અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને ઇગ્નોર કર્યો?: એક્ટ્રેસે ક્રિકેટરનો હાથ ન પકડ્યો! વાઇરલ વીડિયો બાદ યુઝર્સનો દાવો- અવનીતકાંડ બાદ ભાભીજી ગુસ્સામાં છે

અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને ઇગ્નોર કર્યો?:એક્ટ્રેસે ક્રિકેટરનો હાથ ન પકડ્યો! વાઇરલ વીડિયો બાદ યુઝર્સનો દાવો- અવનીતકાંડ બાદ ભાભીજી ગુસ્સામાં છે
Email :

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ કારમાંથી નીચે ઊતરતી જોવા મળી રહી છે, જ્યારે વિરાટ કોહલીએ તેને નીચે ઊતરવા માટે હાથ આપ્યો કે તરત જ તે સપોર્ટ લીધા વગર કારમાંથી બહાર નીકળી ગઈ. આ પછી યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ મજાકના ભાગ રૂપે

લખી રહ્યા છે કે અવનીતનો ફોટો લાઈક કરવા બદલ એક્ટ્રેસ ગુસ્સે છે. વીડિયોમાં વિરાટ કોહલી પહેલા કારમાંથી નીચે ઊતરે છે. ત્યાર બાદ અનુષ્કા શર્મા કારમાંથી નીચે ઊતરી રહી હતી, ત્યારે વિરાટે તેનો હાથ તેની તરફ લંબાવ્યો, જોકે અનુષ્કા તેનો હાથ પકડ્યા વિના પોતે કારમાંથી બહાર નીકળી ગઈ. આ પછી તે બંને એક રેસ્ટોરન્ટ તરફ જતાં જોવા મળે છે. આ વીડિયો બેંગલુરુનો

હોવાનું કહેવાય છે. આ વીડિયો સામે આવતાંની સાથે જ યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું. એકે લખ્યું, 'લાગે છે કે અનુષ્કા લાઈકનાં ચક્કરમાં ગુસ્સે છે.', બીજાએ લખ્યું, 'બિચારો વિરાટ...', ત્રીજાએ લખ્યું, 'હવે ભાભી ચીકુભૈયાને અલ્ગોરિધમ સમજાવશે.', ચોથાએ લખ્યું, 'અવનીત કૌરની ઘટનાને કારણે ભાભીજી ગુસ્સે છે.' આ ઉપરાંત ઘણા યુઝર્સે અનુષ્કાનો પક્ષ લીધો અને કહ્યું કે- 5 સેકન્ડની ક્લિપને કારણે

લોકો અનુષ્કાને ગાળો આપી રહ્યા છે. આ વાતને ઘણા યુઝર્સ સામાન્ય ગણાવી રહ્યા છે. વિરાટ કોહલી-અવનીત વિવાદ શું છે? ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ તાજેતરમાં એક્ટ્રેસ અવનીત કૌરની એક પોસ્ટ લાઈક કરી હતી. જોકે થોડા સમય પછી વિરાટે એ લાઈક દૂર કરી દીધી, પરંતુ આ દરમિયાન વિરાટના લાઇકનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, જેના કારણે આ બાબતને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ

ગઈ. બાદમાં વિરાટને આ મામલે સ્પષ્ટતા આપવી પડી. રાહુલ વૈદ્યે વિરાટના ફેન્સને 'બે કોડીના જોકર' કહ્યા વિરાટ-અવનીત વિવાદ પર સિંગર રાહુલ વૈદ્યએ ઇન્સ્ટાગ્રામ પર એક રમૂજી વીડિયો પોસ્ટ કર્યો. આમાં તેણે કોહલી પર કટાક્ષ કરતાં કહ્યું, 'હું કહેવા માગું છું કે આજ પછી અલ્ગોરિધમ ઘણા બધા ફોટા પસંદ કરશે, જે મેં લાઈક નથી કર્યા.' તો જે પણ છોકરી હોય, કૃપા કરીને આના પર

પીઆર ન કરશો. આ મારી ભૂલ નથી, ઇન્સ્ટાગ્રામની ભૂલ છે.' રાહુલ અહીં જ ન અટક્યો, તેણે વિરાટની મજાક ઉડાવતો બીજો એક વીડિયો બનાવ્યો, જેમાં તેણે કહ્યું કે 'વિરાટ કોહલીએ મને બ્લોક કરી દીધો છે.' તો કદાચ આ પણ ઇન્સ્ટાગ્રામની ભૂલ છે. વિરાટ કોહલીએ કદાચ તમને બ્લોક ન કર્યા હોય. ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમે કહ્યું હશે કે હું તમારા વતી રાહુલ વૈદ્યને બ્લોક કરીશ.'

Leave a Reply

Related Post