Editor's View: ટ્રમ્પને રેલો આવ્યો

Editor's View: ટ્રમ્પને રેલો આવ્યો:'રેર અર્થ' પર ચીનની લગામ, જિનપિંગના એક નિર્ણયથી મહાસત્તા મુશ્કેલીમાં, જાપાન-જર્મની જેવા દેશોના જીવ અધ્ધર
Email :

મોબાઇલ, લેપટોપ, મશીનરી, મેડિકલનાં આધુનિક સાધનો, ફાઇટર પ્લેન, ટેસ્લાની કાર, ઈલેક્ટ્રિક કાર.... આ અને આના સિવાયની એ તમામ વસ્તુઓ જેના કારણે અત્યારની મોડર્ન દુનિયા ચાલી રહી છે એમાં દુર્લભ ખનિજો વપરાય છે. અંગ્રેજીમાં આ ખનિજો 'રેર અર્થ'ના નામે ઓળખાય છે. આ રેર અર્થ પર ચીનનું એકચક્રી શાસન છે, કારણ કે આ દુર્લભ ખનિજોની ખાણો ચીનમાં છે. આ મિનરલ્સને રિફાઇન કરવાની ક્ષમતા પણ એકલા ચીન પાસે છે. ટ્રમ્પે ટેરિફ લાદી દીધા એટલે ચીને કેટલાંક મહત્ત્વનાં ખનિજો પર લાઇસન્સ લેવાનો ફરજિયાત નિયમ બનાવી દીધો. અમેરિકાને તો કહી જ દીધું કે આ ખનિજો તમને નહીં મળે. હવે ટ્રમ્પને બરાબરનો રેલો આવ્યો છે. નમસ્કાર, ચીન શિયાળ જેવો લુચ્ચો દેશ છે. ભારત હોય કે અમેરિકા, પોતાનું પોત પ્રકાશીને જ રહે છે. ટૂંકમાં, મહાસત્તા બનવા માટે ચીન કંઈપણ કરી શકે છે. ચીને અત્યારે તો દુનિયાભરમાં રેર અર્થની નિકાસ સ્થગિત કરી દીધી છે. ચીને અચાનક શું નિર્ણય લીધો? મોડર્ન વર્લ્ડમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, ચિપ્સ, કાર, બેટરી, મશીનરી જરૂરી છે. આ બધા વગર આધુનિક દુનિયા ચાલે

એમ નથી, પણ આ બધું ચલાવવા માટે કેટલાંક અગત્યનાં ખનિજોની જરૂર પડે છે. આ ખનિજો દુર્લભ છે, કારણ કે વિશ્વભરમાં માત્ર ચીન પાસે છે. આ દુર્લભ ખનિજો માટે રેર અર્થ શબ્દ પ્રચલિત છે. જો ચીન દુનિયાને આ ખનિજો આપવાનું બંધ કરી દે તો દુનિયા ઠપ થઈ જાય એ પણ હકીકત છે. હવે ચીને એવો નિર્ણય લીધો છે કે ચીનમાંથી જે રેર અર્થ નીકળે છે એ અલગ અલગ દેશો જરૂરિયાત મુજબ લઈ જતા હતા, હવે નહીં લઈ જઈ શકે. જે દેશોએ આ રેર અર્થ જોઈતા હશે તેમણે ચીન પાસેથી લાઇસન્સ લેવાનું રહેશે. આનો અમલ 4 એપ્રિલથી જ થઈ ચૂક્યો છે. બીજું, ચીને લાઇસન્સ માટે 7 ખનિજ અલગ તારવ્યાં છે. આ 7 મિનરલ્સ પર જે દેશ લાઇસન્સ લેશે તેને જ નિકાસ કરાશે. ચીને આ 7 મિનરલ્સની યાદી જાહેર કરીને કહ્યું કે આ રેર અર્થ અમેરિકાને તો આપીશું જ નહીં. અત્યારે ચીનમાં એ હાલત છે કે ચીને લાઇસન્સ સિસ્ટમ શરૂ કરી નથી. હજી શરૂ થતાં બે મહિના જેટલો સમય થશે.

