'ઈતના બુરા હાલ કરો કિ વો સરેઆમ તડપેં': પહેલગામના આતંકીઓ પર ગુસ્સે ભરાઈ દીપિકા કક્કડ, હુમલાના થોડા કલાકો પહેલા એક્ટ્રેસ કાશ્મીરમાં હતી

'ઈતના બુરા હાલ કરો કિ વો સરેઆમ તડપેં':પહેલગામના આતંકીઓ પર ગુસ્સે ભરાઈ દીપિકા કક્કડ, હુમલાના થોડા કલાકો પહેલા એક્ટ્રેસ કાશ્મીરમાં હતી
Email :

22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા કલાકો પહેલા એક્ટ્રેસ દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમ કાશ્મીરમાં હતા. જોકે, સદનસીબે તે સમયસર ત્યાંથી નીકળી ગયા. હવે, એક્ટ્રેસે આ ભયાનક હુમલા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. દીપિકા કક્કડે તેની યુટ્યૂબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો છે. આમાં તેણે કહ્યું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી એક અલગ જ પ્રકારનું દુઃખ છે. એવું લાગી રહ્યું છે કે વિચારવાની અને સમજવાની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ હોય. જે દિવસે અમે દિલ્હી પહોંચ્યા તે દિવસ પછી, અમને ધીમે ધીમે જાણકારી મળવા લાગી. પહેલા તો અમને લાગ્યું કે

કંઈક નાની ઘટના બની છે, પણ પછી અમને ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. મને ખબર નથી કે તેને ભયાનક કહેવું કે એકદમ પીડાદાયક. આગળ તેણે કહ્યું કે- જ્યારે આપણે ક્યાંક ફરતા હોઈએ અને અચાનક કંઈક આવું બને છે. જેમાં તમારા નજીકના કોઈ વ્યક્તિને ગુમવવા પડે છે માત્ર આ વિચારથી જ આપણી આંખમાં પાણી આવી જાય છે. જ્યારે પણ હું તે સ્ત્રીઓ અને બાળકોના વીડિયો જોઉં છું, જે પરિવારોએ પોતાના પિતા અને પતિ ગુમાવ્યા છે તેમના મનમાં શું ચાલતું હશે? મને નથી લાગતું કે આપણે ક્યારેય આ અનુભવી શકીશું. દીપિકા કહે છે કે, હું

મારા હૃદયથી પ્રાર્થના કરું છું કે જેણે પણ આ કર્યું છે, તે ચાર લોકો જેમના સ્કેચ બહાર આવ્યા છે અને જે પણ આની પાછળ છે, તે બધાને એકદમ ખરાબથી ખરાબ સજા આપવામાં આવે જે તેણે ક્યારેય વિચારી પણ નહોય. જેમ આજે આ પરિવાર પીડાઈ રહ્યો છે, તેમ તે લોકો પણ તડપી-તડપીને મરવા જોઈએ. તેને દરેક પીડા અનુભવવા દો. જ્યાં સુધી હું ઇસ્લામને સમજું છું, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કોઈ પણ આસ્તિક મુસ્લિમ આવું ન કરી શકે. ઇસ્લામ ધર્મના નામે કે અન્ય કોઈ નામે નિર્દોષ વ્યક્તિને આ રીતે

મારવાનું શીખવતું નથી. શોએબ ઇબ્રાહિમને વ્લોગ જાહેર કર્યા પછી ટ્રોલ કરવામાં આવ્યો હતો 22 એપ્રિલના રોજ બપોરે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં 27 પ્રવાસીઓ માર્યા ગયા હતા. એવામાં ફેન્સનું ધ્યાન દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમ તરફ ગયું, જે કાશ્મીર ફરવા ગયાં હતાં. આતંકવાદી હુમલાના બે દિવસ પહેલાં દીપિકાએ પહેલગામમાં ફરતો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. ફેન્સની સતત કોમેન્ટ જોઈને શોએબ ઇબ્રાહિમે લોકોનો આભાર માન્યો અને કહ્યું કે- હુમલાના દિવસની સવારે જ તેમણે કાશ્મીર છોડી દીધું હતું અને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયાં હતાં. વ્લોગનો ઉલ્લેખ કરતાં લોકો

