મસ્કના પિતા પોતાની જ સાવકી દીકરીના 2 બાળકના બાપ!: પહેલી પત્નીને "નકામી" અને "મૂર્ખ" કહેતા હતા, છરીથી હુમલો કરવાના પ્રયાસ કર્યો હતો; ભારત મુલાકાતે આવેલ ઈરોલ મસ્કના 5 વિવાદ

મસ્કના પિતા પોતાની જ સાવકી દીકરીના 2 બાળકના બાપ!:પહેલી પત્નીને "નકામી" અને "મૂર્ખ" કહેતા હતા, છરીથી હુમલો કરવાના પ્રયાસ કર્યો હતો; ભારત મુલાકાતે આવેલ ઈરોલ મસ્કના 5 વિવાદ
Email :

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક ઈલોન મસ્કના પિતા ઈરોલ ગ્રેહામ મસ્ક 5 દિવસની ભારતની મુલાકાતે છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ઈરોલ ઇલેક્ટ્રો-મિકેનિકલ એન્જિનિયર, પાઇલટ, પ્રોપર્ટી ડેવલપર અને પન્ના વેપારી રહ્યા છે. તેમના જીવનમાં કેટલાક વિવાદો હતા જેના કારણે તેમના અને તેમના પુત્ર ઈલોનના સંબંધો ચર્ચામાં રહ્યા હતા. આ સ્ટોરીમાં, ઈરોલ મસ્કના જીવન સાથે જોડાયેલા 5 મોટા વિવાદો... 1. સાવકી દીકરી જના બેઝુઈડેનહાઉટ સાથેનો સંબંધ ઈરોલનો સૌથી મોટો વિવાદ છે- તેમની સાવકી દીકરી જના બેઝુઈડેનહાઉટ સાથેના તેમના સંબંધોનો છે. ઈરોલે 90ના દાયકામાં જનાની માતા હીડ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન લગભગ 2 વર્ષ સુધી ચાલ્યા. હીડથી અલગ થયા પછી, ઈરોલે ઘણા વર્ષો સુધી જનાને જોઈ નહોતી અને તેની સાથે કોઈ વાત પણ થઈ નહોતી. 2014માં

તે જનાને ફરીથી મળ્યા. જના સંઘર્ષ કરી રહી હતી, તેથી તેણે ઈરોલને ફોન કર્યો. તે સમયે જનાને આઠ વર્ષની એક પુત્રી હતી. ઈરોલે મદદની ઓફર કરી અને આ ધીમે ધીમે સંબંધ રોમેન્ટિક રિલેશનશિપમાં ફેરવાઈ ગયો. આ સંબંધથી તેમને બે બાળકો થયા . 2017માં પુત્ર એલિયટ રશ અને 2019માં એક પુત્રી. ઈરોલે તેને "ભગવાનની ઇચ્છા" ગણાવી હતી, પરંતુ ઈલોનને આ બિલકુલ ગમ્યું નહીં. ઈલોને તેને ખોટું ગણાવ્યું અને પોતાના બાળકોને ઈરોલથી દૂર રાખવાનું નક્કી કર્યું. આ સંબંધે માત્ર પરિવારમાં તણાવ જ નહીં, પણ મીડિયામાં પણ ઘણો હોબાળો મચાવ્યો. લોકો તેને અનૈતિક માનતા હતા કારણ કે ઈરોલ જનાને ત્યારથી ઓળખતા હતા, જ્યારે તે માત્ર ચાર વર્ષની હતી. 2. પહેલી પત્ની માયે મસ્ક પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ ઈલોન મસ્કની માતા અને

ઈરોલની પહેલી પત્ની, માયે મસ્ક સાથે તેમના લગ્ન 1970થી 1979 સુધી ચાલ્યા હતા. તેમના પુસ્તકમાં, માયેએ જણાવ્યું હતું કે ઈરોલ તેની સાથે ખરાબ વર્તન કરતા હતા. તેઓ તેમને "નકામી" અને "મૂર્ખ" કહેતા હતા. માયે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે છૂટાછેડા દરમિયાન, ઈરોલ છરી લઈને તેમના ઘરમાં ઘુસી ગયા હતા. ત્યારે માયેએ પોતાનો જીવ બચાવવા માટે પડોશમાં ભાગી જવું પડ્યું હતું. ઈલોને પણ તેની માતાના નિવેદનને સમર્થન આપ્યું અને કહ્યું કે તેના પિતા પણ તેમની સાથે કઠોર વર્તન કરતા હતા. જોકે, ઈરોલ આ આરોપોને ખોટા ગણાવે છે અને કહે છે કે આ બાબતોને તોડીમરોડીને રજૂ કરવામાં આવી છે. આ વિવાદ તેમની છબી માટે મોટો ઝટકો રહ્યો હતો. 3. ઈલોન મસ્ક સાથે તણાવ અને જાહેર ઝઘડો ઈરોલ અને ઈલોનના

સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યા છે. 2017માં એક ઇન્ટરવ્યુમાં, ઈલોને તેના પિતાને "ભયંકર માણસ" કહ્યા હતા અને તેમણે બાળપણમાં તેની સાથે દુર્વ્યવહાર અને માનસિક દબાણ કરવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. ઈલોને તેની બાયોગ્રાફીમાં જણાવ્યું હતું કે તેને એક વખત સ્કૂલમાં માર મારવામાં આવ્યો હતો. તેનો ચહેરો એટલો સૂજી ગયો હતો કે તેની આંખો માંડ માંડ દેખાતી હતી. સ્કૂલમાં થયેલી મારામારી પછી, મસ્કના પિતા ઈરોલે તે બાળકનો પક્ષ લીધો જેણે ઈલોનના મોઢા પર મુક્કો માર્યો હતો. જ્યારે ઈલોન હોસ્પિટલમાંથી ઘરે આવ્યો, ત્યારે તેના પિતાએ તેને ઠપકો આપ્યો. ઈલોન યાદ કરતા કહે છે, 'મારે એક કલાક ત્યાં ઉભા રહેવું પડ્યું હતું, તેઓ બૂમો પાડીને મારા પર ખીજાઈ રહ્યા હતા અને કહેતા હતા કે તું સાવ નકામો છે.' તેનો ભાઈ કિમ્બલ કહે

છે કે મારા પિતા (ઈરોલ) વારંવાર આવું કરતા હતા. તેમનામાં જરા પણ દયા નહોતી. બીજી બાજુ, ઈરોલ કહે છે કે ઈલોન તેની વાતો તોડી મરોડીને રજૂ કરે છે. 2018ના એક ઇન્ટરવ્યુમાં, તેમણે ઈલોનને "બગડેલું બાળક" કહ્યું અને દાવો કર્યો કે હું ફક્ત ઈલોન મને સમજે તેની જ રાહ જોઈ રહ્યો છું. 2024માં, ઈરોલે એમ પણ કહ્યું હતું કે તેમનું ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાને કારણે ઈલોન નારાજ હતો, જે પાછળથી ખોટો સાબિત થયો, કારણ કે ઈલોન પણ ટ્રમ્પ સમર્થક બની ગયો. 4. રંગભેદ પર વિવાદાસ્પદ નિવેદન ઈરોલએ 1994 સુધી ચાલેલ દક્ષિણ આફ્રિકાની રંગભેદ વ્યવસ્થા વિશે કેટલાક નિવેદનો આપ્યા, તેનાથી વિવાદ થયો. 2018માં તેમણે કહ્યું હતું કે રંગભેદ દરમિયાન કેટલાક લોકોનું જીવન "એટલું ખરાબ નહોતું." આ નિવેદન લોકોને ખૂબ જ ખરાબ લાગ્યું,

કારણ કે રંગભેદે લાખો લોકોને ભેદભાવના શિકાર બનાવ્યા હતા. ઈલોન હંમેશા રંગભેદનો વિરોધ કર્યો હતો અને તેથી 17 વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકા છોડી દીધું હતું.. 5. વિશ્વાસપાત્ર ન હોવાનો આરોપ ઈલોન મસ્ક કહે છે કે ઈરોલના શબ્દો પર વિશ્વાસ કરી શકાય નહીં. તેમણે તેમના પિતાને "જૂઠા" ગણાવ્યા હતા જે તેમની કહાનીઓને તોડી મરોડીને રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, ઈરોલે 2025માં દાવો કર્યો હતો કે તેમણે ઈલોનની દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે ફોન પર વાત કરાવી હતી, પરંતુ આ વાતની કોઈ પુષ્ટિ નથી. તેમના નિવેદનો ઘણીવાર વિરોધાભાસી હોય છે, જે તેમની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે છે. ઈલોનની તેના પિતા સાથેની ખરાબ યાદો, પણ ફિઝિક્સ તેમણે જ શીખવ્યું ભલે ઈલોન મસ્કને તેના પિતા ઈરોલ સાથે ખરાબ યાદો રહી

