Shreyas Iyerએ પ્રીતિ ઝિન્ટાને કરી કિસ! સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ:

Shreyas Iyerએ પ્રીતિ ઝિન્ટાને કરી કિસ! સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ
Email :

IPL મેચો દરમિયાન મેદાન પર ફેન્સ સાથે ઘણી સેલિબ્રિટી અને ફિલ્મ સ્ટાર્સ પણ જોવા મળે છે. દરેક મેચ દરમિયાન ઘણા ફિલ્મ સ્ટાર્સ તેમની ટીમને સપોર્ટ કરવા માટે આવે છે. આ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે.

આ તસવીરમાં બોલીવુડ એક્ટ્રેસ અને IPL ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા અને ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર સાથે જોવા મળે છે. આ ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં બંને એકબીજાની ખૂબ નજીક જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરીને ઘણા ફેન્સ એવા દાવા કરવામાં આવી રહ્યા છે.

શ્રેયસ ઐયરે પ્રીતિ ઝિન્ટાને કર્યું હગ

આમાંનો એક દાવો એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સની જીત બાદ શ્રેયસ ઐયરે પ્રીતિ ઝિન્ટાને ગળે લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોનું સત્ય સામે આવ્યું છે, તપાસ દરમિયાન, જાણવા મળ્યું કે શેર કરવામાં આવી રહેલી બધી તસવીરો AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ તસવીરો એડિટેડ છે.

જાણો શું છે સત્ય?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, "શ્રેયસ ઐયરે CSK વિરુદ્ધ PBKS IPL મેચ જીતવાના સેલિબ્રેશનમાં પ્રીતિ ઝિન્ટાને કિસ કરી." આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે 8 એપ્રિલે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સે આ મેચ 18 રનથી જીતી લીધી.

સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ

આ દાવાની તપાસ કરવા માટે, ફેન્સે પ્રીતિ ઝિન્ટા અને શ્રેયસ ઐયરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ શોધ્યા. પરંતુ ફેન્સને પ્રીતિ ઝિન્ટા અને શ્રેયસ ઐયરની એક સાથે કોઈ પોસ્ટ મળી નથી. આ વાયરલ થઈ રહેલી તસવીરો જોઈને એવું લાગતું હતું કે જાણે એડિટિંગ દ્વારા બનાવવામાં આવ્યા હોય. બંનેના ફેસ એડિટ કરવામાં આવ્યા છે. એક ફોટોમાં પ્રીતિ ઝિન્ટાના હાથ જોતાં, આ તસવીરોમાં કંઈક ખોટું સ્પષ્ટ દેખાય છે. આ તસવીરો AI દ્વારા બનાવવામાં આવી છે. આ તસવીરો ભ્રામક રીતે શેર કરવામાં આવી રહી છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટને આધારે લખવામાં આવ્યા છે, સંદેશ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.

Leave a Reply

Related Post