બૂડિયા-ગભેણી ચોકડી પરનો ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો: રાહુલ ગાંધીના નેતૃત્વને તેમની પાર્ટી જ સ્વીકારતી નથી, બે દિવસ ગુજરાત આવવાથી કશું ન થાય

બૂડિયા-ગભેણી ચોકડી પરનો ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો:રાહુલ ગાંધીના નેતૃત્વને તેમની પાર્ટી જ સ્વીકારતી નથી, બે દિવસ ગુજરાત આવવાથી કશું ન થાય: પાટીલ
Email :

અકસ્માતના બ્લેક સ્પોટ બની ગયેલા હજીરા-ધુલિયા નેશનલ હાઇવે પર આવેલાં બુડિયા અને ગભેણી ચોકડી પર બનાવાયેલા ફ્લાય ઓવરબ્રિજને આજે (18 એપ્રિલ) કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા ખુલ્લો મુકાયો હતો. સ્થાનિકો સાથે હજારો વાહન ચાલકોને ટ્રાફિકજામથી મુક્તિ મળશે. ત્યારે બીજી બાજુ લોકાર્પણ પ્રસંગ બાદ તેઓએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પાર્ટીના લોકોને ભરોસો નથી, કોઈ બે દિવસ આવી જાય તેથી ગુજરાત તેમનું

થઈ જશે તેવી કલ્પના જે કરે છે તે સાચું નથી. સાથે તેઓએ કહ્યું હતું કે, યમુનાને સાફ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેથી દિલ્હીના લોકોને યમુના નદીનું સ્વચ્છ પાણી પીવા માટે મળે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ ગુજરાત સલામતઃ પાટીલ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલએ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં લોકોને આકર્ષણ થાય. પરંતુ જે

વ્યક્તિ ઈરાદા સાથે આવી રહ્યો છે ચોક્કસપણે તે સફળ થશે નહીં, હું તમને કહી શકું. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને સાહસિક વૃત્તિના લોકો ક્યારે નબળું નેતૃત્વ પસંદ કરતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સલામત છે. વિકાસ 100 ટકા નિશ્ચિત છે. ગુજરાતનો વિકાસ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ મળશે, આ ગુજરાતના લોકો જાણે છે. આટલા માટે

કોઈ બે દિવસ આવી જાય તેથી ગુજરાત તેમનું થઈ જશે તેવી કલ્પના જે કરે છે તે સાચું નથી. ‘યમુના નદીનું પામી પીવા લાયક થાય તેવી તૈયારી’ સાથે તેઓએ જણાવ્યું હતું કે, યમુના નદી આપણે જોઈ છે કે વર્ષોથી દૂષિત હતી. એ સ્થિતિની અંદર જો તેને સાફ કરાવવામાં આવે તો માનવ જીવન માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રીને સાથે રાખીને અમારા મંત્રાલયે એક મિટિંગ કરી

છે. તેની અંદર એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના સંદર્ભે કઈ રીતે આગળ જવું, તમામ જવાબદારીઓ કોણ કેવી રીતે કામ કરશે, સર્વે કઈ રીતે થશે, યમુના કેવી રીતે સાફ થાય અને જરૂરી શુદ્ધ પાણી પીવા લાયક બની શકે તેની તમામ શક્યતાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. લોકોને યમુના નદીથી પીવા લાયક પાણી મળે, આ માટે તૈયારી છે. ફ્લાયઓવરના

લોકાર્પણથી 50,000 વાહનચાલકોને રાહત હજીરા-ધુલિયા નેશનલ હાઇવે પર આવેલાં બુડિયા અને ગભેણી ચોકડી ઉપર 40 કરોડના ખર્ચે નિર્મિત થયેલો ફ્લાયઓવર અને અંડરપાસ હવે વાહનચાલકો માટે ખુલ્લો મુકાઈ ગયો છે. આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાથી રોજના અંદાજે 50,000થી વધુ વાહનોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. હજીરાની દિશામાં આવેલી અદાણી, રિલાયન્સ, એએમએનએસ જેવી મહાકાય ઔદ્યોગિક એકમો, ડાયમંડ બુર્સ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ), તથા

સચિન અને પાંડેસરા જીઆઈડીસી તરફ જતા વાહનો અહીંથી અવરજવર કરે છે. પરિણામે આ હાઇવે સર્વત્ર વ્યસ્ત રહેતો હોય છે. નવા બ્રિજથી દુર્ઘટનામાં ઘટાડો થવાની ધારણા આ ફ્લાયઓવરની સુવિધા માત્ર ઔદ્યોગિક વાહનો પૂરતી મર્યાદિત નથી, પણ આ માર્ગ પરથી જીઆવ, બુડિયા, ખજોદ, આભવા સહિતના ગામોને જોડાણ હોવાથી સ્થાનિક ગ્રામજનો માટે પણ આ વિકાસ મહત્વનો છે. અગાઉ અહીં જીવલેણ અકસ્માતો થયેલા હોવાના કારણે અનેક લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હવે નવા બ્રિજથી

આવી દુર્ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી ધારણા છે. આભવા અને ખજોદ ચોકડી પર પણ ફ્લાયઓવરો બનશે બુડિયા-ગભેણી ચોકડીના લોકાર્પણ બાદ હવે સરકાર દ્વારા આભવા અને ખજોદ ચોકડી પર પણ 93 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ચોમાસા પછી આ નવી કામગીરી હાથ ધરવામાં આવશે. જેને કારણે આ વિસ્તારોના ગ્રામજનોને ટ્રાફિકના ભારથી છૂટકારો મળશે અને અવરજવર વધુ સુગમ બની રહેશે. ક્વાસ પાટિયા અને રિલાયન્સના દરવાજા નજીક પણ નવી

યોજના ઉદ્યોગ ક્ષેત્રે મહત્વ ધરાવતા ક્વાસ પાટિયા અને રિલાયન્સ કંપનીના ગેટ નં.1 પાસે પણ ફ્લાયઓવર બનાવવાની મંજૂરી મળી ગઈ છે. અહીં અંદાજે 152 કરોડના ખર્ચે નવા બ્રિજ બનશે અને તેની કામગીરી પણ ચોમાસા બાદ શરૂ થશે. આ વિકાસ પદ્ધતિથી હજીરા તરફ જતા તમામ માર્ગો વધુ સલામત અને સરળ બનશે. વિશાળ ટ્રાફિક દબાણ વચ્ચે નવા બ્રિજ વાહન વ્યવહારને વધુ વ્યવસ્થિત બનાવશે અને લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાથી પીડાતા લોકોને ખરેખર રાહત મળશે.

Leave a Reply

Related Post