ખારાઘોડા ગામમાં જેડાવાળી મેલડી માતાજીનો મહોત્સવ: ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શોભાયાત્રા, ડાયરો અને લોકમેળો યોજાયો

ખારાઘોડા ગામમાં જેડાવાળી મેલડી માતાજીનો મહોત્સવ:ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શોભાયાત્રા, ડાયરો અને લોકમેળો યોજાયો
Email :

કચ્છના નાના રણને અડીને આવેલા દસાડા તાલુકાના ખારાઘોડા ગામના નવાગામ ખાતે જેડાવાળી મેલડી માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સરકારી મંજૂરી સાથે આ ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. મહોત્સવમાં શોભાયાત્રા અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના

જાણીતા કલાકારોએ હાજરી આપી હતી. ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખવા લોકમેળાનું પણ આયોજન કરાયું હતું. મેળામાં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક વયજૂથના લોકોએ આનંદ માણ્યો હતો. મેળામાં ઠાકોર સમાજ અને અગરીયા સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. રણમાં મીઠું પકવવાની

સિઝન ચાલી રહી હોવા છતાં, આસ્થાના કેન્દ્ર સમા આ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. એક વર્ષથી વધુ સમયથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગ્રામજનો અને ભાવિકોએ એકજૂથ થઈને આ ભવ્ય મહોત્સવની સફળ ઉજવણી કરી હતી.

Related Post