હાલોલમાં નકલી સરકારી અધિકારી ઝડપાયો: 24 વર્ષીય યુવકે કારમાં લાલ-ભૂરી લાઈટ લગાવી, 'ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા' લખાવ્યું

હાલોલમાં નકલી સરકારી અધિકારી ઝડપાયો:24 વર્ષીય યુવકે કારમાં લાલ-ભૂરી લાઈટ લગાવી, 'ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા' લખાવ્યું
Email :

હાલોલ રૂરલ પોલીસે એક યુવકને બનાવટી સરકારી અધિકારી તરીકે ફરતા પકડ્યો છે. આરોપી ધ્રુવકુમાર કાળુભાઇ વાળંદ (24) હાલોલના કંજરી રોડ સ્થિત હરિદર્શન સોસાયટીમાં રહે છે. તે મૂળ શહેરા તાલુકાના નાંદરવા ગામનો વતની છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી. આરોપીએ પોતાની 10 લાખની કિયા કંપનીની કાળા

રંગની કાર પર લાલ-ભૂરી લાઈટ લગાવી હતી. કાર પર 'ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા' લખાવ્યું હતું. કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી. જોકે, ડિક્કીમાંથી GJ-17-CK-3514 નંબરની રજિસ્ટ્રેશન પ્લેટ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તે કોઈ સરકારી હોદ્દા પર નથી. તેણે માત્ર સમાજમાં રાજ્યસેવક તરીકેની છાપ ઊભી કરવા માટે આ

કૃત્ય કર્યું હતું.પોલીસે આરોપીની કાર જપ્ત કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ કલમ-204 અને એમ.વી. એક્ટ 177 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના IGP આર.વી. અસારી અને SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. આ કામગીરીમાં PI આર.એ. જાડેજા, PSI જે.ડી. તરાલ સહિતની પોલીસ ટીમ સામેલ હતી.

Leave a Reply

Related Post