સ્વાસ્થ્ય-પરિવાર કલ્યાણ ઓફિસમાં પટ્ટાવાળાનો આપઘાત: અંતિમ વીડિયોમાં રડતા-રડતા કહ્યું- સાહેબ ચાર્જમાં આવ્યાના 6 મહિનાથી ​​​​ભયંકર ​ટોર્ચર કરે છે

સ્વાસ્થ્ય-પરિવાર કલ્યાણ ઓફિસમાં પટ્ટાવાળાનો આપઘાત:અંતિમ વીડિયોમાં રડતા-રડતા કહ્યું- સાહેબ ચાર્જમાં આવ્યાના 6 મહિનાથી ​​​​ભયંકર ​ટોર્ચર કરે છે
Email :

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી પરિવાર કલ્યાણ રિજનલ ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર આધારિત પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા રોહિત ગોહિલ નામના યુવાને ઓફિસમાં જ ગળાફાંસો ખાઈને જીવનનો અંત લાવ્યો. આત્મહત્યા કરતા પહેલા તેણે રડતા-રડતા અંતિમ વીડિયો બનાવીને ઉપરી અધિકારી પર માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ લગાવ્યા હતા. આ સંદર્ભે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. ડાયરેક્ટરના ત્રાસના કારણે ઓફિસમાં આત્મહત્યા કરી મૃતકના મામાના દીકરા સંજય ભાદરકાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મૃતક રોહિત નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ઓફિસમાં છઠ્ઠા માળે કોન્ટ્રાક્ટ પર પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો. આ ઓફિસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અમૂલ પાટીલ રોહિતને સતત માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે તેણે ઓફિસમાં આત્મહત્યા કરી લીધી છે. આ ફરિયાદના આધારે પોલીસે ડાયરેક્ટર વિરુદ્ધ આત્મહત્યા

માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. અંતિમ વીડિયોમાં રડતા-રડતા પોતાની વ્યથા જણાવી આપઘાતથી પૂર્વે તેણે 6 મિનિટ 43 સેકન્ડનો હૃદયદ્વાવક વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે રડતા-રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું- ‘મારું નામ રોહીત ગોહિલ છે. મે આર.એચ.ઓ ઓફિસમાં 01-04-2019થી 15-05-2025 સુધી નોકરી કરી છે એટલે કે આર.એચ.ઓ ઓફિસમાં મેં છ વર્ષ નોકરી કરી છે. અહીંના ડો.અમોલ પાટીલ સર મને પાંચથી છ મહિનાથી માનસિક ત્રાસ આપે છે અને ટોર્ચર કરે છે. પાટીલ સર ચાર્જમાં આવ્યા ને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું ડો. અમોલ પાટીલ સર અને જીગ્યાશા મેડમનુ સેટીંગ હતુ. આઈ થીંક બે વર્ષ પહેલા હું સાત વાગ્યે ઓફિસ બંધ કરીને ઘરે જતો તો શીવ સિનેમાની બાજુમાં કેફે છે તો ત્યાં પાટીલ સર ચા પીતા'તા તો

મને જોઈ ગયા તો બે વર્ષ તો મને કાંઈ ન કર્યું. કેમ કે મેડમ ચાર્જમાં હતા. જેવા તે ચાર્જમાં આવ્યા એવા મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરવાનુ ચાલુ કર્યું. પાંચથી છ મહિનાથી મને ભયંકર માનસિક ત્રાસ આપે છે. સવારના આવીને બધુ કામ કરૂ તોય હેરાન કરે હું સવારમાં આઠ વાગે આવુ, સાફ-સફાઈ ઝાડુ પોતા બધુ કામ કર. ઓફિસનું વર્કીિગ કામ ભી કરું. સવારમાં મને કે કામ કરને કા, કામ કરના હૈ તો આને કા નહીં બેઠને કા નહીં. એવી રીતે મને એકથી દોઢ મહિનો ટોર્ચર કરી એક-એક કલાકે પૂછે ક્યા કર રહા હૈ, બેઠને કા નહી કામ કરને કા નહીતર કલ સે નહી આને કા. મારે સવારના આઠ વાગ્યે આવુ બધુ કામ કરુ તોય આવી

