US ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસનો પહેલો દિવસ, PHOTOS: મંદિરમાં દર્શન, મોદી સાથે ડિનર, PM હાઉસમાં જેડી વેન્સનાં બાળકોની સોફા પર મસ્તી

US ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસનો પહેલો દિવસ, PHOTOS:મંદિરમાં દર્શન, મોદી સાથે ડિનર, PM હાઉસમાં જેડી વેન્સનાં બાળકોની સોફા પર મસ્તી
Email :

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ગઈકાલે એટલે કે સોમવારે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેમનું વિમાન સવારે 9:45 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઊતર્યું. જેડી વેન્સ તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો - ઇવાન, વિવેક અને મીરાબેલ સાથે ભારત આવ્યા છે. તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું. એરપોર્ટ પર જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કલાકારોએ વેન્સ, તેની પત્ની અને બાળકોની સામે પરંપરાગત નૃત્યો

રજૂ કર્યું. આ પછી વેન્સ પરિવાર દિલ્હીના અક્ષરધામ મંદિર ગયો અને ત્યાં લગભગ 1 કલાક રોકાયો. વેન્સ સાંજે લગભગ 6:30 વાગ્યે પીએમને મળવા માટે 7 લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા, જ્યાં પીએમએ તેમનું સ્વાગત કર્યું. ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી જેડી વેન્સની આ ભારતની પહેલી સત્તાવાર મુલાકાત છે. જેડી વેન્સની ભારત મુલાકાતનો પહેલો દિવસ 15 ફોટામાં... , અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની મુલાકાત સંબંધિત આ સમાચાર પણ વાંચો... 62 લાખનાં ઘરેણાંથી સજ્જ બે

હાથણી USના ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરશે:ચંદા-પુષ્પાને 350 વર્ષ જૂનાં ઘરેણાનો શણગાર કરાશે, આ હાથણી દ્વારા જ જેડી વેન્સનું શાહી સ્વાગત થશે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ (JD) વેન્સ 21 એપ્રિલથી જયપુરની ચાર દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ આમેર, જંતર મંતર અને સિટી પેલેસની મુલાકાત લેશે. 22 એપ્રિલે, 433 વર્ષ જૂના આમેર પેલેસના સૂરજપોલના જલેબ ચોક ખાતે રત્નોથી સજ્જ હાથણીઓ પુષ્પા અને ચંદા તેમનું સ્વાગત કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Leave a Reply

Related Post