Tips: ઘરે બનાવો મેકઅપ રીમુવર, તો આ સરળ ટિપ્સ અજમાવી જુઓ

Tips: ઘરે બનાવો મેકઅપ રીમુવર, તો આ સરળ ટિપ્સ અજમાવી જુઓ
Email :

સુંદર દેખાવુ કોને ન ગમે એમાં ખાસ મહિલાઓને સુંદર દેખાવુ હંમેશા ગમતુ હોય છે. ઓફિસમાં જતી મહિલા, તહેવારોમાં કે બહાર ક્યાંક ગેટ ટુ ગેધર હોય તે હંમેશા મેકઅપ પર ધ્યાન આપતી હોય છે. પરંતુ તે ક્યારેક તે મેકઅપ રિમુવ કરવા માટે એટલે કે તે મેકઅપને કાઢવા માટે મુંઝવણમાં હોય છે. કેટલીક સરળ ટ્રીક જાણીએ કે તેનાથી તમે તે મેકઅપને સારી રીતે રિમુવ કરી શકશો. મેકઅપને હટાવવુ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો એક સરળ રીત માનવામાં આવે છે. ઘરે બનાવેલા રિમુવરથી પૈસાની બચત પણ થઈ શકે છે. તેના સાથે ત્વચા સ્વસ્થ અને ચમકતી રહેશે

નિયમિત રીતે મેકઅપનો ઉપયોગ કરનારા લોકો કેમિકલયુક્ત ઉત્પાદનોનો સહારો લેતા હોય છે. જેનાથી ઘણીવાર ઘણા લોકોને ત્વચા પર ઘણી આડઅસરો થતી હોય છે. કેમિકલ આધારિત મેકઅપ રિમુવરનો ઉપયોગ કરતા હોય છે. જેનાથી ઘણીવાર ત્વચા શુષ્ક થઈ જાય છે. આ જ કારણ છે કે લોકોની ત્વચા પર ખીલ થવાની સમસ્યાઓ શરુ થઈ જાય છે, એટલે જ જો તમારે મેકઅપ હટાવવા માટે કુદરતી

વસ્તુઓનો ઉપયોગ કરવો એક સરળ રીત માનવામાં આવે છે, તેના સાથે ત્વચા સ્વસ્થ અને ચમકતી રહેશે

મેકઅપ હટાવવા માટે ઘરેલુ ઉપાયો

બેબી ઓઈલ શ્રેષ્ઠ રીત

બેબી ઓઈલને મેકઅપ કાઢવા માટે બેસ્ટ ઓપશન માનવામાં આવે છે. બાળકો માટે બનાવેલા ઉત્પાદનોમાં લગભગ કોઈ પ્રકારના કેમિકલ્સ નથી હોતા, જેના લીધે તે તમારી ત્વચાને સંભાળવામાં મદદ કરશે ત્વચા નરમ રહેશે.

કાચુ દૂધ

ઠંડા કાચા દૂધનો ઉપયોગ મેકઅપ હટાવવા માટે કરી શકાય છે. તેના લીધે તમે થોડા કોટન એટલે કે રુ. એક નાની વાટકીમાં દૂધ ઉમેરી તેમાં બોળી દો અને હવે તે રુના નાના બોલની મદદથી તમારી ત્વચાનો મેકઅપ પ્રોડક્ટ્સને દૂર કરી શકો છો.

નાળિયેર તેલ

નાળિયેર તેલને બહુ બધી રીતે ઉપયોગમાં લેવાતુ હોય છે. તેની મદદથી વોટરપ્રૃફ મેકઅપ પણ તમે આરામથી કાઢી શકો છો. તેના માટે ચહેરા પર મસાજ કરતા તેને લગાવો અને થોડીવાર માટે એમ જ રહેવા દો તેના પછી તમે ટુવાલના મદદથી તેને હટાવી સાફ કરી લો અને હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.

એલોવેરા જેલનો ઉપયોગ

એલોવેરા જેન દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક હોય છે, જો તમે તેનો ઉપયોગ મેકઅપ હટાવવા માટે કરો છો તો મેકઅપ દૂર કર્યા સિવાચ બીજી ઘણી બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો તમે ડર્યા વગર આંખોનો મેકઅપ પણ રિમુવ કરી શકો છો.

Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

Related Post