છે, પરંતું તે ફિઝિક્સ, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનના મૂળભૂત સિદ્ધાંતો શીખવવાનો શ્રેય તેના પિતાને જ આપે છે. આના કારણે જ ઈલોન ટેસ્લા અને સ્પેસએક્સ જેવી ઈનોવેટિવ કંપનીઓ બનાવી શક્યા. મસ્ક કહે છે, 'તેના પિતાનું શિક્ષણ પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે.' શરૂઆતનું જીવન: નાનપણથી જ મશીનો રિપેર કરવાનો શોખ 25 મે 1946ના રોજ જન્મેલા ઈરોલનું બાળપણ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં વિત્યું, જ્યારે ત્યાં રંગભેદ હતો અને ટેકનોલોજી ઝડપથી વિકસી રહી હતી. ઈરોલના પિતા વોલ્ટર હેનરી જેમ્સ મસ્ક, જે બીજા વિશ્વયુદ્ધમાં ક્રિપ્ટોગ્રાફર હતા, અને તેમની અંગ્રેજી માતા કોરા અમેલિયા રોબિન્સને તેમનો ઉછેર કર્યો હતો. નાનપણથી જ, ઈરોલને મશીનો અને વસ્તુઓનું રિપેરિંગ કામ કરવાનો શોખ હતો. એન્જિનિયર બનવાના માર્ગ પર આ તેમનું પહેલું પગલું હતું. ઈરોલ વોટરક્લૂફ હાઉસ પ્રિપરેટરી સ્કૂલ, બ્રાયનસ્ટન હાઇસ્કૂલ અને પ્રિટોરિયા બોયઝ

હાઇસ્કૂલમાં ભણ્યા, એ જ સ્કૂલમાં જ્યાં પાછળથી ઈલોન પણ ગયા હતા. તેમણે પ્રિટોરિયા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રો-મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી, જેણે તેમની કારકિર્દીનો પાયો નાખ્યો. શરૂઆતનો બિઝનેસ: એન્જિનિયરિંગ, પ્રોપર્ટી, પન્નાના બિઝનેસમાંથી ઘણી સંપત્તિ બનાવી ઈરોલના જીવનમાં સખત મહેનત અને કૌશલ્યએ મોટી ભૂમિકા ભજવી હતી. 30 વર્ષની ઉંમર સુધીમાં, તે એક સફળ એન્જિનિયર અને સલાહકાર બની ગયા હતા. તેમણે ઓફિસ બિલ્ડીંગ, શોપિંગ કોમ્પ્લેક્સ, ઘરો અને એરફોર્સ બેઝ જેવા મોટા પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું. પ્રોપર્ટી ડેવલપમેન્ટ પર પણ તેમની સારી પકડ હતી, જેનાથી તેમણે ઘણા પૈસા કમાયા હતા. પ્રિટોરિયામાં તેમની પાસે એક પ્રાઈવેટ જેટ, એક યોટ અને એક મોટું ઘર હતું. તેમની કારકિર્દીનો સૌથી વિવાદાસ્પદ ભાગ 1980ના દાયકામાં ઝામ્બિયાની પન્નાની ખાણો સાથેનો તેમનો વેપાર હતો. ઈરોલએ કહ્યું કે તેમણે તાંગાનિકા તળાવ નજીકની ત્રણ

ખાણોમાંથી પન્ના કાઢવાના અધિકારો મેળવ્યા હતા, પરંતુ તે ખાણો તેમની માલિકીની ન હતી. તે એક "સીક્રેટ" ડીલ હતી જેમાં તેમણે એખ વિમાનના બદલામાં પન્નાનો હિસ્સો લીધો હતો. આ બિઝનેસમાંથી મસ્ક પરિવારને ઘણી સંપત્તિ બની. ફિઝિક્સ અને એન્જિનિયરિંગ: મોટા પ્રોજેક્ટ્સ ડિઝાઇન કરવા માટે તેનો ઉપયોગ ઈરોલના એન્જિનિયરિંગ અભ્યાસે તેમને ફિઝિક્સ સાથે જોડ્યા. તેઓ મશીનો, વીજળી અને મિકેનિક્સના સિદ્ધાંતો સમજતા હતા અને મોટા પ્રોજેક્ટ્સ ડિઝાઇન કરવા માટે તેનો ઉપયોગ કરતા હતા. આ ટેકનિકલ વાતાવરણની બાળપણથી જ ઈલોન પર અસર થઈ હતી. ઈરોલ પાસે ઘરે કમ્પ્યુટર અને એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા હતું, જેનાથી ઈલોનની જિજ્ઞાસા વધી ગઈ. 10 વર્ષની ઉંમરે, ઈલોને પોતાને VIC-20 કમ્પ્યુટર પર પ્રોગ્રામિંગ શીખ્યું અને 12 વર્ષની ઉંમરે તેમણે બ્લાસ્ટર નામની એક ગેમ બનાવી અને તેને 500 ડોલરમાં વેચી હતી.

Leave a Reply

Related Post