Marketમાં નકલી પનીરનું ધૂમ વેચાણ, શું ગરમી પાણીથી ચકાસી શકાશે Paneerની શુદ્ધતા:

Marketમાં નકલી પનીરનું ધૂમ વેચાણ, શું ગરમી પાણીથી ચકાસી શકાશે Paneerની શુદ્ધતા
Email :

આજે બજારમાં નકલી ખાદ્યપદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. બજારમાં નકલીના કારોબારમાં સૌથી વધુ ઘી, તેલ અને પનીરનું વેચાણ થયાનું અનેક વખત સામે આવ્યું છે. આજે રોજિંદા જીવનમાં પનીરથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓમાં વધારો થયો છે. અને એટલે જ વેપારીઓ નફો કરવા નકલી પનીરનું વેચાણ કરી રહ્યા છે. નકલી પનીરનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક ગંભીર સમસ્યાને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં આપણને કઈ રીતે ખબર પડે કે બજારમાં આપણે જે પનીરની ખરીદી કરીએ છીએ તે ખરેખર અસલી છે કે પછી નકલી. દરેક વખતે આપણે ગ્રાહક સુરક્ષામાં જઈ અથવા તો માનાંક મુજબ પનીરની ચકાસણી તો ના કરી શકીએ.

પનીરની શુદ્ધતા ચકાસવા માટે ઘરેલું અને સરળ પદ્ધતિઓ છે. આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે બેઠાં અસલી અને નકલી પનીર વચ્ચેનો ભેદ ચકાસી શકશો. તમે ઘરે ગરમી પાણીની મદદથી અસલી અને નકલી પનીર વચ્ચે શું તફાવત છે અને તેમાં ભેળસેળ (જેમ કે સ્ટાર્ચ, સિંથેટિક કે કેમિકલ ઘટકો) છે.  આ તફાવત જાણવાની આ છે પદ્ધતિ.

પનીરની શુદ્ધતા ચકાસો

તમે ગરમ પાણીના ઉપયોગથી અસલી અને નકલી પનીર વચ્ચે તફાવત જાણી શકો છો. આ માટે એક બાઉલમાં થોડું ગરમ ​​પાણી લો. ધ્યાનમાં રાખો કે પાણી ઉકાળેલું ન હોવું જોઈએ પણ ગરમ હોવું જોઈએ. હવે તેમાં પનીરનો એક નાનો ટુકડો ઉમેરો અને તેને 5 થી 10 મિનિટ સુધી રહેવા દો. આ પછી, પનીરમાં કયા ફેરફારો થઈ રહ્યા છે તે ધ્યાનથી જુઓ. જો પનીર અસલી હશે તો તે તેની રચના જાળવી રાખશે. પાણીમાં ઓગળી જાય ત્યારે તે કોઈ ચીકણુંપણું કે ફીણ છોડશે નહીં. પનીરનો રંગ નહીં બદલાય અને તેની સુગંધ પણ સામાન્ય રહેશે. આ ઉપરાંત પનીરના ટુકડા પર 1–2 ટીપ આયોડિન નાખીને પણ ચકાસણી કરી શકાય છે. જો રંગ કાળો અથવા બદામી જેવો થાય તેમાં સ્ટાર્ચ ભેળવવામાં આવ્યો છે.જો રંગ બદલાય નહીં, તો સ્ટાર્ચ નથી — એટલે પનીર શુદ્ધ છે.

અસલી અને નકલી વચ્ચે તફાવત

અસલી પનીર ગરમ કરતી વખતે નરમ થાય છે, પણ ઓઈલી કે રબર જેવું ન લાગે.નકલી પનીર વધારે ઓઈલ છોડે છે અથવા રબર જેવું લાગે છે. નકલી પનીરમાં ક્યારેક કેમિકલ જેવી દુર્ગંધ આવે છે અથવા અણસાર વધેલો હોય છે. અસલી પનીરમાં દૂધ જેવી હલકી ગંધ હોય છે. અસલી પનીર નરમ હોય છે અને હાથમાં દબાવવાથી ટૂટી જાય છે. તમે આંગળીઓથી મસળીને પનીર ચેક કરી શકો છો. અસલી પનીર સફેદથી થોડું ફિક્કું પીળું હોય છે. નકલી પનીર ખૂબ જ ચમકદાર અને અસ્વાભાવિક સફેદ દેખાઈ શકે છે, અને રબર જેવું લાગે છે.નકલી પનીર દબાવતાં થોડું stretchy (ખેંચાય એવું) લાગે છે, જેમ કે પ્લાસ્ટિક હોય.

Leave a Reply

Related Post