'પાપ ધોવા ગયા હતા કે કરવા?': મહાકુંભમાં સ્નાન કરતી કેટરિનાનો એક છોકરાએ વીડિયો લીધો, રવિનાએ કહ્યું- ઘૃણાસ્પદ કૃત્ય; યુઝર્સે પણ ફટકાર લગાવી

'પાપ ધોવા ગયા હતા કે કરવા?':મહાકુંભમાં સ્નાન કરતી કેટરિનાનો એક છોકરાએ વીડિયો લીધો, રવિનાએ કહ્યું- ઘૃણાસ્પદ કૃત્ય; યુઝર્સે પણ ફટકાર લગાવી
Email :

મહાકુંભ 2025 અનેક કારણોસર ખૂબ જ ચર્ચા રહ્યો છે. સામાન્ય જનતાથી લઈને VVIP સુધી, બધાએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકીઓ લગાવી હતી. અંબાણી પરિવારથી લઈને બોલિવૂડના ઘણા સ્ટાર્સ સંગમમાં સ્નાન કરવા પહોંચ્યા હતા. એવામાં હાલ કેટરિના કૈફનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. કેટરિનાનો વીડિયો વાઈરલ થતાં રવિના ભડકી આ વીડિયો સંગમમાં સ્નાન કરતી વખતનો છે, ત્યાં હાજર બે છોકરાઓએ એક્ટ્રેસનો વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં જ રવિના ટંડને આ વર્તન પર નારાજગી વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ ફટકાર લગાવી હતી. વીડિયોમાં શું છે? તાજેતરમાં જ કેટરિના કૈફ તેની સાસુ સાથે મહાકુંભ સંગમમાં સ્નાન કરવા

પહોંચી હતી. આવી સ્થિતિમાં બાજુમાં સ્નાન કરી રહેલા બે છોકરાઓએ એક્ટ્રેસનો વીડિયો બનાવ્યો અને તેની મજાક ઉડાવી. બે છોકારો એકબીજાની બાજુમાં ઊભા હતા અને કેમેરો પોતાની તરફ રાખીને એક છોકરો કહે છે આ હું છો, આ મારો ભાઈ છે અને પછી કેટરીના તરફ કેમેરો કરી કહે આ કેટરીના કૈફ છે. આ સમયે કેટરિના કૈફ ડૂબકી લગાવી રહી છે. રવિનાએ કહ્યું- ઘૃણાસ્પદ કૃત્ય બે છોકરાઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર માત્ર યુઝર્સ જ નહીં પરંતુ એક્ટ્રેસ રવિના ટંડન પણ ગુસ્સે થઈ હતી. રવિનાએ આ વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, 'આ ઘૃણાસ્પદ (ખૂબ

જ ખરાબ) છે. આવા લોકો શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ ક્ષણ બગાડે છે. એક યુઝરે લખ્યું, 'પાપ ધોવા ગયા હતા કે કરવા?', બીજા વ્યક્તિએ લખ્યું- આ ભયાનક છે. લોકો આટલા બેશરમ કેવી રીતે હોય છે? આ વીડિયો પર આવી ઘણી બધી કોમેન્ટ આવી રહી છે. કેટરિના કૈફની મહાકુંભની તસવીરો છ દિવસ પહેલા કેટરિના

કૈફ પણ મહાકુંભમાં પહોંચી હતી. એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. આ તસવીરોમાં, કેટરિના પરમાર્થ નિકેતન કેમ્પમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીના આશીર્વાદ લેતી જોવા મળી. આ સમય દરમિયાન, ફોટોમાં છત્રપતિ સંભાજી મહારાજની પ્રતિમા પણ દેખાય હતી.એક્ટ્રેસ તેની સાસુ સાથે સંગમમાં ડૂબકી લગાવવા પહોંચી હતી.

Related Post