ચંદ્રુમાણાની શ્રી ગૌરી વિદ્યાલયમાં વિદાય સમારંભ: ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી, મહેમાનોએ આપ્યું માર્ગદર્શન

ચંદ્રુમાણાની શ્રી ગૌરી વિદ્યાલયમાં વિદાય સમારંભ:ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી, મહેમાનોએ આપ્યું માર્ગદર્શન
Email :

ચંદ્રુમાણામાં શ્રી ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગૌરી વિદ્યાલયમાં 22 ફેબ્રુઆરી, 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. શાળાના આચાર્ય સતિષભાઈ પી. જાદવે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. અતિથિ વિશેષ તરીકે પધારેલા પીએમસી પ્રાથમિક શાળાના આચાર્ય ગણપતભાઈ ડોડીયાએ વિદ્યાર્થીઓને નિર્ભય થઈને પરીક્ષા આપવા પ્રેરણા આપી. શાળાના ઉપપ્રમુખ

પ્રમોદભાઈએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. નિવૃત્ત માહિતી અધિકારી ભરતભાઈ રાવલે વિદ્યાર્થીઓને સારા નાગરિક બનવા અને ધોરણ 10ની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માર્ગદર્શન આપ્યું. બળવંતસિંહ રાજપૂતે સાહિત્યિક અભિવ્યક્તિ સાથે વિદાય અંગે વાત કરી. શાળાના ભૂતપૂર્વ શિક્ષક મહાદેવભાઈ દેસાઈએ શાળાની યાદો તાજી કરી. કાર્યક્રમના અધ્યક્ષ અને શાળાના પ્રમુખ ભાનુભાઈએ

વિદ્યાર્થીઓને શાંતિથી પરીક્ષા આપવા અને શાળાનું નામ રોશન કરવા જણાવ્યું. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. ગત વર્ષના ટોપ થ્રી વિદ્યાર્થીઓને યાદ કરી બિરદાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ શાળાને ભેટ આપી અને સ્ટાફ સાથે ફોટો પડાવ્યો. શિક્ષકો રમેશભાઈ પટેલ, નિમેષભાઈ જાની અને રીટાબેને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું.

Related Post