બધા જ દેશો સાથે ‘Tit for Tat’ જેવો વ્યવહાર થશે: સંસદમાં ટ્રમ્પે કહ્યું- 2 એપ્રિલથી ભારત સહિત અનેક દેશો પર ટેક્સ લાગુ થશે; સંસદમાં ઝેલેન્સ્કીના લેટરના વખાણ કર્યા

બધા જ દેશો સાથે ‘Tit for Tat’ જેવો વ્યવહાર થશે:સંસદમાં ટ્રમ્પે કહ્યું- 2 એપ્રિલથી ભારત સહિત અનેક દેશો પર ટેક્સ લાગુ થશે; સંસદમાં ઝેલેન્સ્કીના લેટરના વખાણ કર્યા
Email :

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદ (કોંગ્રેસ)ના સંયુક્ત સત્રને ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે સંબોધિત કર્યું હતું. પોતાના પહેલા ભાષણની શરૂઆત તેમણે ‘America Is Back’ કહીને કરી, એટલે કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે

તેમણે 43 દિવસમાં જે કર્યું છે તે 4 વર્ષમાં બાઇડન સરકાર કરી શકી નથી ટ્રમ્પે પોતાના ભાષણમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા. તેમણે કહ્યું કે બાઇડનના નિર્ણયને કારણે લાખો ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશવાની તક મળી.

ટ્રમ્પનું ભાષણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે યુએસ સરકાર રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં સંઘર્ષને સમાપ્ત કરવા અને સંઘીય સરકારમાં ફેરફારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટ્રમ્પના સંબોધનની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ પર જાવ...

Related Post