વાંકાનેર પોલીસની સફળ કાર્યવાહી: ભાગી ગયેલા બુટલેગરની કારમાંથી 4.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વાંકાનેર પોલીસની સફળ કાર્યવાહી:ભાગી ગયેલા બુટલેગરની કારમાંથી 4.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Email :

વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે પાડધરા ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પીએસઆઈ એલ.એ.ભરગાના નેતૃત્વમાં પોલીસ ટીમે કારનો પીછો કર્યો હતો. ચાલક

મકતાનપર ગામ નજીક શિવ સ્ટોન પથ્થરની ખાણ પાસે કાર (નંબર GJ-3-MR-4227) મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની ૧૩૧ બોટલો મળી આવી હતી. પોલીસે કુલ ૪,૫૩,૪૬૯ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ૫૩,૪૬૯ રૂપિયાની કિંમતનો દારૂ અને ૪ લાખની કિંમતની કાર

સામેલ છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પીએસઆઈ એલ.એ.ભરગા ઉપરાંત ભરતભાઈ, કિર્તિસિંહ, અજયસિંહ, અશ્વિનભાઈ અને વાસુદેવભાઈની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસને અજયસિંહ ઝાલા પાસેથી મળેલી ખાનગી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Related Post