USA: ડિપોર્ટ કરાયેલા ભારતીયો પર કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરનો ખુલાસો

USA: ડિપોર્ટ કરાયેલા ભારતીયો પર કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરનો ખુલાસો
Email :

ગેરકાયદેસર ડિપોર્ટ કરાયેલા ભારતીય પ્રવાસીઓના મામલે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરનુ નિવેદન સામે આવ્યુ છે. તેઓએ જણાવ્યુ છે કે આ અમેરિકાની નીતિ છે અને આગાઉ પણ ભારતીયોને વતન વાપસી માટે મોકલવામાં આવ્યા છે. તો સાથે જ જણાવ્યુ હતુ કે, ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કાર્યવાહી કરાઇ છે. અને વતન વાપસીની આ પ્રક્રિયા નવી નથી. તો આ સિવાય તેમણે કટાક્ષ પણ કર્યો હતો કે અમાનવીય હાલતમાં ભારતીયો ફસાયા હતા.

કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરનુ નિવેદન

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, યુએસમાં દેશનિકાલની પ્રક્રિયા અને અમલ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા કરવામાં આવે છે. તે 2012 થી અસરકારક છે. ICE (ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) દ્વારા ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટ દ્વારા દેશનિકાલ માટેની પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા પ્રતિબંધોના ઉપયોગ માટે પ્રદાન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે મહિલાઓ અને બાળકો પર પ્રતિબંધ નથી.

ગેરકાયદેસર ડિપોર્ટ કરાયેલા પ્રવાસીઓની પરિસ્થિતી

અમેરિકાએ દેશ નિકાલનો કાયદો કડક રીતે અમલમાં મુકતા દુનિયાભરમાં હલચલ જોવા મળી રહી છે. સૈન્ય વિમાન દ્વારા ગેરકાયદેસર ડિપોર્ટ કરાયેલા પ્રવાસીઓને તેમના નિવાસસ્થાને મોકલવામાં આવી રહ્યા છે. આ સંખ્યા 100થી વધીને 104 સુધી પહોંચ્યો છે. અમૃતસરમાં એરપોર્ટ પર અમેરિકાનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન લેંડ કરવામાં આવ્યુ હતુ. ગેરકાયદેસર ડિપોર્ટ કરાયેલા પ્રવાસીઓએ વિદેશમાં વસવાટ કરવા માટે ડંકી રુટ અપનાવ્યો હતો. જે ગેરકાયદેસર છે. આ ગેરકાયદેસર ડિપોર્ટ કરાયેલા પ્રવાસીઓમાં 33 લોકો હરિયાણા અને ગુજરાતના હતા. તો 30 લોકો પંજાબના તો 3 લોકો મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ચંડીગઢના હતા

અમેરિકામાં કેટલા ભારતીય અપ્રવાસીઓ ?

રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી તરત જ, ટ્રમ્પે લેચેન રાયલી એક્ટ પર હસ્તાક્ષર કર્યા, જેણે યુએસ અધિકારીઓને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવા અને દેશનિકાલ કરવાનો અધિકાર આપ્યો. આ પછી, 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરવામાં આવી, જેમાં 20 હજારથી વધુ ભારતીયોનો પણ સમાવેશ થાય છે જેમને દેશનિકાલનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંથી, લગભગ 17 હજાર ભારતીયોને સ્થળાંતર કરવા માટે અંતિમ આદેશ જારી કરવામાં આવ્યો છે. તે જ સમયે, યુએસ ઇમિગ્રેશન વિભાગ એટલે કે ICE દ્વારા 2 હજારથી વધુ ભારતીયોની અટકાયત કરવામાં આવી છે. પ્યુ રિસર્ચ સેન્ટરના 2022ના અહેવાલ મુજબ, અમેરિકામાં લગભગ 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે. આ આંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે.

અમેરિકામાં વસવાટ કરવાની ઇચ્છા કેમ ?

ભારતમાં બેરોજગારી અને મર્યાદિત આર્થિક તકો અમેરિકા પ્રત્યે આકર્ષણના મુખ્ય કારણો છે. પીરિયડિક લેબર ફોર્સ સર્વે મુજબ, 2023-24માં સ્નાતકો અને અનુસ્નાતકોમાં બેરોજગારીનો દર 12% થી વધુ હતો. તેનાથી વિપરીત, અમેરિકામાં ભારતીયોની સરેરાશ વાર્ષિક આવક 60,000 થી 65,000 ડૉલર એટલે કે લગભગ 51થી 56 લાખ રૂપિયા છે. ભારતીય-અમેરિકન પરિવારની સરેરાશ વાર્ષિક આવક 1.45 લાખ એટલે કે લગભગ 1.25 કરોડ રૂપિયા છે. જે અમેરિકન પરિવારોની સરેરાશ આવક 70,000 ડૉલર કરતા બમણી છે.

Related Post