ફ્રેન્ચ ડોક્ટરે 299 બાળકનું શોષણ ને બળાત્કાર કર્યો: ભત્રીજીને પણ ન છોડી, બે પીડિતાએ આત્મહત્યા કરી; ગુપ્ત ડાયરીથી રહસ્ય ખૂલ્યું

ફ્રેન્ચ ડોક્ટરે 299 બાળકનું શોષણ ને બળાત્કાર કર્યો:ભત્રીજીને પણ ન છોડી, બે પીડિતાએ આત્મહત્યા કરી; ગુપ્ત ડાયરીથી રહસ્ય ખૂલ્યું
Email :

ફ્રાન્સના બ્રિટ્ટેની પ્રદેશની એક ફોજદારી અદાલતે બુધવારે એક ભૂતપૂર્વ ડૉક્ટરને 299 બાળકનું જાતીય શોષણ અને બળાત્કાર કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યો છે. આ આરોપી ડૉક્ટરને 20 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી. ફ્રાન્સના ઇતિહાસમાં બાળ જાતીય શોષણનો આ સૌથી મોટો કેસ છે. આ કેસની સુનાવણી ફેબ્રુઆરી 2025થી ચાલી રહી હતી. આરોપી ડૉ. જોએલ લે સ્કોરનેક (ઉં.વ.74) અગાઉ ગેસ્ટ્રિક સર્જન હતો. 1989થી 2014 દરમિયાન ફ્રાન્સમાં નવ ક્લિનિક્સ અને હોસ્પિટલોમાં કામ કરતી વખતે તેણે સેંકડો બાળકોનું જાતીય શોષણ અને બળાત્કાર કર્યો હતો. આ સમાચાર બહાર આવ્યા પછી બે પીડિતે તણાવને કારણે આત્મહત્યા કરી

હતી. જ્યારે આ ઘટનાઓ બની ત્યારે ઘણા પીડિતો બેભાન હતા અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ ઓપરેશનમાંથી સ્વસ્થ થઈ રહ્યા હતા, એટલે જ તેમને કંઈ યાદ નહોતું. આરોપીએ પહેલીવાર 1985માં તેની 5 વર્ષની ભત્રીજીનું જાતીય શોષણ કર્યું હતું. આરોપી ડૉક્ટર તેની બે ભત્રીજી સહિત 4 બાળક પર બળાત્કાર કરવાના આરોપમાં પહેલાંથી જ 15 વર્ષની સજા કાપી રહ્યો છે. આ કેસમાં તેને 2020માં સજા ફટકારવામાં આવી હતી. છોકરી સામે તેણે અશ્લીલ હરકતો કરી ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો આ સમગ્ર મામલો 2017માં પ્રકાશમાં આવ્યો, જ્યારે પોલીસે લે સ્કોરનેકના ઘરની તપાસ કરી, કારણ કે

તેણે પાડોશમાં રહેતી 6 વર્ષની બાળકીની સામે અશ્લીલ કૃત્યો કર્યાં હતાં. આ અંગે છોકરીનાં માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને તેના ઘરમાંથી સેક્સ ટોય અને ઢીંગલીઓ, કોમ્પ્યુટર અને બાળ જાતીય શોષણનાં ચિત્રો ધરાવતા બે ડઝનથી વધુ હાર્ડ ડ્રાઇવોથી ભરેલાં બોક્સ મળ્યાં હતાં. આ સાથે તેમની સેંકડો પાનાંની ડાયરી પણ મળી આવી. આમાં તેમણે બાળકો પર થયેલા જાતીય શોષણની વિગતો લખી હતી. બે સ્પ્રેડશીટમાં પીડિતોનાં નામ, ઉંમર, સરનામાં અને તેમના પર થયેલા દુર્વ્યવહારની વિગતો હતી. તેણે 30 વર્ષ સુધી બાળકોનું જાતીય શોષણ કર્યું ટ્રાયલની શરૂઆતમાં લે સ્કોરનેકે આરોપોને નકારી કાઢ્યા. તેણે

કહ્યું હતું કે તેની ડાયરીમાં લખેલી મોટા ભાગની વાતો કાલ્પનિક હતી અને કેટલીક તેનાં કામ સાથે સંબંધિત હતી, પરંતુ ટ્રાયલના એક મહિના પછી તેણે કોર્ટને ચોંકાવી દીધી અને કબૂલાત કરી કે તેણે તેની ડાયરીમાં જે લખ્યું હતું એ બધું સાચું હતું. સ્કોરનેકે કહ્યું હતું કે તેણે 30 વર્ષ સુધી કોઈ પસ્તાવો કર્યા વિના લોકોનું જાતીય શોષણ કર્યું. તેનો એકમાત્ર હેતુ બાળકો સામે વારંવાર જાતીય ગુનાઓ કરવાનો હતો. ત્રણ મહિનાની ટ્રાયલ દરમિયાન તે દરરોજ કોર્ટમાં શાંતિથી ઊભો રહેતો, રૂમની આસપાસ જોતો રહેતો. સ્કોરનેકે માર્ચમાં કોર્ટમાં 1989થી 2014 દરમિયાન 111 બળાત્કાર

