી સમુદાયના પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક જ પરિવારનાં 2 બાળકો અને તેમની માતાનું પણ મોત નીપજ્યું હતું. આ એકસાથે પાંચ જણના ડૂબવાની ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકો પણ તળાવમાં ડૂબી ગયા. ગામલોકોએ તમામને તાત્કાલિક

બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. લગ્ન સારી રીતે કરવા બાબતે હત્યા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરમાં લગ્નના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હોળીધાર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં હિમ્મતભાઈ પંડ્યાની હત્યા કરવામાં આવી છે. ભત્રીજીના લગ્ન સારી રીતે કરાતાં હત્યાનો બનાવ બન્યો હતો. મારા કરતા કેમ લગ્ન સારા કર્યા તેમ કહી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

આ ચકચારી હત્યાના બનાવમાં હોમગાર્ડનો કમાન્ડર અને હોમગાર્ડમાં નોકરી કરતા બંધુઓ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યુવતીને ઈમ્પ્રેસ કરવા યુવક વાઘના પાંજરામાં ઘૂસી ગયો અમદાવાદના કાંકરિયા લેક પર આવેલા ઝૂમાં વાઘના પાંજરામાં એક યુવક ઘૂસી જતા ભારે દોડધામ મચી હતી. અંદાજે 20 ફૂટ ઊંચા પાંજરા પર યુવક કોઈ કારણોસર ચડી ગયા બાદ ઝાડ પર ટીંગાઈ ગયો હતો. આ

સમયે જ યુવકનો પગ લપસતા પડતા પડતા બચ્યો હતો. તો બીજી તરફ પાંજરાની બહાર ઊભેલા લોકોના જીવ અધ્ધર થયા હતા. લોકોએ તુરંત જ સિક્યોરિટીને જાણ કરતા ઝૂની સિક્યોરિટીનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને મહામહેનતે યુવકને સમજાવી બહાર કાઢ્યો હતો. યુવકને કબજો લઈ મણિનગર પોલીસને હવાલે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવક તેમની સાથે આવેલી યુવતીને ઈમ્પ્રેસ કરવા આ રીતનું કૃત્ય કર્યું હોવાની ચર્ચા છે.

Related Post