ઇલોન મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડ્યો: કહ્યું- થેન્ક યુ… પ્રેસિડન્ટ; ટ્રમ્પના 'બિગ બ્યૂટિફુલ બિલ'ના વિરોધમાં હતા, એને ફાલતુનો ખર્ચ ગણાવ્યો

ઇલોન મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડ્યો:કહ્યું- થેન્ક યુ… પ્રેસિડન્ટ; ટ્રમ્પના 'બિગ બ્યૂટિફુલ બિલ'ના વિરોધમાં હતા, એને ફાલતુનો ખર્ચ ગણાવ્યો
Email :

ટેસ્લાના માલિક અને અમેરિકન અબજોપતિ ઇલોન મસ્કે ટ્રમ્પ વહીવટ છોડી દીધો છે. તેમણે ભારતીય સમય મુજબ, ગુરુવારે સવારે 5.30 વાગ્યે સોશિયલ મીડિયા X પર આ માહિતી આપી. મસ્કે કહ્યું હતું કે ટ્રમ્પના સલાહકાર તરીકેનો મારો સમય પૂરો થઈ ગયો છે. તેમણે આ જવાબદારી માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પણ આભાર માન્યો. ટ્રમ્પે મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ની જવાબદારી સોંપી હતી, જેનું કામ સરકારના નકામા ખર્ચને ઘટાડવાનું હતું. રાજીનામાના એક દિવસ પછી આ કાર્યકાળ સમાપ્ત થવાનો હતો માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે મસ્કને ફક્ત 30 મે, 2025

સુધી DOGE ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા, એટલે કે જ્યારે મસ્કે રાજીનામું આપ્યું ત્યારે તેમનો કાર્યકાળ તેના એક દિવસ પછી જ સમાપ્ત થઈ રહ્યો હતો. મસ્ક ટ્રમ્પના 'બિગ બ્યૂટિફુલ' બિલના વિરોધમાં હતા મસ્ક એ બિલનો વિરોધ કરી રહ્યા હતા, જેને ટ્રમ્પે બિગ બ્યૂટિફુલ ગણાવ્યું હતું. DOGE છોડતાં પહેલાં મસ્કે કહ્યું હતું કે DOGEનું કામ ખર્ચ ઘટાડવાનું છે અને આ બિલ એ હેતુ વિરુદ્ધ છે. બિગ બ્યૂટિફુલ બિલ પર વિવાદ કેમ થયો, 5 મુદ્દા 1. આ બિલ 2017માં ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આવકવેરા અને એસ્ટેટ ટેક્સ કાપને વિસ્તૃત

કરે છે અને કાયમી બનાવે છે. 2. એમાં ઓવરટાઇમ, ટિપ્સ અને સામાજિક સુરક્ષા આવક પર નવા કર કાપના નિયમો છે. વ્હાઇટ હાઉસ કહે છે કે જે લોકો વાર્ષિક $30,000થી $80,000 કમાય છે તેમના કરમાં આવતા વર્ષે 15% ઘટાડો થશે. 3. સરહદ સુરક્ષા (ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે) અને યુએસ લશ્કર અને સંરક્ષણને મજબૂત બનાવવા પર વધુ ખર્ચ કરવો. 4. સરકારી ખર્ચમાં નકામા ખર્ચ, છેતરપિંડી અને દુરુપયોગ ઘટાડવો. 5. દેવાંની ટોચમર્યાદા; એટલે કે સરકાર કેટલું દેવું લઈ શકે એની મર્યાદા વધારવી. આ મર્યાદા સમયાંતરે વધારવી પડશે, જેથી સરકાર તેના

બિલ અને ખર્ચાઓ પૂરા કરી શકે. જો એમાં વધારો ન થાય તો સરકાર એનાં બિલ ચૂકવી શકશે નહીં. સરકારથી અલગ, ટ્રમ્પથી પણ અંતરના સંકેતો DOGE છોડવાના એક દિવસ પહેલા, મસ્કે અમેરિકન ટીવી ચેનલ CBSને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- રાજકારણમાં મારે જે કરવાનું હતું તે મેં કર્યું છે. હવે હું દાન નહીં કરું. વોશિંગ્ટન પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં, મસ્કે કહ્યું હતું કે- ફેડરલ નોકરશાહીની સ્થિતિ મારા વિચાર કરતાં વધુ ખરાબ છે. આ બંને નિવેદનો સંકેત આપે છે કે મસ્ક પોતાને રાજકારણથી દૂર રાખશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્ક

હવે સરકારી ભૂમિકા છોડીને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી તેમની કંપનીઓ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છે. DOGEનું હવે શું થશે, 4 મુદ્દા મસ્ક-ટ્રમ્પ વચ્ચે અગાઉ પણ મતભેદો રહ્યા છે મસ્ક નારાજ, કારણ કે xAIને UAEમાં ડેટા સેન્ટરનો કોન્ટ્રેક્ટ ન મળ્યો OpenAIએ 22 મેના રોજ UAEમાં એક મોટું AI ડેટા સેન્ટર બનાવવાનો કોન્ટ્રેક્ટ જીત્યો હતો. મસ્કની કંપની xAIએ પણ આ સોદામાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ ગઈ. તેમની હરીફ કંપનીને કોન્ટ્રેક્ટ મળ્યા પછી મસ્કે ટ્રમ્પના સલાહકાર ડેવિડ સૅક્સ અને અન્ય અધિકારીઓની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યો.

