ભચાઉ-સામખિયાળી હાઈવે પર ડીઝલ ટેન્કરમાં આગ: રિલાયન્સનું ટેન્કર ભુજથી જામનગર જતું હતું, ફાયર બ્રિગેડે 3 કલાકમાં આગ કાબૂમાં લીધી

ભચાઉ-સામખિયાળી હાઈવે પર ડીઝલ ટેન્કરમાં આગ:રિલાયન્સનું ટેન્કર ભુજથી જામનગર જતું હતું, ફાયર બ્રિગેડે 3 કલાકમાં આગ કાબૂમાં લીધી
Email :

ભચાઉ-સામખિયાળી હાઈવે પર કેસરીગઢ રિસોર્ટ નજીક રિલાયન્સના ડીઝલ ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના 12 જૂન, 2025ની રાત્રે લગભગ 1:30 વાગ્યે બની હતી. ટેન્કર ભુજથી જામનગર ડીઝલ ભરવા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના

સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે લગભગ ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે મોટું

નુકસાન થતું અટકાવી શકાયું હતું. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ સહિતની ટીમે ભાગ લીધો હતો. કચ્છ વિસ્તારમાં ખાનગી અને માલવાહક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં કોઈ જાનહાની થતી નથી.

Leave a Reply

Related Post