ત્યાં સુધી ખનિજો ભરેલી શિપ ચીનના બંદરે લાંગરેલી રહેશે. દુનિયાના 90 ટકા રેર અર્થ ચીનની જમીનમાંથી નીકળે છે. રેર અર્થ છે શું? જમીનમાંથી નીકળતી 17 જેટલી દુર્લભ ધાતુઓના સમૂહને રેર અર્થથી ઓળખવામાં આવે છે. આ 17 ધાતુમાં સિરિયમ, ડિસપ્રોસિયમ, અર્બિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, હોલ્મિયમ, લેથેનમ, લ્યુટેટિયમ, નિયોડિમિયમ, પ્રેજોડાયમિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, સ્કેન્ડિયમ, ટર્બિયમ, થ્યુલિયમ, યિટ્રિયમ અને અટ્રિયમ સામેલ છે. આ દુર્લભ ખનિજો પર પ્રોસેસ કરીને રિફાઇન કરીને ધાતુ અને મેગ્નેટ બનાવાય છે. ચીને કયાં 7 રેર અર્થ મિનરલ્સ માટે લાઇસન્સ ફરજિયાત કર્યું? ડિસપ્રોસિયમ શું કામ કરે છે? : મેગ્નેટની તાકાત વધારે છે. પરમાણુ રિએક્ટરમાં કંટ્રોલ પાવર તરીકે ઉપયોગ થાય છે. સફેદ અને પીળા રંગનો પ્રકાશ પેદા કરવામાં મદદરૂપ થાય છે. ગેડોલિનિયમ શું કામ કરે છે? : પરમાણુ રિએક્ટરમાં કેટલિસ્ટનું કામ કરે છે. મેડિકલ ફિલ્ડમાં MRI મશીન, ટીવીની સ્ક્રીન, ફ્લોરોસેન્ટ લેમ્પમાં ઉપયોગ થાય છે. લ્યુટેટિયમ શું કામ કરે છે? : ગેસોલિન અને ડીઝલ બનાવવામાં મદદરૂપ. કેન્સરની કોશિકાઓનો નાશ કરવા એમાંથી દવા બને છે. સમેરિયમ શું કામ કરે છે?

: આનાથી બનેલા મેગ્નેટ હાઇ ટેમ્પરેચરમાં પણ તાકાત ગુમાવતા નથી. મિસાઈલ ગાઈડન્સ સિસ્ટમ, ટર્બાઈન, ઈલેક્ટ્રિક મોટર અને હાડકાંના કેન્સરના ઈલાજમાં ઉપયોગી. સ્કેન્ડિયમ શું કામ કરે છે? : આ ખરા અર્થમાં રેર કહી શકાય એવું રેર અર્થ મટીરિયલ છે. વજનમાં ખૂબ હળવું હોય છે. હથિયાર બનાવવામાં અને સેમિકન્ડક્ટરમાં એનો ઉપયોગ. ટર્બિયમ શું કામ કરે છે? : ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ સ્ક્રીનમાં લીલા કલરની લાઈટ ઉત્પન્ન કરે છે. સેન્સર અને હાઇફાઇ સ્પીકરમાં ઉપયોગ. યિટ્રિયમ શું કામ કરે છે? : ધરતી પર આ સૌથી વધારે માત્રામાં મળે છે. પેટ્રોલિયમ રિફાઈનિંગ, માઈક્રોવેવ ફિલ્ટર અને રડાર સિસ્ટમમાં ઉપયોગ. ચીનના નિર્ણયથી ઘણા દેશોના જીવ અધ્ધર થઈ ગયા સાત પ્રકારના રેર અર્થ માટે લાઇસન્સ આપવું કે નહીં એ ચીનના મૂડ પર છે. ચીનના આ લાઇસન્સના નિર્ણયથી અમેરિકી કંપનીઓમાં હડકંપ મચી ગયો છે, કારણ કે ટેસ્લા, એપલ એ બધી કંપનીઓની કરોડરજ્જુ આ જ ધાતુ છે. હવે અમેરિકાને એવો ભય છે કે ક્યાંક રેર અર્થ મિનરલ્સનો યુએસમાં જે જથ્થો છે એ ખતમ ન થઈ જાય.

