કચ્છમાં મધરાતે 5ની તીવ્રતાનો ભૂકંપ: કાશ્મીરમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત, કેટલાક હજુ લાપતા, મુંબઈથી અમદાવાદ આવતી ટ્રકમાંથી 746 કિલો ગાંજો પકડાયો

કચ્છમાં મધરાતે 5ની તીવ્રતાનો ભૂકંપ:કાશ્મીરમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત, કેટલાક હજુ લાપતા, મુંબઈથી અમદાવાદ આવતી ટ્રકમાંથી 746 કિલો ગાંજો પકડાયો
Email :

J Kના આતંકી હુમલામાં 3 ગુજરાતીનું મોત જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું. જે હુમલામાં 25થી વધુ પ્રવાસીઓ માર્યા ગયા જેમાં 3 ગુજરાતીનાં પણ મોત થયાં છે. તો 12 ઘાયલ ટૂરિસ્ટમાં 2 ગુજરાતી સામેલ છે. તેમજ કેટલાક ગુજરાતીઓ ગુમ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કચ્છમાં

મોડીરાતે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો કચ્છમાં મોડીરાતે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેનું કેન્દ્રબિંદુ અંજારના દુધઈથી 17 કિમી દૂર નોંધાયું. ભૂકંપની અસર વાગડ, રાપર, ભચાઉથી લઈને અંજાર, ભુજ અને નખત્રાણા સુધી અનુભવાઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ત્રણ દિવસ આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ

આકરી ગરમી પડવાની આગાહી કરી છે... આજે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. મુંબઈથી અમદાવાદ આવતી ટ્રકમાંથી 746 કિલો ગાંજો પકડાયો કામરેજના વલથાણ ગામ પાસે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રકમાંથી 746 કિલો ગાંજો પકડાયો. સુરત ગ્રામ્ય પોલીસે 90 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ છે અને અન્ય વોન્ટેડ આરોપીઓની

શોધખોળ ચાલુ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો VS હોસ્પિ.માં ક્લિનકલ ટ્રાયલ મામલે ડૉ. રાણાનો સ્ફોટક પત્ર VS હોસ્પિટલમાં ક્લિનકલ ટ્રાયલ મામલે સસ્પેન્ડ કરાયેલા ડૉક્ટર રાણાનો સ્ફોટક પત્ર સામે આવ્યો... જેમાં તેમણે 'મને સસ્પેન્ડ અને બદલીની ધમકી આપી, ફાઈલોની ચોરી બાદ ડીને 3 મહિનાના CCTV જોવા ન આપ્યા'નો

ઉલ્લેખ કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પાંચમાં માળેથી બાળકના માથે પોપડો પડતા મોત સુરતના સરથાણામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં પાંચમાં માળેથી પીઓપીનો પોપડો બાળકના માથે પડ્યો. 11 દિવસ મોત સામે લડી આખરે ગઈકાલે બાળકે દમ તોડતા પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો

જોવા માટે અહીં ક્લિક કરો ભાઈએ જ મોટાભાઈને કુહાડીથી પતાવી દીધો ઊનામાં ભાઈએ જ સગા મોટાભાઈને કુહાડીથી પતાવી દીધો. પરિવારે કોઈને જાણ કર્યા વિના મૃતકની દફનવિધિ કરી નાખી હતી. પોલીસને જાણ થતા પોલીસે કબ્રસ્તાનમાંથી મૃતદેહને બહાર કાઢી આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post