દરજીપુરાના યુવકની હત્યાના કેસ: દિપેનના હત્યારાને 2 દિવસ પૂર્વે પોલીસ બાઈક પર લઈ ગઈ, સરભરા કરી 10 મિનિટમાં છોડ્યો

દરજીપુરાના યુવકની હત્યાના કેસ:દિપેનના હત્યારાને 2 દિવસ પૂર્વે પોલીસ બાઈક પર લઈ ગઈ, સરભરા કરી 10 મિનિટમાં છોડ્યો
Email :

દરજીપુરાના યુવક દીપેન પટેલની હત્યાના મામલામાં હરણી પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી છે.જેની નોંધ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લીધી છે.હરણી પોલીસે હત્યાનો આ મામલો હળવાશથી ન લીધો હોત તો ક્રાઈમ બ્રાન્ચ કરતા બે દિવસ અગાઉ જ આ હત્યાનો ભેદ ઉકેલી શકાયો હોત એમ ગ્રામ્યજનો માની રહ્યા છે.અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે. હરણી પોલીસની બેદરકારીના કારણે હું મારા મૃત પુત્રનું મુખ દર્શન પણ કરી શક્યો નથી એનો વસવસો મને જિંદગી

ભર રહેશે એમ મૃત યુવકના પિતા મુકેશભાઈએ આંખમાં અશ્રુ સાથે જણાવ્યું છે.અમે જાતે હરણી પોલીસનો સંપર્ક કરી શકમંદ હત્યારા અંગે હરણી પોલીસને જાણ કરી હતી.એને ગંભીરતાથી નહીં લઈ આરોપીને પોલીસ મથકે લઈ જઈ સામાન્ય પૂછપરછ કરી જવા દીધો હતો પાછળથી એ જ આરોપી મારા પુત્રનો હત્યારો નિકળ્યો હતો. જો હરણી પોલીસે કડક પૂછપરછ કરી હોત તો બે દિવસ પહેલા જ મારા પુત્રનો મૃતદેહ મળી આવ્યો હોત અને એ ડીકંપોઝ ના થયો હોત

અને અમે પરિવારજનો એનું અંતિમ વાર મુખ દર્શન કરી શક્યા હોત અને મૃતક પુત્રની પત્ની સોનલ હાલ ગર્ભવતી છે. સંયુક્ત પોલીસ કમિશનર ડૉ લીના પાટીલે જણાવ્યું છે કે, દીપેન પટેલ નામના યુવકની હત્યાના મામલામાં હરણી પોલીસની તપાસ સામે મૃતક યુવાનના પરિવારજનો એ આરોપ લગાવ્યો છે. જેની રજૂઆત હજી અમને મળી નથી મળશે તો ચોક્કસ પણે એને ગંભીરતાથી લઈ એની તપાસ કરવામાં આવશે. હત્યારો બાઇક પરથી કૂદી ન જાય તે માટે

વચ્ચે બેસાડ્યો દરજીપુરા ગામના અગ્રણી અને જાણીતા બિલ્ડર મયંક પટેલે જણાવ્યું છે કે, અમે જાતે હત્યારા ઉપર શંકા વ્યક્ત કરી હરણી પોલીસને જાણ કરી હતી.તેમ છતાં પોલીસે બેદરકારી દાખવી હતી.અને આરોપીને લેવા પોલીસને બાઇક લઈને મોકલી હતી. એ સમયે હત્યારો બાઇક પરથી કૂદીને ભાગીના જાય એ માટે ખુદ મારો ભાઇ બાઇક ઉપર પોલીસ સાથે આરોપીને વચ્ચે બેસાડીને લઈ ગયો હતો.પોલીસ મથકે એની કડક પૂછપરછના બદલે સરભરા કરવામાં આવી હતી. માત્ર દસ મિનિટમાં આરોપીને

