રિકન્સ્ટ્રક્શન લાઇવ: દિપેનની આંખે મરચું પડતાં બૂમો પાડવા માંડ્યો હાર્દિક જીવ છૂટતાં સુધી ગળે કટર ઘસતો રહ્યો

રિકન્સ્ટ્રક્શન લાઇવ:દિપેનની આંખે મરચું પડતાં બૂમો પાડવા માંડ્યો હાર્દિક જીવ છૂટતાં સુધી ગળે કટર ઘસતો રહ્યો
Email :

આરટીઓની નંબર પ્લેટ લગાવવાના કોન્ટ્રાક્ટર અને દરજીપુરા રહેતા દીપેન પટેલના ગામના જ મિત્ર અને આરટીઓ એજન્ટ હાર્દિક પ્રજાપતિએ દીપેન પ્રેમસંબંધમાં આડે આવતા ઘાતકી રીતે હત્યા કરી હતી. હાર્દિકની ધરપકડ બાદ હરણી પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ન્યુ ગુજરાત 5 કલાક સુધી 100 કિમી પોલીસ સાથે ફરી રિ-કન્સ્ટ્રક્શનમાં જોડાયું હતું. ગોલ્ડન ચોકડી નજીક હાર્દિકે મરચાની ભુકી દીપેનના મોઢે નાખી હતી. દીપેને બુમો પાડીને ‘હાર્દિક તે આ શું કર્યું’ કહી કારનો દરવાજો ખોલીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે ક્રૂર હાર્દિકે તેને ભાગવા ન દીધો અને દીપેનનો હાથ પકડી રાખી હાર્દિકે દિપેનનો જીવ ન જાય ત્યાં સુધી

કટર ગળા પર ઘસ્યું હતું. ત્યારબાદ તેણે આયોજનબદ્ધ રીતે દીપેનનો ફોન, મૃતદેહ અને કાર સગેવગે કરી હતી. રિ-કન્સ્ટ્રક્શનમાં હાર્દિકમાં કોઈ દુઃખ કે અફસોસ દેખાયો નહોતો. સીસીટીવીથી બચવા હાર્દિક અંતરિયાળ ગામોમાં ફર્યો હતો.પોલીસે દિપેનનો ફોન રિકવર કરવા અને હત્યા માટે વપરાયેલું કટર, ચપ્પુ સહિતની વસ્તુઓ રિકવર કરવા સાથે હાર્દિકને દિપેનની હત્યામાં કોઇએ મદદ કરી છે કે કેમ તેની તપાસ કરવા કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, 3 દિવસના મંજૂર થયા હતા. કાવતરા મુજબ લઘુશંકા માટે કારમાંથી ઊતર્યો, દિપેનનો ફોન શરૂ થતાં મરચું નાખ્યું હાઇવે પર કમ્ફર્ટ ઈન હોટલ નજીક હાર્દિકે લઘુશંકા માટે કાર ઉભી રખાવી,

મરચાનું પેકેટ તોડી પેન્ટમાં મુકી, દીપેન ફોન પર વાત કરતો હતો ત્યારે દીપેનના મોઢે મરચું નાખી ગળે કટર ફેરવી દીધું હતું. મુખ્ય નર્મદા કેનાલમાં મૃતદેહ ફેંક્યો, લોહીના ડાઘ મળ્યા વડોદરા-હાલોલ રોડની રાજપુરા પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના બ્રિજ ઉપર 3 ફુટ ઉંચી પાળી પરથી હાર્દિકે દીપેનનો મૃતદેહ ફેકી દીધો હતો. પાળી પર હાર્દિકના લોહીના નિશાન હતા. હાર્દિક કાર વળાવીને રાજપુરા ગામ તરફ જતો રહ્યો હતો. મૃતદેહ ફેંકી હાર્દિક અંજેસર ગયો, લગ્નમાં જવાનું કહીને મિત્ર પાસે કપડાં મગાવ્યાં હાર્દિકના કપડા લોહીથી લથપથ થઈ જતાં પ્લાનિંગ મુજબ તે પહેલાં રહેતો હતો તે અંજેસર ગામે ગયો હતો. મિત્ર અજય

સોલંકીને ફોન કરી લગ્નમાં જવું છે, જોડી કપડા આપી જા કહી કપડા મગાવ્યા. ગામા બજરંગ ફાર્મ પાસે કારમાં કપડા બદલ્યા, અહીં પોલીસને કારના ટાયરના નિશાન મળ્યા. લોહીથી લથપથ કપડાં, કેનાલના છેલ્લા કૂવામાં ફેંક્યા અંજેસર ગામમાં જ આવેલી કેનાલના છેલ્લાં કુવા પાસે જઈને હાર્દિકે તેના લોહીવાળા કપડા ફેંકી દીધા હતા. અહીં પહોંચતા પોલીસને તે કપડા મળી આવ્યા, પોલીસે લગભગ 20 ફુટ ઉંડા કુવામાં ઉતરી કપડા રિકવર કર્યા. અહીં બાજુમાં જ તળાવમાં હાર્દિકે, કટર, બ્લેડ, ચપ્પુ અને પોતાનું એક ચંપલ ફેંક્યુ હતું. તળાવના કિનારેથી પોલીસે ચંપલ રિકવર કર્યું. ફાઇનાન્સવાળા કાર ખેંચી જશે કહી કાર વાસણા કોતરિયામાં છુપાવી કપડા,

હથિયાર ફેંકીને હાર્દિક વડોદરા તાલુકાના વાસણા કોતરીયા ગામે પહોંચ્યો હતો. તે અહીં મિત્રો સાથે બેસવા આવતો. સ્થાનિક મહિલાએ કહ્યું કે, અમે તેને ઘરની બાજુમાં કાર મુકવાની ના પાડી, રાત્રે બાર વાગે તે ઘરની જાળી આવી ગયો હતો અને કહેતો કે કશું નથી કારમાં, મેં કશું કર્યું નથી. મને અહીં મુકવા દો, ફાયનાન્સવાળા કાર ખેંચી જશે એટલે મુકુ છું. જોકે ત્યારબાદ તે મોટાભાઈ હિતેષને રિક્ષા લઈને લેવા બોલાવ્યો હતો. દિપેનને શોધવા હાર્દિક પરિવાર સાથે ફર્યો દિપેનના પરિવારે કહ્યું, હાર્દિક અમારી સાથે દિપેનને શોધવા આવતો હતો. તે જ કાર ચલાવતો ગચો. વિચારો તે કેટલો ક્રૂર છે અને તેનું

દિમાગ કેવું હશે! તે દીપેનને શોધવા અમારી સાથે કાર ચલાવતો હતો અને અમે તેની સાથે અને પાછળ બેસીને દીપેનને શોધવા ફરતા હતા. તે કેટલીય જગ્યાએ અમને સાથે લઈને ફર્યો છે. પરંતુ અમને ક્યારેય વિચાર ન હતો કે આવું હશે. ઘરેથી શાક કાપવાનું ચપ્પુ લઈને ગયો હતો હાર્દિકે એક મહિના પહેલાં દીપેનની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. હાર્દિકની બહેન સમા કેનાલ પાસે આવેલી સ્ટેશનરીની દુકાનમાં નોકરી કેર છે. ત્યાં જઈને હાર્દિકે કટર ખરિદ્યુ હતું. જ્યારે હરણી વિસ્તારની એક કરિયાણાની દુકાનમાંથી મરચાની ભુકી ખરીદી હતી. તે તેના જ ઘરેથી શાક કાપવાનું ચપ્પુ સાથે લઈ ગયો હતો.

Leave a Reply

Related Post