છોટા ઉદેપુરમાં નિ: શુલ્ક મેડિકલ કેમ્પ

છોટા ઉદેપુરમાં નિ:શુલ્ક મેડિકલ કેમ્પ:પારુલ યુનિવર્સિટી-સર્વોદય સોસાયટીના સંયુક્ત પ્રયાસથી 287 દર્દીને સારવાર મળી
Email :

છોટા ઉદેપુર ખાતે ન્યૂ સર્વોદય કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અને પારુલ યુનિવર્સિટીના હોમિયોપથી મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પ સવારે 10 વાગ્યાથી શરૂ થયો હતો. બપોરના 3 વાગ્યા સુધીમાં 287 દર્દીઓએ

સારવારનો લાભ લીધો હતો. કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી. આમાં પેટનો દુખાવો, પેશાબની તકલીફ, બાળરોગ, સાંધાના દુખાવા, શ્વાસની તકલીફ, ચામડીના રોગો અને સ્ત્રી રોગોનો સમાવેશ થાય છે. જે દર્દીઓને વધુ સારવારની આવશ્યકતા હતી, તેમના માટે

પારુલ યુનિવર્સિટી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દર્દીઓને જવાહરલાલ નહેરુ હોમિયોપથી મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી પહોંચવા માટે નિ:શુલ્ક બસ સેવા પૂરી પાડવામાં આવી છે. આ પહેલથી સ્થાનિક લોકોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ સુલભ બની છે.

Leave a Reply

Related Post