સલમાન ખાનને ધમકી આપનારના ઘરે પહોંચ્યું ન્યુ ગુજરાત: મયંકે પ્રસિદ્ધિ મેળવવા જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ કર્યો, પરિવારે કહ્યું- રમત રમતમાં આવો મેસેજ કર્યો હશે

સલમાન ખાનને ધમકી આપનારના ઘરે પહોંચ્યું ન્યુ ગુજરાત:મયંકે પ્રસિદ્ધિ મેળવવા જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ કર્યો, પરિવારે કહ્યું- રમત રમતમાં આવો મેસેજ કર્યો હશે
Email :

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી મામલે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં રહેતા મયંક પંડ્યાનું નામ ખૂલ્યું છે, જેમાં તેણે પોતાના મોબાઇલથી મુંબઇ ટ્રાફિક-પોલીસના ગ્રુપમાં સલામાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મુંબઇ પોલીસે રવાલ ગામમાં આવીને મયંક પંડ્યા અને તેનાં પરિવારજનોની પૂછપરછ કરી હતી. આ ઘટના બાદ ન્યુ ગુજરાતની ટીમ મયંક પંડ્યાના ઘરે પહોંચી હતી, જ્યાં મયંક ઘરે હાજર નહોતો, જોકે મયંકના પિતા વિજયભાઇ અને તેનાં દાદી ઘરે મળ્યાં હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે મયંક નિર્દોષ છે, તેણે રમત રમતમાં આવો મેસેજ કરી

દીધો હશે. તેને આવી કંઇ સમજણ પડતી નથી. મયંકના પિતા જ્યૂસ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરાથી આજવા ડેમ તરફ જતા રવાલ ગામ આવેલું છે. મયંકે ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે. ધો. 10માં નાપાસ થતાં તેણે અભ્યાસ છોડી દીધો હતો અને તેના પિતાના જ્યૂસ વેચવાના કામમાં તેમને મદદ કરવા લાગ્યો હતો. મયંકના પિતા વિજયભાઇ આજવા ખાતે જ્યૂસ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મયંક સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને તે પોતાની પ્રસિદ્ધિ માટે વિવિધ ગ્રુપોમાં જોડાઇ જાય છે અને સતત મેસેજ કર્યા કરતો હોય છે. સલામાન ખાનને ધમકીભર્યો મેસેજ પણ

તેણે પ્રસિદ્ધિ મેળવવા માટે જ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મયંકે રમત રમતમાં આવો મેસેજ કરી દીધો હશે: પરિવાર ન્યુ ગુજરાતની ટીમ વડોદરા નજીક આવેલા રવાલ ગામમાં પહોંચી હતી, જ્યાં ઘરે જઇને તપાસ કરતાં મયંક મળ્યો નહોતો, જોકે તેના પિતા વિજયભાઇ અને તેનાં દાદી મળ્યાં હતાં. પરિવારજનોએ કહ્યું હતું કે મયંકની સારવાર વડોદરામાં ચાલે છે. તેને આવી કોઈ સમજણ પડતી નથી. તે નિર્દોષ છે. તેને રમત રમતમાં આવો મેસેજ કરી દીધો હશે, પરંતુ એકવાર મેસેજ થઇ ગયા પછી કોઇ કંઇ કરી શકતું નથી. આ ઉપરાંત આસપાસના લોકોએ પણ આ મામલે ચુપકિદી સેવી હતી

અને આ મામલે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. મુંબઈ પોલીસના એક ગ્રુપમાં સલમાનને ઉડાવી દેવાનો મેસેજ કર્યો હતો વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં મુંબઇ પોલીસે અમારો સંપર્ક કર્યો હતો, એ લોકોનું કહેવું હતું કે મુંબઇ પોલીસના ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાં એક વ્યક્તિએ એવો મેસેજ કર્યો હતો કે સલમાન ખાનને ઉડાવી દેવાનો છે, જેથી મુંબઇ પોલીસ સતર્ક થઇ ગઇ હતી અને આ બાબતે વર્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મુંબઇ પોલીસે મેસેજ કરનારી વ્યક્તિના મોબાઇલ નંબરનું વેરિફિકેશન કર્યું હતું, જેમાં ધ્યાનમાં આવ્યું હતું કે આ મોબાઇલ નંબર વડોદરા

જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામના મયંક વિજયભાઇ પંડ્યાનો છે, જેથી મુંબઇ પોલીસે અમારો સંપર્ક કર્યો હતો. મયંક પંડ્યાને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરાઈ હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે મયંક પંડ્યાને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને તેની પ્રાથમિક પૂછપરછ કરી હતી, જેમાં ધ્યાનમાં આવ્યું હતું કે 26 વર્ષીય મયંક પંડ્યાની માનસિક સ્થિતિ સારી નથી અને તેની સારવાર પણ ચાલી રહી છે. વધુ તપાસ કરતાં એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને તેને વ્હોટ્સએપના ગ્રુપમાં જોડાઇ જતો હોય છે અને તેને સોશિયલ મીડિયામાં પર પ્રસિદ્ધિ

મળે એવી ચાહના તે રાખે છે. મુંબઈ પોલીસે મેડિકલ ડોક્યુમેન્ટ સાથે હાજર થવા નોટિસ આપી તેમણે ઉમેર્યું હતું કે ગઇકાલે મુંબઇ પોલીસની ટીમ રવાલ ગામમાં આવી મયંક પંડ્યાની પૂછપરછ કરી હતી અને તેનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. મયંક પંડ્યાના મેડિકલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાની નોટિસ આપીને મુંબઇ પોલીસ નીકળી ગઇ હતી. મયંક પંડ્યાની પ્રાથમિક પૂછપરછમાં ટેરર એંગલ, કાવતરું કે ગુનાઇત પ્રવૃત્તિ અંગેની કોઇ માહિતી અમારા ધ્યાનમાં આવી નથી અને તેને પોતાની પ્રસિદ્ધિ માટે અને લોકો તેને જાણે એના માટે પોસ્ટ કરી હતી. તે વિવિધ ગ્રુપમાં પ્રસિદ્ધિ માટે મેસેજ પણ કરતો હતો.

Leave a Reply

Related Post