આ ભય માત્ર અમેરિકાને નહીં, જાપાન, જર્મની, યુરોપ બધાને છે. ડર એ છે કે ચીન સપ્લાયની આખી ચેઈન જ બંધ કરી દે તો શું થશે? આવું પહેલાં થઈ ચૂક્યું છે. 2010માં જાપાન સાથે ઝઘડો થયો હતો ચીને બે મહિના સુધી રેર અર્થની નિકાસ અટકાવી દીધી. જાપાન ઘૂંટણિયે પડ્યું પછી સપ્લાય ચાલુ કરી. પછી તો જાપાની કંપનીઓએ શીખ લીધી ને તે એક-એક વર્ષનો સ્ટોક કરવા લાગી, પણ અમેરિકા પાસે એવો કોઈ સ્ટોક નથી. દુનિયાનો સૌથી સમૃદ્ધ રેર અર્થ મિનરલ્સનો ભંડાર ચીનના જિયાંગશુ અને લોંગનાન પ્રાંતના લાલ માટીનાં જંગલોમાં છે. આ માટી અને પથ્થરોમાંથી ધાતુ કાઢીને એને રિફાઈન કરીને માર્કેટમાં સપ્લાય કરવાની આવડત અને સિસ્ટમ પણ ચીન પાસે જ છે. જંગલોમાંથી રફ ધાતુઓ કાઢીને રિફાઈનરીમાં મોકલે છે. ચીનની મોટા ભાગની રિફાઇનરીઓ અને મેગ્નેટ ફેક્ટરીઓ લોંગનાન અને ગાંઝોઉમાં નજીક છે, જે લગભગ 128 કિલોમીટર દૂર છે. રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ કઈ કઈ વસ્તુમાં થાય છે? રેર અર્થના સહારે ચીન મહાસત્તા બની જશે ચીનમાં કુદરતે રેર અર્થના એવા ભંડાર આપ્યા છે,

જો ચીન આ ભંડાર આપવાનું બંધ કરી દે તો મોડર્ન દુનિયા જ અટકી પડે. રેર અર્થ ધાતુમાં આખી દુનિયામાં ચીનનું એક હથ્થું શાસન છે. અમેરિકામાં રેર અર્થ મિનરલ્સની એક ખાણ છે. એનું નામ માઉન્ટેન પાસ. પણ અહીંથી નીકળેલા કાચા માલને રિફાઈન કરવા તો ચીન જ મોકલવો પડે છે. આ લાઇસન્સ પ્રથાથી ચીનને બહુ નુકસાન નહીં થાય, કારણ કે એકલદોકલ દેશને લાઇસન્સ ન મળે, પણ બીજા દેશોમાં તો નિકાસ ચાલુ જ રહેશે. ચીનની અર્થવ્યવસ્થાની તો કાંકરી પણ નહીં હલે, પણ અમેરિકાની દુખતી નસ પર ચીને પગ મૂકી દીધો છે. અમેરિકા પાસે બે રસ્તા છે. એક તો એ કે પોતે જ રેર અર્થની રિફાઈનરી બનાવે અથવા બીજા દેશો પાસેથી સપ્લાય ચેઈન તૈયાર કરે. ચીને છેલ્લાં 30 વર્ષમાં રેર અર્થ ઈન્ડસ્ટ્રીને એ સ્તરે પહોંચાડી દીધી છે કે અમેરિકા રેર અર્થ રિફાઈન કરવા માગે તોપણ વર્ષો વીતી જાય તેમ છે. રેર અર્થને આંકડામાં સમજો અમેરિકામાં રેર અર્થ ધાતુઓ ક્યાં ક્યાં વપરાય છે? ચીનના નિર્ણય પછી કોણે શું કહ્યું? વ્હાઈટ હાઉસ તરફથી

રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટોચના આર્થિક સલાહકાર કેવિન હેસેટે જણાવ્યું હતું કે ચીનની રેર અર્થની નિકાસ પર રોક એ અમેરિકા માટે ચિંતાનો વિષય છે. અમે આના બીજા ઓપ્શન વિશે વિચારી રહ્યા છીએ. અમેરિકામાં ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન માટે રેર અર્થ મહત્ત્વના છે. ક્રિટિકલ મિનરલ્સ ઈન્સ્ટિટ્યૂટના કો.ચેર મેલિસા સેન્ડરસને કહ્યું હતું કે ચીને વ્યૂહાત્મક રીતે એવાં 7 મિનરલ્સની યાદી બનાવી. તેમણે એવી વસ્તુઓ પસંદ કરી, જે યુએસના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે. ઇલોન મસ્ક, જેમને ઇવીથી લઈને રોકેટ સુધીના તેમનાં ટેક ઉત્પાદનો માટે રેર અર્થની જરૂર છે. મસ્કે ચીનના દબાણ વચ્ચે એવી પ્રતિક્રિયા આપી કે રેર અર્થ આપણે માનીએ છીએ એટલું દુર્લભ નથી. ચીન, વિયેતનામ, બ્રાઝિલ અને રશિયા પછી રેર અર્થના ભંડારમાં ભારત દુનિયામાં પાંચમા ક્રમે છે, પરંતુ ચીન પાસે આ રેર અર્થને રિફાઈન કરવાની 90% ક્ષમતા છે જે બીજા કોઈ દેશ પાસે નથી. મસ્કે લખ્યું કે આને રેર કહેવાય છે, બાકી આ રેર નથી. ભારતે રેર અર્થમાં પણ આત્મનિર્ભર બનવું પડશે રેર અર્થ મિનરલ્સનો મોટો ભંડાર ભારત પાસે છે. ભારતના

