Whatsappનું મોટુ Action: જો નિયમોનું ઉલ્લંધન કરશો તો અકાઉન્ટ બ્લોક થઈ જશે

Whatsappનું મોટુ Action: જો નિયમોનું ઉલ્લંધન કરશો તો અકાઉન્ટ બ્લોક થઈ જશે
Email :

વોટ્સએપે ભારતમાં ઘણા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. IANS ના અહેવાલ મુજબ, 1 એપ્રિલ, 2025, મંગળવારના રોજ માહિતી આપતા, WhatsAppએ કહ્યું કે ફેબ્રુઆરી 2025 માં ભારતના 9.7 મિલિયન એકાઉન્ટ્સને બેન કરવામાં આવ્યા છે. આ નિર્ણયનું કારણ આપતા કંપનીએ કહ્યું કે ભારતમાં જે એકાઉન્ટ્સ વોટ્સએપના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે.

Whatsapp એ શા માટે અકાઉન્ટ બેન કરી દીધા?

વોટ્સએપના ફેબ્રુઆરી 2025ના સેફ્ટી રિપોર્ટ અનુસાર, કંપનીએ 1.4 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જેના વિશે કોઈ યુઝરે ફરિયાદ પણ નોંધાવી ન હતી. તમને જણાવી દઈએ કે ભારતમાં WhatsAppના 50 કરોડથી વધુ યુઝર્સ છે. કંપનીએ કહ્યું કે ભારતમાં આ 9.7 મિલિયન એકાઉન્ટ્સ AI-સંચાલિત મોડરેશન અને એડવાન્સ રિપોર્ટિંગ ટૂલ્સમાં રોકાણને કારણે બેન થઈ શકે છે.

વોટ્સએપ વતી માહિતી આપતા પ્રવક્તાએ કહ્યું કે વોટ્સએપ ઘણા વર્ષોથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર સતત કામ કરી રહ્યું છે. આ સાથે, અમારા ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અમારા પ્લેટફોર્મ પરના તમામ યુઝર્સને સંપૂર્ણ સેફ્ટી આપવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. લોકોની સેફ્ટી સાથે કોઈ ચેડા ન થાય તે માટે વોટ્સઅપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Whatsapp નું મોટું એક્શન 

વ્હોટ્સએપે વધુમાં કહ્યું કે IT નિયમો 2021 મુજબ, કંપનીએ મોટાભાગના એવા એકાઉન્ટ્સ સામે પગલાં લીધા છે જેની જાણ યુઝર્સ દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ એમ પણ કહ્યું કે વોટ્સએપમાં ઓટોમેટેડ ડિટેક્શન સિસ્ટમ છે જે શંકાસ્પદ પ્રવૃતિઓને શોધી કાઢે છે.

વોટ્સએપને મળેલી ફરિયાદોમાં મોટાભાગના મામલા સ્પામિંગ અને થર્ડ પાર્ટી એપ્સ સાથે જોડાયેલા છે. આ સિવાય લોકોએ કેટલાક એવા કેસ પણ નોંધ્યા છે કે તેઓ તેમની પરવાનગી વિના વિવિધ જૂથોમાં સામેલ છે. આ તમામ ફરિયાદોની તપાસ દરમિયાન વોટ્સએપને આવી ખોટી બાબતો મળી આવી છે. જેના કારણે આ અકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યા છે. 

Leave a Reply

Related Post