'સ્પિરિટ'માંથી દીપિકા પાદુકોણની હકાલપટ્ટી!: માતા બન્યા બાદની 'વધતી માંગણીઓ'થી ડિરેક્ટર પરેશાન, એક્ટ્રેસે 20 કરોડ ફી લીધી હતી

'સ્પિરિટ'માંથી દીપિકા પાદુકોણની હકાલપટ્ટી!:માતા બન્યા બાદની 'વધતી માંગણીઓ'થી ડિરેક્ટર પરેશાન, એક્ટ્રેસે 20 કરોડ ફી લીધી હતી
Email :

દીપિકા પાદુકોણ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ'માં જોવા મળવાની હતી પરંતુ ન્યુ ગુજરાતના સૂત્રોના જણાવ્યા અનુસાર, તે હવે આ ફિલ્મનો ભાગ નથી. આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. દીપિકાની ફિલ્મમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. એક્ટ્રેસ વધુ પડતી માંગણી કરતી હોવાના કારણે તેને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દીપિકાએ

આઠ કલાકની શિફ્ટ, વધુ પડતી ફી, નફામાં હિસ્સો અને તેલુગુમાં ડાયલોગ ન બોલવા જેવી માંગણી મૂકી હતી. દીપિકા સપ્ટેમ્બર 2024માં માતા બની છે, તેથી તે અઠવાડિયામાં 5 દિવસ ફક્ત 8 કલાકની શિફ્ટ ઇચ્છતી હતી. ડિરેક્ટર સંદીપ એક્ટ્રેસની આ બધી માંગણીઓથી ખુશ નહોતો. એક્ટ્રેસની માંગણીઓને 'અનપ્રોફેશનલ' કહેવામાં આવી રહી છે. દીપિકાને ફિલ્મમાંથી કાઢી

મૂક્યા પછી સંદીપ રેડ્ડી હવે ફિલ્મ માટે નવી ફિમેલ લીડ શોધી રહ્યો છે. હાલમાં, મેકર્સ પણ ચિંતિત છે કે, તેમની જાહેરાત પહેલાં આ સમાચાર કેવી રીતે બહાર આવ્યા. નોંધનીય છે કે, અગાઉ આ ફિલ્મનું શૂટિંગ 2024ના અંતમાં થવાનું હતું પરંતુ દીપિકાની પ્રેગ્નેન્સીને કારણે શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું હતું. માતા બન્યા પછી, દીપિકાએ તેના

વ્યસ્ત શેડ્યૂલને કારણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ સંદીપ ફક્ત દીપિકાને જ ઇચ્છતો હતો, તેથી તેણે તેના કહેવા મુજબ સમયપત્રક બદલ્યું, જેના પછી દીપિકા ફિલ્મ કરવા માટે સંમત થઈ ગઈ. થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે, દીપિકા પાદુકોણને 'સ્પિરિટ' માટે 20 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.

આ ફિલ્મમાં દીપિકા પ્રભાસની સામે જોવા મળવાની હતી. બંને પહેલી વાર ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં સાથે જોવા મળ્યાં હતાં. હવે આ બંને આ ફિલ્મની સિક્વલમાં ફરી જોવા મળશે. વાંગાની ફિલ્મ છોડી એટલીની ફિલ્મનો ભાગ બની સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ છોડ્યા પછી, દીપિકાએ 'જવાન' ફિલ્મના ડિરેક્ટર એટલીની ફિલ્મ 'AA22×A6' સાઇન કરી છે. અલ્લુ અર્જુન

અને એટલીની આ મેગા બજેટ ફિલ્મમાં ત્રણ હિરોઈન હશે. દીપિકા પહેલા મેકર્સે આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને જાહ્નવી કપૂરને કાસ્ટ કરી છે. 'કલ્કી 2898 એડી' પછી આ તેની બીજી તેલુગુ ફિલ્મ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, શાહરૂખ ખાનની 'કિંગ'નું શૂટિંગ પૂરું કર્યા પછી, દીપિકા એટલીની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

Leave a Reply

Related Post