સેલ્ફી લેવા માટે ફેન્સની 'તમન્ના'!: બેકાબૂ ભીડમાંથી માંડ-માંડ બચી એક્ટ્રેસ, યૂઝર્સે કહ્યું- સિક્યુરિટી ક્યાં છે?

સેલ્ફી લેવા માટે ફેન્સની 'તમન્ના'!:બેકાબૂ ભીડમાંથી માંડ-માંડ બચી એક્ટ્રેસ, યૂઝર્સે કહ્યું- સિક્યુરિટી ક્યાં છે?
Email :

તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે ફોટો પડાવવા અને સેલ્ફી લેવા લોકોમાં પડાપડી થઈ ગઈ હતી. લોકોએ તેને ચારે બાજુથી ઘેરી લીધી હતી, જેના કારણે એક્ટ્રેસ અસ્વસ્થતા અનુભવી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી તેના ફેન્સ ગુસ્સે ભરાયા છે અને લોકોના આવા વર્તન પર ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. તમન્ના ભીડમાં ફસાઈ ગઈ 23માં ઝી સિને એવોર્ડ્સ 2025નું 17 મેના રોજ મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તમન્ના ભાટિયાએ 'આજ કી રાત', 'ચિકની ચમેલી' જેવા બોલિવૂડ ગીતો પર ધમાકેદાર પરફોર્મન્સ

આપ્યું હતું. આ દરમિયાન, હવે બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તમન્ના ઇવેન્ટ પછી બહાર નીકળતી જોઈ શકાય છે. આ સમય દરમિયાન લોકોએ તેને ચારે બાજુથી ઘેરી લીધી અને ફોટા અને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તે ખૂબ જ પરેશાન અને અસ્વસ્થ દેખાતી હતી. વીડિયો જોયા પછી ફેન્સ ગુસ્સે થયા આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના ફેન્સ ગુસ્સે ભરાયા. એક યૂઝરે લખ્યું, 'તેની સુરક્ષા ક્યાં છે?', બીજાએ લખ્યું, 'તે અસ્વસ્થતા અનુભવી રહી છે ભાઈ, તમે લોકો સમજી ન શક્યા.' આ સિવાય ઘણા અન્ય લોકોએ

એક્ટ્રેસની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. અનન્યા અને રાશાનો પરફોર્મન્સ પણ ચર્ચામાં રવિના ટંડનની પુત્રી રાશા, જેણે ફિલ્મ 'આઝાદ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, તેણે આ વર્ષે ઝી સિને એવોર્ડ્સમાં પોતાના કરિયરનું પહેલું પરફોર્મન્સ આપ્યું. તેને યાદગાર બનાવવા માટે, તેણે માતાનું સૌથી આઇકોનિક ગીત 'ટિપ ટિપ બરસા પાની' પસંદ કર્યું. આ ઉપરાંત અનન્યા પાંડેએ તેના બધા ગીતોને એક તરફ રાખી, પિતા ચંકી પાંડેની ફિલ્મ 'પાપ કી દુનિયા'નું ગીત 'મેરા દિલ તોતા બન જાયે' પર પરફોર્મ કર્યું. આ દરમિયાન તેણે પિતા ચંકી પાંડેને સ્ટેજ પર બોલાવ્યો અને તેના સ્ટેપ્સ ફૉલો કર્યાં.

Leave a Reply

Related Post