'ડ્રીમ ગર્લ' પાંચ વર્ષથી બોલિવૂડમાંથી ગાયબ?: એક્ટ્રેસે કહ્યું- આજકાલની ફિલ્મો કરવામાં ખચકાટ થાય છે, મારા માટે અલગ પ્રોજેક્ટ જરૂરી છે

'ડ્રીમ ગર્લ' પાંચ વર્ષથી બોલિવૂડમાંથી ગાયબ?:એક્ટ્રેસે કહ્યું- આજકાલની ફિલ્મો કરવામાં ખચકાટ થાય છે, મારા માટે અલગ પ્રોજેક્ટ જરૂરી છે
Email :

બોલિવૂડ 'ડ્રીમ ગર્લ' હેમા માલિની છેલ્લા પાંચ વર્ષથી ફિલ્મોથી દૂર છે. હાલ એક્ટ્રેસે આ મુદે વાત કરી હતી અને કહ્યું કે- આજકાલ બની રહેલી ફિલ્મોમાં હું ફિટ થઈ શકીશ કે નહીં આથી ખચકાટ થાય છે. 'આજકાલની ફિલ્મો માટે હું ફિટ બેસતી નથી' તાજેતરમાં હેમા માલિનીને પૂછવામાં આવ્યું હતું કે- શું તે ફિલ્મોમાં પાછા ફરવા માટે ઇન્ટરેસ્ટેડ છે? જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું- આજકાલ બનતી ફિલ્મોમાં હું ફિટ બેસતી નથી. મને ફિટ કરવા માટે કંઈક અલગથી

કરવું પડશે. શું હેમા માલિની કમબેક કરશે? હેમા માલિની સાથે તેની દીકરી પુત્રી ઈશા દેઓલ પણ જોવા મળી હતી. ઈશાએ હેમા માલિનીના ઈન્ડસ્ટ્રીમાં કમબેક અને એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા વિશે વાત કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે, શું હેમા માલિનીને ઇન્ડસ્ટ્રીમાં પાછા આવવા માટે કંઈ સમજાવવાની જરૂર છે? જેના જવાબમાં ઈશાએ કહ્યું, મને લાગે છે કે તે કંઈક એવું ઇચ્છે છે જે તેના માટે યોગ્ય હોય. હેમા માલિનીએ 1963માં કારકિર્દીની શરૂઆત કરી હતી હેમા

માલિનીએ 1963માં તમિલ ફિલ્મ 'ઇધુ સાથિયમ​​'​​​​​થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1968માં તેણે ફિલ્મ 'સપનોં કા સૌદાગર'થી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું. આ પછી હેમા માલિનીએ બોલિવૂડમાં 'શોલે', 'સત્તા પે સત્તા', 'સીતા ઔર ગીતા', 'કસૌટી', 'ત્રિશુલ' અને 'મહેબૂબા' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. હેમા છેલ્લે 2020માં ફિલ્મ 'શિમલા મિર્ચી'માં જોવા મળી હતી. તેમાં રાજકુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. તે રમેશ સિપ્પી દ્વારા ડિરેક્ટેડ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી.

Leave a Reply

Related Post