અને 188 જાતીય હુમલા કર્યા હોવાની કબૂલાત કરી હતી. શોષણ કરાયેલાં બાળકોમાંથી 256 બાળક ગુના સમયે 15 વર્ષથી ઓછી ઉંમરનાં હતાં. પીડિતોમાં 158 છોકરા અને 141 છોકરી હતી. ગુના સમયે તેમની સરેરાશ ઉંમર 11 વર્ષ હતી. ઘણા પીડિતો કરી રહ્યા છે ડિપ્રેશનનો સામનો આ સમગ્ર મામલામાં એક નવો વળાંક આવ્યો, જ્યારે ઘણા પીડિતોને ખબર પડી કે તેમનું શોષણ થયું છે. આ ખુલાસા પછી કેટલાક ડિપ્રેશનમાં ગયા અને પોતાની નોકરી છોડી દીધી. તણાવને કારણે બે લોકોએ આત્મહત્યા પણ કરી. જ્યારે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા ત્યારે મોટા ભાગના પીડિતો આઘાત, ગુસ્સો,

ચિંતા અને એકલતા અનુભવી રહ્યા હતા. એક પીડિતાની માતાએ કહ્યું હતું કે લોકોએ સમજવું જોઈએ કે પોલીસ પીડિતો સુધી પહોંચી, પીડિતોએ પોલીસનો સંપર્ક કર્યો નહીં. આ બેવડો ફટકો છે. લગભગ 100 પીડિત સુનાવણીમાં હાજર રહ્યાં નહોતાં લગભગ 100 પીડિતો ટ્રાયલમાં હાજર રહ્યા નહોતા. હાજર રહેલા મોટા ભાગના લોકોએ બંધ દરવાજા પાછળ જુબાની આપી અથવા સુનાવણી જોવા માટે કોર્ટમાં શાંતિથી બેઠા. કેટલાંકે પોતાના વકીલો મોકલ્યાં. 36 વર્ષીય એક નર્સે કોર્ટને કહ્યું- જ્યારે મને મારા પર થયેલા દુર્વ્યવહાર વિશે ખબર પડી, ત્યારે મને સમજાયું કે હું કેમ અલગ છું. હું

10 વર્ષની ઉંમરે ઘરેથી કેમ ભાગી ગઈ? ​​શાળામાં મારે શા માટે ગુંડાગીરીનો સામનો કરવો પડ્યો? હું કેમ હચમચી ગઈ? કેટલાંક પીડિતોએ જણાવ્યું કે તેમને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓ પોતે માતા-પિતા બનવાનાં હતાં. એક માણસે કહ્યું હતું કે આ સમાચાર પછી તેમણે બાળકો ન રાખવાનો નિર્ણય લીધો છે. આરોપી ડૉક્ટરને 2005માં સસ્પેન્ડ કરાયો હતો 22 વર્ષના સૈનિકના પિતાએ કહ્યું- અમારું જીવન નર્ક બની ગયું છે. મારી પત્ની આ સમાચારથી ક્યારેય સાજી થઈ શકી નહીં, પાછળથી તેનું કેન્સરથી અવસાન થયું. તે દરરોજ સાંજે રડતી અને વારંવાર કહેતી કે

તે ઓપરેશન થિયેટરની બહાર રાહ જોઈ રહી હતી જ્યાં આ બધું બન્યું હતું. એક માણસે કોર્ટને કહ્યું- મને યાદ છે કે ચશ્માં અને સફેદ કોટ પહેરેલો એક માણસ વિચિત્ર રીતે રૂમમાં પ્રવેશ્યો. તે ડૉક્ટરે પગ ઉપાડવાનું કહ્યું અને આંગળીઓથી શોષણ કર્યું. તેણે મારા ગુપ્ત ભાગોને સ્પર્શ કર્યો. ટ્રાયલ દરમિયાન એ પણ બહાર આવ્યું કે કાનૂની અને આરોગ્ય વહીવટમાં ઘણી મોટી ખામીઓ હતી. 2005માં બાળ દુર્વ્યવહાર સામગ્રી ડાઉનલોડ કરવા બદલ લે સ્કોરનેકને ચાર મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ 2017 સુધી તેને બાળકોની સારવાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી,

જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ કહ્યું- હું વધુ સારી વ્યક્તિ બનવાનો અધિકાર માગું છું આરોપી ડૉક્ટર તેની સજાના બે તૃતીયાંશ ભાગ, એટલે કે લગભગ 13 વર્ષ જેલમાં રહ્યા પછી પેરોલ માટે અરજી કરી શકે છે, જોકે કોર્ટ પછી નક્કી કરશે કે તેને પેરોલ આપવો જોઈએ કે નહીં. આરોપી ડોક્ટરે કોર્ટને કહ્યું- હું કોઈ નમ્રતા દાખવતો નથી. મારા ગુનાઓથી પીડિતો અને તેમના પરિવારોને કેટલી પીડા થઈ છે એ હું સમજું છું. હું ફક્ત એક સારી વ્યક્તિ બનવાનો, મારામાં જે માનવીય પાસું ખૂટતું હતું એને સ્વીકારવાનો અધિકાર માગું છું.

Leave a Reply

Related Post