પરત ઘરે મોકલી દેવાયો હતો. બાદમાં ક્રાઈમ બ્રાન્ચે એની પૂછપરછ કરતા આરોપીએ હત્યાની કબૂલાત કરી હતી. હરણી પોલીસની આ બેદરકારી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. સાંસદે પોલીસ કમિશનરને જાણ કરતાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળી બિલ્ડર મયંક પટેલે સાંસદને પોલીસની બેદરકારી અંગે જાણ કરી હતી.તેમણે પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ સંભાળી લીધી હતી. બાદમાં શકમંદની કડક પૂછપરછમાં હત્યાનો આખો ભેદ ઉકેલાયો હતો. જોકે, એમાં બે દિવસનો સમય

પસાર થઈ ગયો હતો.જેના કારણે મૃતદેહ ડીકંપોઝ થઈ ગયો હતો. હાર્દિકના ભાઈ હિતેષને હત્યાની જાણ હતી, 5 દિવસ બિન્દાસ્ત ફરતો રહ્યો દરજીપુરા ગામના આરટીઓની નંબર પ્લેટ લગાવવાનો કોન્ટ્રાક્ટર દીપેન મુકેશભાઈ પટેલની ગામના જ મિત્ર અને આરટીઓ એજન્ટ હાર્દિક કૈલાશ પ્રજાપતિએ પ્રેમસંબંધમાં આડે આવતા ઘાતકી હત્યા કરી દીધી હતી. ત્યારે આ હત્યાની તમામ હકિકત હાર્દિકે એ જ રાતે તેના ભાઈ હિતેષને પણ જણાવી હોવાનું ખુલ્યું છે. હાર્દિકનો ભાઈ પણ હત્યાની હકિકત જાણતો

હોવા છતાં ગામમાં બિન્દાસથી ફરતો હતો, જ્યારે હાર્દિક દીપેનને શોધવા પોલીસ અને તેના પરિવાર સાથે ફર્યા કરતો હતો. પોલીસે કહ્યું હતું કે, હાર્દિકે હત્યા કરીને કાર વાસણા કોતરીયા ગામમાં છુપાવી દીધી હતી. જોકે ત્યાંથી હાર્દિકે તેના મોટા ભાઈ હિતેષને ફોન કર્યો હતો કે, પાણીની બોટલ લઈને આવ અને મને અહીંથી લઈ જા હિતેષ રિક્ષા ચલાવે છે. જોકે આ ઘટના અંગે હિતેષે પણ ચૂપ રહ્યો હતો. તે હાર્દિક જેમ જ બિંદાસ ગામમાં પાંચ

દિવસ ફર્યા કર્યો હતો. હિતેષે દીપેનની હત્યામાં મદદગારી કરી છે કે કેમ? સાથે જ અન્ય કોઈ મદદગારી હતી કે કેમ? તે તમામ મુદ્દા અંગે હરણી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હકિકત મળતા પોલીસ હિતેષને પણ આરોપી બનાવશે તેમ જાણવા મળ્યું હતું. હત્યામાં વાપરેલું કટર-ચપ્પુ શોધવા તળાવ ખાલી કરાવ્યું હાર્દિકે હત્યા કરીને કટર અને ચપ્પુ સાવલી તાલુકાના અંજેસર ગામના તળાવમાં ફેંકી દીધું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન હાર્દિકનો ચંપલ રિકવર કર્યા હતો. કેનાલના કુવામાંથી

લોહીથી લથપથ કપડા પણ મળ્યા હતા. હથિયાર શોધવા પોલીસે તળાવને ખાલી કરવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. કોલ ડિટેલ્સ સહિતની માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી હાર્દિકે હત્યા કરીને કોનો સંપર્ક કર્યો હતો. તેને હત્યા અગાઉ કોઈને જાણ કરી કે કેમ? કોઈ સતત તેના સંપર્કમાં હતું કે કેમ? તે તમામ મુદ્દાની તપાસ કરવા હાર્દિકના કોલ ડિટેઇલ રેકોર્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ તે સિવાય કોલ ડમ્પના ડેટા પણ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Related Post