સમુદ્રકિનારો સૌથી મોટો છે અને સમુદ્રકિનારેથી રેર અર્થ મિનરલ્સનો ભંડાર મળી રહે એમ છે, પણ ભારત રેર અર્થનું પ્રોડક્શન ખાસ કરતું નથી. બીજું, ભારત પાસે આ ખનિજોને રિફાઈન કરવાની જોઈએ એટલી સુવિધા નથી. એટલે અંતે તો ભારતે પણ આ મામલે ચીન પર જ નિર્ભર રહેવું પડે છે. ભારતને રેર અર્થ મિનરલ્સની જરૂર છે અને જરૂર મુજબ આયાત પણ કરે છે. હવે ચીને અત્યારે બધી નિકાસ સ્થગિત કરી દીધી છે તો એ બાબતે ભારતે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જે ગેજેટ્સ, મોબાઈલ ભારતમાં ઓછા બને છે ને બહારથી ઈમ્પોર્ટ થાય છે. હા, ભારતને રેર અર્થની જરૂર પડતી હોય તો એ સૌથી વધારે ડિફેન્સ સેક્ટરમાં પડે છે. અત્યારે ભારત જરૂરતના 35 ટકા રેર અર્થ ઉત્પાદન કરી શકે છે, પણ બાકીનું 65થી 70 ટકા તો આયાત જ કરવું પડે છે. હવે સમય આવી ગયો છે કે ભારતે રેર અર્થમાં પણ આત્મનિર્ભર બનવું પડશે.’’ કયા દેશ પાસે રેર અર્થનો કેટલો જથ્થો શી જિનપિંગનો ત્રણ દેશનો પ્રવાસ અને મહાસત્તા બનવાની ડિપ્લોમસી

ચીન હવે સાઉથ ઈસ્ટ એશિયામાં નવા દેશો સાથે સંબંધો સુધારવા માગે છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાંચ દિવસના પ્રવાસે ગયા છે. તે વિયેતનામ, મલેશિયા અને કંબોડિયા જવાના છે. જિનપિંગની આ યાત્રા મહત્ત્વની છે, કારણ કે તે 5જી મોબાઇલ નેટવર્ક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન ડેવલપમેન્ટના ફિલ્ડમાં સહયોગ મેળવવા માગે છે. ચીનના રાષ્ટ્રપતિ આશિયાન દેશોને મેસેજ આપવા માગે છે કે અમેરિકાએ ટેરિફ વધાર્યો છે અને જો તમે હેરાન છો તો ચીન મજબૂત સાથી બની શકશે. વિયેતનામે ભલે જિનપિંગનું સ્વાગત તો કર્યું, પણ બિઝનેસ માટે તે અમેરિકા સાથે ક્યારેય સંબંધ નહીં બગાડે, કારણ કે વિયેતનામ જાણે છે કે નિકાસની બાબતમાં અમેરિકા જેવો પાવરફુલ દેશ કોઈ નથી. છેલ્લે, એક ડગલું આગળ વધીને ચીને પોતાની એરલાઇન્સ કંપનીને નવો આદેશ જારી કર્યો છે. ચીને સ્પષ્ટ સૂચના આપી છે કે હવેથી અમેરિકાની બોઈંગ કંપનીનાં વિમાન ખરીદવાનાં નથી. ટેસ્લા, એપલ અને હવે બોઈંગ... ચીન અત્યારે અમેરિકન કંપનીઓને ટાર્ગેટ કરીને આર્થિક રીતે ભાંગી રહ્યું છે. સોમવારથી શુક્રવારે રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post