રીતે હેરાનગતી કરી, મને પરેશાન કર્યો. હું 10-11 કલાક નોકરી કરતો હતો રોજ નાસ્તો દેવા જાઉ તો ટેબલ નીચે કુડા નાખી દે, સોફા નીચે કુડા નાખી દે ટેબલ નીચે પેનડ્રાઈવ નાંખી દે, સ્ટેપલર નાખી દે, સોફાને લાત મારી દે, બાથરુમ જાય તો કોઈ દિવસ ફલશ ના કરે, દિવસમાં સોફાને લાત મારી દે પાંચથી છ વખત સોફા સીધા કરું. હું મતલબ કે મારી 8 કલાકની નોકરી હતી તો હું 10-11 કલાક નોકરી કરતો હતો. મને કોઈ એક્સ્ટ્રા અવર્સ નહોતો મળતો. મને શનિ-રવીમાં કામ કરવા ઘરે બોલાવે મેં આ ઓફિસમાં કોવીડમાં કામ કરેલુ છે અને ત્રણ વર્ષ પહેલા બજેટ નહોતું તો 7-8 મહિના મારી સેલેરી નહોતી આવી તોય મેં આ ઓફીસમાં કામ કર્યું. પાટીલ સર મને 5-6 મહિનાથી માનસિક ટોર્ચર

કરે છે, મને ખબર નથી પડતી મારે શું કરવું? મતલબ એટલુ ટોર્ચર મારી હારે કર્યું. ચાના પૈસા લેવા જાઉં તો બોલે કે તુ ફોટો અચ્છા ખીચતા નહી ચાય કા પૈસા લેને આ જાતા હૈ. મને શનિ-રવીમાં કામ કરવા ઘરે બોલાવ તો હું કામ કરવા કે ઘરે જતો'તો. કામ કરવા છતાં પણ ટોર્ચર જ કરતા ઓફિસે ગાડી સાફ કરવાનું કહે તો હું ગાડીએ સાફ કરી દેતો'તો, કોઈ દિવસ કોઈ કામની ના નથી પાડી, છ વર્ષે આ ઓફીસમાં કામ કર્યું. ઓફિસમાં કોઈને પણ પૂછી શકો છો કે, મે કોઈ ઓફિસમાં સ્ટાફ હારે કોઈ કામ કરવાની ના પાડી હોય કાં સ્ટાફનું સાંભળતો ન હોય. ડો. ચંદના મેડમ છે એમને પૂછી શકો છો. મેડીકલ ઓફિસર કૈલાસ સર છથી સાત મહીનાથી છે

એમને પણ પૂછી શકો છો. એટલુ કામ કરતા કોઈ વેલ્યુ ઈજ્જત જ નઈ. કોઈ મતલબ કંઈ નઈ. બસ ટોર્ચર કર્યું. સાંજે ચાના પૈસા લેવા ગ્યો તો કે જ્યાદા બોલ દેના થા ના હજી પંદર દિવસ પહેલા મેં સાફ-સફાઈ કરી ને પછી હું સવારમાં સાફ-સફાઈ કરી કલર કામ હાલતુ ને પંદર કબાટ વચ્ચે પડ્યા હતા. બધા સાઈડમાં કરવામાં પરસેવો થઈ ગયો હતો. બપોર પછી રક્ષીત પાસે કંઈ કામથી બહાર આવ્યા તો હું સુનિલભાઈ ઉભો તો, તો સુનિલભાઈએ કિધુ તુ અભિનવભાઈને આ નંબર નાંખી દે તો ફાઈલ દે દે, તો મારા હામુ જોઈ કે તુ તો પુરા દિન કામ કરને નહી ગપ્પે મારને આતા હૈ. કામની કોઈ વેલ્યુ કોઈ ઈજ્જત નઈ, સાંજે ચાના પૈસા લેવા ગ્યો તો કે

