રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત્ રહેશે: પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થશે, મહત્તમ તાપમાનમાં સતત વધારો થતાં ગરમી અનુભવાશે

રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત્ રહેશે:પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થશે, મહત્તમ તાપમાનમાં સતત વધારો થતાં ગરમી અનુભવાશે
Email :

રાજ્યામાં ફેબ્રુઆરી મહિનામાં જ જાણે શિયાળાએ વિદાય લીધી હોય તેમ ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સતત ચાર દિવસથી વધારો થઈ રહ્યો છ, જ્યારે લઘુત્તમ તાપમાનમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સતત બીજા દિવસે એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. એટલે કે, મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ આગામી પાંદ દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. એટલે કે, તાપમાનમાં

ઘટાડો થવાની શક્યતાઓ નહીવત છે તેથી ગરમીનો અનુભવ થશે. આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપર હાલ ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તેને કારણે તાપમાનમાં થોડા અંશે વધારો નોંધાયો છે. પરંતુ આગામી પાંચ દિવસ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહીવત છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે જ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતાઓ

નથી. જ્યારે મહત્તમ તાપમાન પણ યથાવત્ રહેવાની સંભાવના છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી નોંધાયું છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં સતત બીજા દિવસે એક ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 13.08 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 15.4 ડિગ્રી, રાજકોટમાં 14.7 ડિગ્રી અને સુરતમાં 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Related Post