ટેક્સટાઈલ માર્કેટમાં આગે મચાવી તબાહી: નપાના હોદ્દેદારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ, નવા શૈક્ષણિક વર્ષથી બદલાશે પાઠ્યપુસ્તકો, આજે બફારો તો કાલે ઠંડીનું એલર્ટ

ટેક્સટાઈલ માર્કેટમાં આગે મચાવી તબાહી:નપાના હોદ્દેદારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ, નવા શૈક્ષણિક વર્ષથી બદલાશે પાઠ્યપુસ્તકો, આજે બફારો તો કાલે ઠંડીનું એલર્ટ
Email :

નવા શૈક્ષણિક વર્ષથી બદલાશે પાઠ્યપુસ્તકો આવતા શૈક્ષણિક વર્ષથી ધો.1, 6થી 8 અને 12ના કેટલાક પાઠ્યપુસ્તકો બદલાશે. ધો. 1માં ગુજરાતી, ધો. 6મા અંગ્રેજી, ધો. 8માં ગુજરાતી,ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે.તો ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે. આજથી બોર્ડની પરીક્ષા શરુ થઈ આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ થઈ.વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપી, કંકુ

તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. 32 કલાકે આગ પર કાબૂ મેળવાયો સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં 26 ફેબ્રુઆરીએ સવારે લાગેલી આગ 32 કલાકે ..આગમાં 450 દુકાનો બળીને ખાખ થઈ ગઈ, અને કરોડોનું નુક્શાન થયું છે...સદનસીબે આગમાં કોઈ મોટી જાનહાની નથી થઈ. કારણ દર્શક નોટિસ પર હોસ્પિટલનો લૂલો બચાવ મહિલાઓના ચેકઅપ સમયના સીસીટીવી વાયરલ થવા મુદ્દે

મોકલાયેલી નોટિસમાં પાયલ હોસ્પિટલે લૂલો બચાવ કર્યો.. હોસ્પિટલે કહ્યું કે મોંઘી મશીનરી હોવાથી સર્વેલન્સ માટે CCTV લગાવ્યા હતા' અમારો કોઈ ખરાબ ઈરાદો નહોતો, હેક થવાથી વીડિયો વાઇરલ થયા.. ત્રિવેણી સંગમ પર રોજ થશે સંધ્યા આરતી પ્રભાસ તીર્થમાં ત્રિવેણી સંગમ પર બનારસની જેમ હવે દરરોજ સાંજે ભવ્ય આરતી થશે.સોમનાથ મહોત્સવના ત્રીજા દિવસે કલેક્ટરે આ જાહેરાત કરી.. સાથે

જ અહીં આવતા લોકો માટે બોટિંગની વ્યવસ્થા પણ કરાશે. બે પૂર્વ વિદ્યાર્થીને અપાશે NID પ્રાઇડ એવોર્ડ મહિન્દ્રાનો લોગો અને થાર-હેરિયર કાર ડિઝાઈન કરનાર પ્રતાપ બોઝ એનઆઈડી પ્રાઈડ અવોર્ડથી સન્માનિત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે સન્માન..તેઓ 1992-97 દરમિયાન એનઆઈડીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. બીઆરટીએસ બસમાં આગ લાગતા વાહનો થંભ્યા સુરતમાં બીઆરટીએસ બસ આગની ચપેટમાં ..નિયોલચેકપોસ્ટ પાસે

મિનિટોમાં જ આગે આખી બસને ઝપેટમાં લઈ લીધી... ધુમાડાના ગોટેગોટાએ વાહનો થંભાવ્યા પ્રમુખોની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપે નગરપાલિકાઓમાં હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી.. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પાંચ નગરપાલિકાના પ્રમુખ પદ માટે સેન્સ લેવાઈ. સચિન તેંડુલકરે તાજ વિવંતામાં માણી ગુજરાતી થાળી ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચ માટે વડોદરા

આવેલા સચિન તેંડુલકરે ગુજરાતી ભોજન માણ્યું. તાજ વિવંતામાં સચિને ગુજરાતી થાળી ખાધી.આવતી કાલે કોટંબી સ્ટેડિયમમાં આઈએમએલની મેચ રમાશે. 24 કલાકમાં તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે આગામી 24 કલાક બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આજે દરિયાકિનારાના જિલ્લાઓમાં બફારાનું યલો એલર્ટ આપવામમાં આવ્યું છે..

Related Post