પેટ્રોલિયમ કંપનીઓના નુકસાનથી ગેસના બાટલાના ભાવ વધ્યા: રાંધણગેસ ₹50 મોંઘો, ઉજ્જવલા લાભાર્થીઓને પણ આંચકો; આવતીકાલથી નવા ભાવ લાગુ

પેટ્રોલિયમ કંપનીઓના નુકસાનથી ગેસના બાટલાના ભાવ વધ્યા:રાંધણગેસ ₹50 મોંઘો, ઉજ્જવલા લાભાર્થીઓને પણ આંચકો; આવતીકાલથી નવા ભાવ લાગુ
Email :

ઘરેલુ ગેસ-સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું છે. આજે એટલે કે સોમવાર 7 એપ્રિલના રોજ પેટ્રોલિયમમંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી. આવતીકાલથી નવા ભાવ લાગુ થશે. ગુજરાતમાં ગેસ-સિલિન્ડરનો સરેરાશ ભાવ 809 રૂપિયા છે, જેના માટે હવે ગ્રાહકોએ 859 રૂપિયા ચૂકવવા પડશે. સરકારે છેલ્લે 8 માર્ચ, 2024ના રોજ મહિલા

દિવસ પર સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ કેમ વધાર્યા? પેટ્રોલિયમમંત્રીએ જણાવ્યું હતું કે કિંમત કરતાં ઓછા ભાવે સિલિન્ડર વેચવાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લગભગ 41,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન ઘટાડવા માટે કિંમતો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. 1 એપ્રિલના રોજ કોમર્શિયલ સિલિન્ડરના

ભાવમાં 44.50 રૂપિયાનો ઘટાડો થયો હતો 1 એપ્રિલના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં 44.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં એની કિંમત ₹41 ઘટીને ₹1762 થઈ ગઈ. પહેલાં એ ₹1803માં મળતું હતું. કોલકાતામાં એ ₹1868.50માં ઉપલબ્ધ છે, એમાં ₹44.50નો ઘટાડો થયો હતો, અગાઉ એની કિંમત ₹1913 હતી.

Leave a Reply

Related Post