ધ બર્નિંગ BRTS બસ: સુરતના નિયોલ ચેકપોસ્ટ પાસે મિનિટોમાં આગે આખી બસને ઝપેટમાં લઈ લીધી, ધુમાડાના ગોટેગોટાએ વાહનો થંભાવ્યાં

ધ બર્નિંગ BRTS બસ:સુરતના નિયોલ ચેકપોસ્ટ પાસે મિનિટોમાં આગે આખી બસને ઝપેટમાં લઈ લીધી, ધુમાડાના ગોટેગોટાએ વાહનો થંભાવ્યાં
Email :

સુરતમાં સારોલી નજીક નિયોલ ચેકપોસ્ટ પાસે બીઆરટીએસની બસમાં આગ લાગતા અફરાતફરી બચી ગઈ હતી. રોડ પર જ દોડતી બીઆરટીએસ બસમાં આગના પગલે વાહનચાલકો પણ થંભી ગયા હતા. ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ અંગેની મળતી માહિતી મુજબ, બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર નહોતું. આગમાં

સંપૂર્ણ બસ બળીને ખાખ મળતી માહિતી પ્રમાણે, 4.15 વાગ્યા આસપાસ બારડોલી સુરત રોડ પર સારોલી નજીક આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બીઆરટીએસ બસમાં આગની ઘટના બની હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે, આ આગમાં બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. ધુમાડાના

ગોટેગોટાથી વાહનચાલકો થંભી ગયાં સુરત બારડોલી મેન રોડ પર બીઆરટીએસ બસમાં આગના પગલે રોડ પર જ બસ સળગવા લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી. આગની પગલે ધુમાડાના ગોટેગોટાથી પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા. આ આગના પગલે નજીકમાંથી ફાયર એક્સટિંગ્વિશર દ્વારા પણ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ પર કાબુ મેળવાયો ન હતો. આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી.

Related Post