ઐશ્વર્યા-અભિષેક વચ્ચે બધુ બરાબર જ છે!: 18મી મેરેજ ઍનિવર્સરી પર એક્ટ્રેસે શેર કરી તસવીર, જાણો પ્રપોઝલથી લઈને સૌથી મોંઘા લગ્ન સુધીની સફર

ઐશ્વર્યા-અભિષેક વચ્ચે બધુ બરાબર જ છે!:18મી મેરેજ ઍનિવર્સરી પર એક્ટ્રેસે શેર કરી તસવીર, જાણો પ્રપોઝલથી લઈને સૌથી મોંઘા લગ્ન સુધીની સફર
Email :

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નજીવનને 18 વર્ષ પૂર્ણ થયા છે. આ સમય દરમિયાન બંનેની પર્સનલ લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. એક સમય તો એવો આવ્યો જ્યારે અભિષેક માટે છૂટાછેડાની પોસ્ટ લાઈક કરવી ખૂબ મોંઘી સાબિત થઈ હતી. એક તરફ, તેને છૂટાછેડાની પોસ્ટ કોઈ પોસ્ટ લાઈક કરી, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેના અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવના સમાચાર ચર્ચામાં આવી ગયા હતા. એવી પણ અફવા હતી કે બંને છૂટાછેડા લેવાના છે. જોકે, 20 એપ્રિલના રોજ મેરેજ ઍનિવર્સરી નિમિત્તે, ઐશ્વર્યા રાયે અભિષેક-આરાધ્યા સાથે સેલિબ્રેશનની એક તસવીર શેર

કરી હતી. આ તસવીર એટલા માટે પણ ખાસ છે કારણ કે ઐશ્વર્યા રાયે એક વર્ષ પછી અભિષેક સાથેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ઐશ-અભિષેકની લવસ્ટોરી ફિલ્મી હતી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની લવ સ્ટોરી વર્ષ 2000માં શરૂ થઈ હતી. બંને વચ્ચે પહેલી મુલાકાત અને દોસ્તી 'ઢાઈ અક્ષર પ્રેમ'થી થઈ હતી. 2002નું વર્ષ હતું જ્યારે અભિષેક બચ્ચને કરિશ્મા કપૂર સાથે સગાઈ કરી હતી, જોકે આ સગાઈ થોડા મહિનામાં જ તૂટી ગઈ હતી. બીજી તરફ, ઐશ્વર્યા રાયનું પણ વિવેક ઓબેરોય સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. આ પછી બંનેએ

ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 'ઢાઈ અક્ષર પ્રેમ કે' પછી ઐશ્વર્યા રાયે 2003માં આવેલી ફિલ્મ 'કુછ ના કહો'માં અભિષેક બચ્ચન સાથે કામ કર્યું હતું. આ પછી બંને 2006માં 'ઉમરાવ જાન'માં પણ સાથે જોવા મળ્યા હતા. ત્યારપછી જ્યારે ઐશ્વર્યા અને અભિષેકે 'ધૂમ 2'માં ફરી એકવાર સાથે કામ કર્યું અને ત્યારે બંનેએ એક નવા જીવનની શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં પછી 'બંટી ઔર બબલી'નું ગીત 'કજરા રે' અને મણિરત્નમની ફિલ્મ 'ગુરુ' માં સાથે કામ કરવાની તક મળી, જેના કારણે બંને

વચ્ચે નિકટતા વધી. અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- ફિલ્મ 'ગુરુ'નું પ્રીમિયર યોજાયું હતું. કડકડતી ઠંડીમાં પ્રીમિયર પૂરું કર્યા પછી અમે બંને બાલ્કનીમાં ઉભા હતા. આ દરમિયાન અચાનક અભિષેકે ઐશ્વર્યાને પૂછ્યું, શું તું મારી સાથે લગ્ન કરીશ? ઐશ્વર્યાએ તરત જ હા પાડી દીધી. ફિલ્મ 'ગુરુ' 12 જાન્યુઆરી 2007ના રોજ રિલીઝ થઈ હતી અને અભિષેક-ઐશ્વર્યાએ 14 જાન્યુઆરી 2007ના રોજ તેમની સગાઈની જાહેરાત કરી હતી. 20 એપ્રિલ 2007ના રોજ થયેલા ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન ઘણા કારણોસર હેડલાઇન્સમાં રહ્યા હતા. પહેલું કારણ બચ્ચન પરિવારના લગ્ન હતા અને

બીજું કારણ લગ્નનો ખર્ચ હતો. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે સમયે લગ્નમાં 40 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થયો હતો. આ લગ્ન અમિતાભ બચ્ચનના બંગલા 'પ્રતિક્ષા' ખાતે થયા હતા, જ્યાં ઈન્ડસ્ટ્રીના અનેક ટોચના કલાકારોએ હાજરી આપી હતી. લગ્ન બંગાળી અને ઉત્તર ભારતીય રીતરિવાજ અનુસાર કરવામાં આવ્યા હતા. ઐશ્વર્યાએ સોનાના તારથી બનેલી 75 લાખની સાડી પહેરી હતી લગ્નના દિવસે ઐશ્વર્યા રાયે નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરાયેલી સાડી પહેરી હતી, ઐશ્વર્યાએ સોનાના તારથી બનેલી 75 લાખની સાડી પહેરી હતી, જ્યારે તેની જ્વેલરીની કિંમત 3.5 કરોડ હોવાનું કહેવાય છે. એક્ટ્રેસે

કુંદનનો ચોકર અને બે રાણી હાર પહેર્યા હતા. છૂટાછેડાના સમાચારને કારણે અભિષેક-ઐશ્વર્યા હેડલાઇન્સમાં હતા થોડા સમય પહેલા, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના છૂટાછેડાની ખબરોને લઈને સમાચારમાં હતા. તેમના છૂટાછેડાની અફવાઓ વચ્ચે બંનેએ જુલાઈમાં અનંત-રાધિકાના લગ્નમાં અલગ-અલગ એન્ટ્રી કરી અને સમગ્ર લગ્ન દરમિયાન તેઓ સાથે જોવા મળ્યા નહોતા. આ પછી, ઐશ્વર્યા રાય તેની પુત્રી સાથે વેકેશન પર પણ ગઈ હતી, ત્યારે પણ અભિષેક તેની સાથે હાજર નહોતો. જોકે, તાજેતરમાં જ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન કેટલીક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા. જે બાદ તેમના છૂટાછેડાના સમાચાર ખોટા સાબિત થયા.

Leave a Reply

Related Post