ટ્રમ્પની ટીમ નારાજ, કારણ કે $100 મિલિયનનું વચન આપ્યું, આપ્યા નહીં મસ્કે 2024ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ માટે $250 મિલિયન ખર્ચ્યા હતા. તેમણે 2026ની મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પની ટીમને $100 મિલિયનનું વચન આપ્યું હતું, પરંતુ આ રકમ હજુ સુધી આપવામાં આવી નથી, જેના કારણે ટ્રમ્પના ઘણા સાથીઓ નારાજ છે. મસ્કને ગુપ્ત માહિતી આપવાના સમાચારથી સરકાર શરમમાં ન્યૂ યોર્ક ટાઈમ્સે 20 માર્ચ, 2025ના રોજ પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે મસ્કને 21 માર્ચે પેન્ટાગોનમાં ચીન સાથેના સંભવિત યુદ્ધ અંગે એક ગુપ્ત બ્રીફિંગ આપવામાં આવશે. આ બ્રીફિંગ 'ધ ટેન્ક'

નામના ખાસ રૂમમાં આપવામાં આવનાર હતી. આ સમાચાર લીક થતાં જ ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા. તેમણે આ સમાચારને ખોટા ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે મસ્કનો ચીનમાં વ્યવસાય છે. તેમને કોઈપણ સંજોગોમાં ચીન સંબંધિત ગુપ્ત માહિતી આપવામાં આવશે નહીં. જોકે, મસ્ક 21 માર્ચે પેન્ટાગોન ગયા, પરંતુ 'ધ ટેન્ક' રૂમમાં જવાને બદલે, તેઓ રક્ષામંત્રી પીટ હેગસેથના કાર્યાલયમાં ગયા. એવું કહેવામાં આવ્યું હતું કે આ બેઠકમાં ચીન પર કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ DOGE અંગે યોજનાઓ બનાવવામાં આવી હતી. તે જ સમયે, ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ પછી, મસ્કે X પર લખ્યું કે

તેઓ ખોટી માહિતી લીક કરનારા પેન્ટાગોન અધિકારીઓ સામે કેસ ચલાવવા માગે છે. આ પછી, પેન્ટાગોનના ચીફ ઓફ સ્ટાફ જો કેસ્પરે તેની તપાસ શરૂ કરી. આમાં, પેન્ટાગોનના અધિકારીઓનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી, પેન્ટાગોનના બે વરિષ્ઠ અધિકારીઓ ડેન કેલ્ડવેલ અને ડેરિન સેલ્નિકને પેન્ટાગોનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના પછી ટ્રમ્પ સરકારની ભારે ટીકા થઈ હતી. ટ્રમ્પ સરકારમાં મસ્કના 4 નિર્ણય પર વિવાદ ટ્રમ્પ સરકારમાં ઇલોન મસ્કની દખલગીરી સામે સમગ્ર અમેરિકામાં જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા. CNNના અહેવાલ મુજબ, 6 એપ્રિલે દેશભરમાં 1400થી વધુ રેલીઓ યોજાઈ હતી.

તેમાં નાગરિક અધિકાર સંગઠનો, મજૂર સંગઠનો, LGBTQ+ સ્વયંસેવકો, ભૂતપૂર્વ સૈનિકો અને ચૂંટણી કાર્યકરોનો સમાવેશ થતો હતો. આ વિરોધ પ્રદર્શન અમેરિકાના તમામ 50 રાજ્યોમાં થયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો... મસ્ક સંબંધિત આ સમાચાર પણ વાંચો... US-યુરોપમાં ટેસ્લા કાર સળગાવી રહ્યા છે લોકો, ભારત લાવવાની તૈયારી: 2025માં મસ્કને ₹11 લાખ કરોડનું નુકસાન, જાણો એનાં 3 કારણ મસ્કની નીતિઓથી ગુસ્સે થઈને અમેરિકા અને યુરોપના લોકોએ છેલ્લા કેટલાક મહિનામાં વિરોધ તરીકે તેમની ઇલેક્ટ્રિક કાર ટેસ્લાને સળગાવી નાખી હતી. લગભગ 4 મહિનામાં 100થી વધુ કાર બળી ગઈ. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો...

Leave a Reply

Related Post