IND-ENG વચ્ચે મેચ શરૂ: ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે નમો સ્ટેડીયમ, એક સાથે એક લાખ જેટલા લોકો અંગદાન માટે સંકલ્પ કરશે

IND-ENG વચ્ચે મેચ શરૂ:ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે નમો સ્ટેડીયમ, એક સાથે એક લાખ જેટલા લોકો અંગદાન માટે સંકલ્પ કરશે
Email :

નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર આજે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સિરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાવા જઈ રહી છે. બંને ટીમો સ્ટેડીયમ પર પહોંચી છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં પણ લોકો સ્ટેડીયમ પર પહોંચવા લાગ્યા છે. મેટ્રોથી લઈ મોટેરા સુધી બ્લ્યૂ જર્સી સાથે ક્રિકેટ ફેન્સ જોવા મળી રહ્યા છે. મેચ જોવા આવેલા લોકોએ કહ્યું હતું

કે, આજની મેચમાં વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વ કમબેક કરે તેવી આશા છે. મેચ નિહાળવા આવનાર પ્રેક્ષકો માટે AMTS દ્વારા 18 રૂટની 104 વઘારાની બસો મુકવામાં આવી છે. મેચને કારણે જનપથથી મોદી સ્ટેડિયમ થઈ મોટેરા ગામ સુધીનો રોડ સવારે 9થી મેચ પૂરી ન થાય ત્યાં સુધી વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા થઈ વિસતથી વાયા

જનપથ થઈ અવરજવર કરી શકશે. ઉપરાંત કૃપા રેસિડેન્સિથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે. આ ઉપરાંત પ્રેક્ષકોના ધસારાને પગલે મેટ્રો પણ રાત્રે 10ને બદલે 12 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો દર 8 મિનિટે મ‌ળશે. આ પણ વાંચોઃ અમદાવાદમાં બંને ટીમ પહેલીવાર ODIમાં ટકરાશે

Related Post