Lifestyle: વધુ પડતા વિટામિન્સ શરીર માટે નુકસાનકારક, જાણો આડઅસર

Lifestyle: વધુ પડતા વિટામિન્સ શરીર માટે નુકસાનકારક, જાણો આડઅસર
Email :

સ્વસ્થ રહેવા માટે વિટામિન્સ જરૂરી છે. આ શરીરને મજબૂત બનાવે છે. હાડકાં અને દાંત સ્વસ્થ રહે છે. જોકે, તેનું સેવન જરૂરિયાત મુજબ જ કરવું જોઈએ. વધુ પડતા વિટામિનનું સેવન પણ ખતરનાક છે. આના કારણે, હાઇપરકેલ્સેમિયા નામનો ખતરનાક રોગ થઈ શકે છે. ખાસ કરીને વિટામિન ડીનું વધુ પડતું પ્રમાણ આ સમસ્યાને વધારી શકે છે. ત્યારે હાઈપરકેલ્સેમિયા કયો રોગ છે? અને શું છે તેના લક્ષ્ણો આવો જોઇએ.

વધુ પડતું કેલ્શિયમ ખતરનાક

શરીરમાં વધુ પડતું કેલ્શિયમ ખતરનાક બની શકે છે. આના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જો તેનું સમયસર નિદાન અને સારવાર ન કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વધુ પડતા વિટામિન્સ ખાવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. લોહીમાં કેલ્શિયમની વધુ પડતી માત્રા હાયપરકેલ્સેમિયાનું કારણ બને છે. આવી સ્થિતિમાં, શરીર તે વધારાના કેલ્શિયમનો ઉપયોગ કરી શકતું નથી. આનાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. વારંવાર પેશાબ કરવાની ઇચ્છા થાય છે અને વ્યક્તિને ખૂબ તરસ લાગે છે. એટલું જ નહીં, કેલ્શિયમની વધુ માત્રા નર્વસ સિસ્ટમને પણ સંપૂર્ણપણે નુકસાન પહોંચાડી શકે છે. તેથી સાવધાની રાખવી જોઈએ.

શરીરમાં કેલ્શિયમ વધવાથી કઈ સમસ્યાઓ થાય છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે, રક્ત પરીક્ષણ દ્વારા હાઈપરકેલ્સેમિયા શોધી શકાય છે. જો તેનું સમયસર નિદાન ન થાય અને યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો, તે હાડકાને નુકસાન, કિડનીમાં પથરી, કિડની ફેલ્યોર અને હૃદય રોગનું કારણ બની શકે છે.

હાઈપરકેલ્સેમિયાનું કારણ

1. ડૉક્ટરની સલાહ લીધા વિના વધુ પડતા વિટામિન સપ્લિમેન્ટ્સ લેવા.

2. વિટામિનથી ભરપૂર ખોરાક વધુ લો.

3. વિટામિન ડી મેળવવા માટે લાંબા સમય સુધી તડકામાં રહેવું.

હાઈપરકેલ્સેમિયા કેવી રીતે ઓળખવું

ઉલટી, ઉબકા, થાક અનુભવવો, ખૂબ જ નબળાઇ મહેસૂસ કરવી, ખૂબ તરસ લાગવી, વારંવાર પેશાબની સમસ્યા, કિડની સ્ટોન, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો, વજન ઘટાડવું,

હાયપરકેલ્સેમિયાની સારવાર

1. જો હાઈપરકેલ્સેમિયા જોવા મળે તો ડૉક્ટરની સલાહ લો.

2. ડૉક્ટરની સલાહ વગર વિટામિન-કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ ન લો.

3. વિટામિન્સ ધરાવતા ખોરાકનું સેવન ઓછું કરો.

4. લાંબા સમય સુધી તડકામાં ન બેસો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.  

Leave a Reply

Related Post