ગુસ્સે થયા શોએબ ઇબ્રાહિમે પોતાની પોસ્ટના અંતે લખ્યું છે કે- નવો વ્લોગ ટૂંક સમયમાં આવશે. જ્યાં એક તરફ આખો દેશ આતંકવાદી હુમલાથી શોકમાં ડૂબેલો છે, એવામાં શોએબ દ્વારા નવા વ્લોગ અંગે ઉલ્લેખ કરતા લોકો ગુસ્સે થયા. એક યુઝરે ટીકા કરતાં લખ્યું, 'નવો વ્લોગ ટૂંક સમયમાં આવી રહ્યો છે' ગંભીરતાથી કહું તો, તમે આતંકવાદી હુમલાના પીડિતો માટે કંઈ નહીં કહો. તમને ફક્ત તમારા વ્લોગની જ પડી છે. જે લોકો તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે અને તમને જુએ છે તેમને શરમ આવવી જોઈએ. જ્યારે બીજા યુઝરે લખ્યું, શું તમને શરમ નથી આવતી? 25થી વધુ હિન્દુઓને

પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં મારી નાખવામાં આવ્યા હતા અને તમારો મેસેજ અને લોકો પ્રત્યેની ચિંતા ફક્ત તમારા વ્લોગ વિશે છે. શોએબે સ્પષ્ટતામાં એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે સમયે તેણે પોસ્ટ શેર કરી હતી તે સમયે હુમલા વિશે કોઈ માહિતી નહોતી. તે સમયે ફક્ત એટલા જ સમાચાર હતા કે લોકો ઘાયલ થયા હતા. પરંતુ તો પણ લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો. શોએબે એમ પણ કહ્યું કે- આ દરમિયાન ઘણી ફિલ્મોનું પ્રમોશન થયું, પરંતુ ફક્ત તેને જ નિશાન બનાવવામાં આવ્યો અને ટ્રોલ કરવામાં આવ્યો. શોએબે પોતાના વ્લોગમાં

કહ્યું છે કે- કાશ્મીરમાં તેનો નંબર બંધ હતો કારણ કે ત્યાં ફક્ત પ્રી-પેઇડ સિમ જ કામ કરે છે. ફોન બંધ હોવાથી, તે આતંકી હુમલા વિશે માહિતી મેળવી શક્યો નહોતો. જ્યારે તેણે પોતાનો ફોન ચાલુ કર્યો, ત્યારે તેને ફક્ત એક જ સમાચાર મળ્યા કે પહેલગામમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. ત્યારે તેને આતંકી હુમલો કહેવામાં આવી રહ્યો ન હતો. શોએબે આગળ કહ્યું- આપણામાં ઘણા બધા હેટર્સ અને ફેન્સ પણ છે. અમને ઘણા બધાના મેસેજ આવી રહ્યા હતા, તેથી મેં એક સ્ટોરી પોસ્ટ કરી કે અમે દિલ્હી પહોંચી ગયા છીએ અને એક નવો વ્લોગ

આવશે. તે સ્ટોરી પાછળથી વિવાદમાં ફેરવાઈ ગઈ. મારો હેતુ મારા વ્લોગનો પ્રચાર કરવાનો નહોતો. જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો દેખાવા લાગ્યા, ત્યારે મને પણ ખરાબ લાગવા લાગ્યું કારણ કે અમે તે જગ્યાએ ગયા હતા. ત્યારે પણ મેં સ્ટોરી ડિલીટ ન કરી, કારણ કે મારો એ હેતુ નહોતો. ઘણા લોકો મારી પાસે મારી માતા અને બહેનને ગાળો આપતા હતા. શોએબે આગળ કહ્યું- તમે મને એક વાત કહો. તમારામાંથી કેટલા લોકોએ જોયું છે કે મેં નવો વ્લોગ પોસ્ટ કર્યો છે કે નહીં. જો મેં તે મૂક્યું હોત તો પણ, ફક્ત મને અને દીપિકાને જ

કેમ નિશાન બનાવ્યાં. અમે તમારા માટે શું સ્પેશિયલ છીએ. ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે, મ્યૂઝિક વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. તમારું જીવન પણ ચાલતું હશે, તમે પણ ખાવા માટે પૈસા કમાવવા જતા હશો, તો પછી ફક્ત મને જ કેમ નિશાન બનાવવામાં આવ્યો? મારી માતા અને બહેન સાથે દુર્વ્યવહાર કેમ કર્યો? દીપિકાને આટલી બધી ટ્રોલ કેમ કરવામાં આવી? મને લાગે છે કે કદાચ અમે ખાસ છીએ કારણ કે અમને દરેક વસ્તુ માટે ટ્રોલ કરવામાં આવે છે, પછી ભલે તે અમારા કપડાં હોય, અમારો ખોરાક હોય કે અમારો પરિવાર હોય. વેકેશનની તસવીરો જુઓ-

Leave a Reply

Related Post