ખેરાલુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: પૂરપાટ આઈવા ટ્રકે ઈકો ગાડીને ટક્કર મારતાં એક જ પરિવારના 3 સભ્યોને ઈજા

ખેરાલુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત:પૂરપાટ આઈવા ટ્રકે ઈકો ગાડીને ટક્કર મારતાં એક જ પરિવારના 3 સભ્યોને ઈજા
Email :

ખેરાલુ હાઈવે પર વૃદાંવન ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આઈટીઆઈ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા આઈવા ટ્રકે એક ઈકો ગાડીને જોરદાર ટક્કર મારી હતી. સુરતના ઓલપાડના પારસીવાડના રહેવાસી ઈકરામ મુખત્યાર કુરેશી તેમના પરિવાર સાથે સતલાસણા ખાતે ભત્રીજીના લગ્ન પ્રસંગમાં

જઈ રહ્યા હતા. ખેરાલુ આઈટીઆઈ ચોકડી પાસે પાછળથી આવેલા ટ્રકે તેમની ઈકો ગાડીને ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ઈકો ગાડી રોંગ સાઈડમાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં મુખત્યાર ખુદાબક્ષ કુરેશી (60), નિલોફર ઈકરામ કુરેશી (35) અને મહોમ્મદસામી ઈકરામ કુરેશી (7)ને

ઈજાઓ થઈ હતી. ઘાયલોને પ્રથમ ખેરાલુ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ખેરાલુ પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Related Post