અપૂર્વાને પોતાની ભૂલનો પસ્તાવો નથી?: ઇન્ફ્લુએન્સરે લેટેન્ટ વિવાદનો પ્રશ્ન સાંભળી કહ્યું- હું સત્ય અહીં નહિ બોલી શકું; પછી પાપારાઝી સાથે ‘તૂ..તૂ..મેં..મેં…’ થઈ

અપૂર્વાને પોતાની ભૂલનો પસ્તાવો નથી?:ઇન્ફ્લુએન્સરે લેટેન્ટ વિવાદનો પ્રશ્ન સાંભળી કહ્યું- હું સત્ય અહીં નહિ બોલી શકું; પછી પાપારાઝી સાથે ‘તૂ..તૂ..મેં..મેં…’ થઈ
Email :

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદને કારણે હેડલાઇન્સમાં છે. તેણે થોડા સમય પહેલા એક ઇમોશનલ વીડિયો મૂક્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે- સમય રૈનાના શોમાં જે કંઈ બન્યું તે પછી તેના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા. તેની સાથે તેના પરિવારને પણ ઘણું બધું ભોગવું પડ્યું છે. હવે તાજેતરમાં અપૂર્વા માખીજાએ વિવાદ બાદ પહેલીવાર પબ્લિક ઈવેન્ટમાં હાજરી આપી હતી, પરંતુ વિવાદ પર અપૂર્વાનું વિચિત્ર નિવેદન ફરી એકવાર ચર્ચાનું કારણ બન્યું છે. તાજેતરમાં અપૂર્વા

માખીજા એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. આ દરમિયાન, પાપારાઝીએ તેને પૂછ્યું, શું તમને લાગી રહ્યું છે કે તમે કોઈ ભૂલ કરી હતી? આના જવાબમાં અપૂર્વાએ કહ્યું, સાહેબ, તમે કેવા પ્રકારના પ્રશ્નો પૂછો છો, હું સત્ય અહીં નહિ બોલી શકું. મારી ભૂલ થઈ ગઈ, કૃપા કરીને મને માફ કરો. અપૂર્વાનું વિચિત્ર નિવેદન સાંભળીને, પાપારાઝીએ ફરીથી કહ્યું, મહેનત કરો, કામ કરો અને નામ કરો. આ સાંભળીને અપૂર્વાએ ફરી કહ્યું- હા, હા, બધા લોકોએ પણ ગાળાગાળી ન

કરવી જોઈએ. જ્યારે તેમને વધુ પૂછવામાં આવ્યું કે, તમે લોકોની નકારાત્મકતાને કેવી રીતે જુઓ છો? આના પર તેણે જવાબ આપ્યો, સાહેબ, હું એટલી સમજું માણસ નથી. મેં કોઈની નકારાત્મકતા વિશે આટલું વિચાર્યું પણ નહોતું. ઠીક છે દોસ્ત, જે થઈ ગયું તે થઈ ગયું. વિવાદ પછી, તેણે પોતાના પહેલા વ્લોગમાં માફી માંગી 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદની સંપૂર્ણ સ્ટોરી અપૂર્વા માખીજા સોશિયલ મીડિયા પર 'ધ રેબેલ કિડ'ના નામથી ફેમસ છે. અપૂર્વાએ તેના વ્લોગમાં જણાવ્યું હતું કે- તેને ઘણી

મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ બધાને કારણે, તેણે પોતાનું સોશિયલ મીડિયા પણ બંધ કરવું પડ્યું. અપૂર્વા માખીજા સમય રૈનાને મળવા અને શોમાં જોડાવા વિશે વાત કરતાં પોતાના યૂટ્યુબ વીડિયો શરૂ કરે છે. અપૂર્વાએ કહ્યું કે- 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો'માં જવાનું તેનું સ્વપ્ન હતું. પરંતુ લાંબા સમય સુધી સમય રૈનાનો ફોન ન આવ્યો. પછી અપૂર્વાએ વિચાર્યું કે, તે જે કરવા માંગતી હતી, તે કરી શકશે નહીં. લેટેન્ટમાં જવું અપૂર્વાનું સપનું હતું સમય રૈનાને મળવા અને

શોમાં જોડાવા વિશેની વાતથી તેણે પોતાનો યુટ્યુબ વિડિયો શરૂ કર્યો. અપૂર્વાએ કહ્યું કે, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં જવું તેનું સ્વપ્ન હતું પરંતુ લાંબા સમય સુધી સમય રૈનાનો ફોન ન આવ્યો, પછી અપૂર્વાએ વિચાર્યું કે, તે જે કરવા માંગતી હતી, તે કરી શકશે નહીં. માતા-પિતા વિશે વાત કરતા સમયે રડવા લાગી આ વીડિયોમાં અપૂર્વાએ તેના માતા-પિતાનો પણ ઉલ્લેખ કર્યો અને રડતા રડતા કહ્યું, જ્યારે મારા માતા-પિતા વિશે ખરાબ બોલવામાં આવતું હતું, ત્યારે મને સૌથી વધુ દુઃખ થતું

હતું. શોમાં માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓનો મામલો સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' પર વિવાદ થયો હતો. સમયે 8 ફેબ્રુઆરીના રોજ તેની યુટ્યુબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો. આ એપિસોડમાં અપૂર્વાએ જજ તરીકે ભાગ લીધો હતો. જેમાં યુટ્યુબર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતા વિશે અભદ્ર વાતો કહી હતી અને અપૂર્વાએ સ્ત્રીઓ વિશે અભદ્ર વાતો કહી હતી. શોમાં એટલી અભદ્ર વાતો કરવામાં આવી હતી કે, જેના વિશે અમે અહિંયા લખી પણ નથી શકતા.

Leave a Reply

Related Post