અમેરિકાનાં 6 રાજ્યમાં પૂર, 14 લોકોનાં મોત: કેટલાક વિસ્તારોમાં તાપમાન માઇનસ 60 ડિગ્રીએ પહોંચ્યું; 9 કરોડ લોકો કરી રહ્યા છે તીવ્ર ઠંડીનો સામનો

અમેરિકાનાં 6 રાજ્યમાં પૂર, 14 લોકોનાં મોત:કેટલાક વિસ્તારોમાં તાપમાન માઇનસ 60 ડિગ્રીએ પહોંચ્યું; 9 કરોડ લોકો કરી રહ્યા છે તીવ્ર ઠંડીનો સામનો
Email :

અમેરિકાનાં છ રાજ્ય- કેન્ટુકી, જ્યોર્જિયા, વર્જિનિયા, પશ્ચિમ વર્જિનિયા, ટેનેસી અને ઇન્ડિયાના પૂરનો સામનો કરી રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેન્ટુકી હતું, જ્યાં 12 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે પશ્ચિમ વર્જિનિયા અને જ્યોર્જિયામાં એક-એક મૃત્યુ થયું હતું. સીબીસી ન્યૂઝ અનુસાર, પોલર વોર્ટેક્સને કારણે અમેરિકાના પૂર્વી રાજ્યોમાં લગભગ 90 મિલિયન લોકો તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા

છે. તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, શાળાઓ બંધ થઈ ગઈ છે, પાઇપો ફાટી ગઈ છે. 14 હજારથી વધુ ઘરોમાં વીજળી કાપી નાખવામાં આવી છે અને 17 હજાર સ્થળે પાણીપુરવઠો બંધ થઈ ગયો છે. રાષ્ટ્રીય હવામાન સેવાના હવામાનશાસ્ત્રી એન્ડ્રુ ઓરિસને જણાવ્યું હતું કે મધ્ય અમેરિકા હાલમાં સૌથી નીચું તાપમાન અનુભવી રહ્યું છે. મધ્યપશ્ચિમના કેટલાક

વિસ્તારોમાં તાપમાન માઈનસ 50થી માઈનસ 60 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. પશ્ચિમ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ જણાવ્યું હતું કે પાણીના સ્તરમાં સતત વધારો થવાને કારણે ઘણા લોકો ગુમ થયા છે. બચાવ ટીમે કેન્ટુકી અને આસપાસના વિસ્તારોમાં 1,000થી વધુ બચાવ કામગીરી હાથ ધરી છે. પૂરના વિનાશનાં ચિત્રો... કેન્ટુકીમાં પાણીનો સ્તર વધુ વધશે છેલ્લા કેટલાક દિવસોમાં કેન્ટુકીના કેટલાક

ભાગોમાં 6 ઇંચ (15 સેમી) સુધી વરસાદ પડ્યો હતો, એના કારણે વ્યાપક પૂર આવ્યું હતું. ભારે વરસાદને કારણે નદીઓના પાણીનો સ્તર ઝડપથી વધ્યો અને વાહનો પાણીમાં ફસાઈ ગયાં. રાષ્ટ્રીય હવામાન સેવાએ કેન્ટુકી રાજ્ય માટે ચેતવણી જારી કરીને કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં નદીના પાણીના સ્તર વધુ વધશે. આ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં

તાપમાન વધુ ઘટશે. કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે લોકોને કહ્યું- જો તમારા ઘરમાં થોડા દિવસો સુધી વીજળી ન હોય, તો ગરમ જગ્યાએ સુરક્ષિત રહો. પોલર વોર્ટેક્સ સાથે સંઘર્ષ કરી રહ્યું છે અમેરિકા અમેરિકામાં આ પૂર પાછળ પોલર વોર્ટેક્સને કારણે બર્ફીલું તોફાન મુખ્ય કારણ માનવામાં આવે છે. અમેરિકાનાં ઘણાં રાજ્યો છેલ્લા બે મહિનાથી તીવ્ર ઠંડા પવનોનો સામનો કરી

રહ્યાં છે. આનું મુખ્ય કારણ પોલર વોર્ટેક્સ હોવાનું માનવામાં આવે છે. પોલર વોર્ટેક્સમાં પવન ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વહે છે. ભૌગોલિક રચનાને કારણે પોલર વોર્ટેક્સ સામાન્ય રીતે ઉત્તર ધ્રુવની આસપાસ ફરે છે, પરંતુ જ્યારે એ દક્ષિણ તરફ જાય છે ત્યારે એ અમેરિકા, યુરોપ અને એશિયામાં તીવ્ર ઠંડી લાવે છે. પોલર વોર્ટેક્સ કયાં જોખમો પેદા કરી શકે?

Related Post