તુ મારે સાડી આઠમે સરસ ચાયના પૈસા સાડી આંઠસો રુપીયા હુવા, તો બોલા કમ કયુ બોલા જ્યાદા બોલ દેના થા ના, મતલબ મારી. નીચા દિખાવા માટે ઈજ્જત માટે, આવુ બોલ્યો હતો, ઘરે જઈને એક કલાક રોયો હતો. મને અને મારા માતા-પિતાને આનો ન્યાય અપાવો મને પાંચથી છ મહીનાથી બોવ મતલબ ટોર્ચર કરી છે. મતલબ બઉ જ હેરાન કર્યો છે, મારા ગામડે, મારા મમ્મી પપ્પાને અમાર જમીન નથી. મારા મમ્મી-પપ્પા મજુરી કરે છે અને હુંઈ બી એક અહીંયા મજુરી કરતો'તો, છ વર્ષ કામ કર્યું કોઈ ટાઈમ જોયો નતો. કાંઈ વેલ્યુ જ નહી કામની કંઈ, બસ મારા મમ્મી-પપ્પાને મન આનો ન્યાય મળવો પડ ને મારી પાસે ગેલેરીમાં આનુ પ્રુફ બી છે, જય હિંદ" આ વીડિયોમાં રોહિતની આત્મહત્યાની વાત પોલીસને

મળતા પોલીસ પણ રોહિતના મામાંના દીકરાની ફરિયાદના આધારે ડાયરેક્ટર અમુલ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઓફિસકર્મીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી બી ડિવિઝનના ACP એચ.એમ. કણસાગરાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, રીજીયોનલ ફેમિલી હેલ્થ એન્ડ વેલ્ફેર ઓફિસ ખાતે મૃતક ફરજ બજાવતો હતો. રોહિત ગોહિલ કોન્ટ્રાક્ટ પર કર્મચારી તરીકે પટ્ટાવાળાની નોકરી કરતો હતો, જેણે આજે ઓફિસમાં ગળાફાંસો ખાંઇને આત્મહત્યા કરી હતી. આ અંગે ઓફિસના અન્ય કર્મચારી અનિલ શર્માને જાણ થઇ. મૃતકને ડાયરેક્ટરના અવૈધ સંબંધની જાણ હોવાથી ત્રાસ આપતા હોવાની માહિતી મળી ત્યારબાદ ઓફિસના અન્ય કર્મચારી રંજન બેને પોલીસ કંટ્રોલ રૂમ પર ઘટનાની જાણ કરી હતી. આ બાબતે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આકસ્મિક મોતનો ગુન્હો દાખલ કરી મૃતકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમિયાન મૃતકના ફૂઇના

દીકરા સંજય ભાદરકાએ એક વીડિયો અંગે જાણ કરી અને જણાવ્યું કે, રીજીયોનલ ડાયરેક્ટર અમોલ પાટીલને ઓફીસમાં કામ કરતા એક મહિલા સાથે સંબંધ હતા જેની જાણ મૃતકને હતી, જેના કારણે પાટીલ અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા ડાયરેક્ટર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો દાખલ થયો જેથી, મૃતકે આ અંગેનો વીડિયો બનાવી મિત્ર નિલેશ મકવાણાને વોટ્સએપ કર્યો હતો. આ વીડિયોના આધારે ડો અમોલ પાટીલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડો. અમોલ પાટીલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુન્હો અને એટ્રોસિટીનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ વીડિયો FSLમાં મોકલી તેની તપાસ આદરી છે. SC/ST સેલના ACP રોશની સોલંકી આ અંગે તપાસ ચલાવી રહ્યા છે. હાલ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારી લઇ અંતિમવિધિની કરવામાં આવી છે.

Leave a Reply

Related Post