દિલજીતની કડકડાટ અંગ્રેજીએ ફેન્સના દિલ જીત્યા: ગ્રેમીના પ્રમુખ સાથે જર્ની શેર કરી, સિંગરે કહ્યું- 'શકીરાએ હિપ્સ ડોન્ટ લાઇનું ઇન્ડિયન વર્ઝન બનાવવા સુચવ્યું'

દિલજીતની કડકડાટ અંગ્રેજીએ ફેન્સના દિલ જીત્યા:ગ્રેમીના પ્રમુખ સાથે જર્ની શેર કરી, સિંગરે કહ્યું- 'શકીરાએ હિપ્સ ડોન્ટ લાઇનું ઇન્ડિયન વર્ઝન બનાવવા સુચવ્યું'
Email :

બોલિવૂડ એક્ટર અને સિંગર દિલજીત દોસાંઝ ઘણીવાર પોતાના ગીતો અને અનોખી શૈલીને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેમણે કેનેડાના ટોરોન્ટોમાં TIFF (ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ) લાઇટ બોક્સ ખાતે રેકોર્ડિંગ એકેડેમી/ગ્રેમીના પ્રમુખ પૅનોસ એ. પૅનાય સાથે વાત કરી અને તેમની મ્યૂઝિક યાત્રાને યાદ કરી. આ દરમિયાન દિલજીતે સ્ટેજ પર અંગ્રેજી બોલવાનો પ્રયાસ કર્યો, જેણે માત્ર પ્રેક્ષકોના જ નહીં પરંતુ ગ્રેમી પ્રમુખના પણ દિલ જીતી લીધા. દિલજીત દોસાંઝે કહ્યું, 'મને કોઈ દબાણ નથી લાગતું. મને લાગે છે કે બધું જ પોતાની મેળે થઈ રહ્યું છે. જેમ સૂર્ય પોતાની

મેળે ચમકે છે. પૃથ્વી પોતાની મેળે ફરે છે અને આપણું હૃદય પોતાની મેળે ધબકે છે. આપણા શ્વાસ પર પણ આપણો કાબુ નથી, છતાં આપણે વિચારીએ છીએ કે આપણો તેના પર કાબુ છે. તેથી હું કોઈ પણ પ્રકારનું દબાણ સ્વીકારતો નથી કારણ કે બધું જ પોતાની મેળે થઈ રહ્યું છે.' દિલજીત ગ્લોબલ આઇકોન્સ સિયા (ઓસ્ટ્રેલિયન સિંગર) અને એડ શીરન (સિંગર) સાથેના કોલબ્રેશન અને શકીરા (કમ્બોડિયન સિંગર) સાથે કારમાં ફરવા જવાને કારણે સમાચારમાં રહ્યા છે. આ સ્ટાર્સ સાથેની તેમની મુલાકાત વિશે પૂછવામાં આવતા, તેણે કહ્યું, 'શકીરાએ મને તેના ટૂર

પર આમંત્રણ આપ્યું હતું અને તેમણે મને 'હિપ્સ ડોન્ટ લાઇ'નું ભારતીય સંસ્કરણ (ઇન્ડિયન વર્ઝન) બનાવવાનું સૂચન કર્યું હતું.' દિલજીત સામાન્ય રીતે સ્ટેજ પર પંજાબી બોલતો જોવા મળે છે. ઘણી વખત ઇન્ટરવ્યૂ દરમિયાન, તેણે એન્કર્સને સ્પષ્ટપણે કહ્યું છે કે, તે અંગ્રેજી સમજી શકતો નથી. પરંતુ જ્યારે તેણે પૅનોસ એ. પૅનાય સાથે અંગ્રેજીમાં વાત કરી, ત્યારે તે વચ્ચે વચ્ચે રોકાઈ રહ્યો હતો, જેથી તે યોગ્ય શબ્દો શોધી શકે. ત્યાં હાજર બધા પ્રેક્ષકોએ સિંગરની ખૂબ પ્રશંસા કરી. આ વીડિયો સામે આવતાની સાથે જ યૂઝર્સ પણ તેના વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Related Post