ગૌરી ખાનના માથેય જયા બચ્ચનનું ભૂત સવાર!: પાપારાઝીના કેમેરા બંધ કરાવ્યાં, સુહાના પણ મોઢું ફેરવીને જતી રહી

ગૌરી ખાનના માથેય જયા બચ્ચનનું ભૂત સવાર!:પાપારાઝીના કેમેરા બંધ કરાવ્યાં, સુહાના પણ મોઢું ફેરવીને જતી રહી
Email :

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સામાન્ય રીતે જાહેર સ્થળોએ હસતા ચહેરા સાથે જોવા મળે છે. પાપારાઝી (સેલિબ્રિટીઝના રોજિંદા જીવનના કેન્ડિડ ફોટો લેતા ફોટોગ્રાફર) હોય કે ચાહકો, તે બધા માટે પોઝ આપે છે. પરંતુ આ વખતે ગૌરી તેના અલગ અંદાજને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ તે દીકરી સુહાના ખાન સાથે દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી. માતા અને પુત્રી બંને સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યાં હતાં. સુહાના બ્લુ ડેનિમ સાથે બેઝિક બ્લેક ટોપમાં જોવા મળી હતી. જ્યારે ગૌરી બ્લુ ડેનિમ અને ઓફ-વ્હાઇટ જેકેટ સાથે કાળા ગોગલ્સ પહેરીને જોવા મળી હતી. બંનેને કેમેરામાં

કેદ કરવા માટે પાપારાઝી પણ ત્યાં હાજર હતા. પાપારાઝીને જોતાંની સાથે જ ગૌરી અચાનક બદલાઈ ગઈ. તે તરત જ આગળ વધી અને કેમેરા બંધ કરવા લાગી. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, ગૌરીની નજર કેમેરા પર પડતાની સાથે જ તે ઝડપથી તેમની તરફ આગળ વધે છે અને કહે છે, એક સેકન્ડ મિત્રો. પછી તે ફરીને પુત્રી સુહાના તરફ જુએ છે અને કેમેરા બંધ કરવાનું કહે છે. આ દરમિયાન સુહાના પાપારાઝીને ઇગ્નોર કરતી જોવા મળી. ગૌરીના આ વર્તનથી ઈન્ટરનેટ યૂઝર્સ વિચારમાં પડી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે, તેણે આવું

કેમ કર્યું. નોંધનીય છે કે, તે 'ગૌરી ખાન ડિઝાઇન એક્સપિરિયન્સ સેન્ટર'ના લોન્ચ માટે દીકરી સુહાના સાથે દિલ્હી ગઈ હતી. શાહરૂખ ખાનની પત્ની હોવા ઉપરાંત, તેની પોતાની એક અલગ ઓળખ છે. ડિઝાઇનિંગ ઉપરાંત, તે રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ સામેલ છે. લગભગ બે મહિના પહેલા ગૌરી ખાનના મુંબઈના રેસ્ટોરન્ટ 'ટોરી'માં ભોજનની ગુણવત્તા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. 19 વર્ષીય ઇન્ફ્લુએન્સર સાર્થક સચદેવાએ રેસ્ટોરન્ટ પર નકલી પનીરનો ઉપયોગ કરવાનો અને ખોરાકની ગુણવત્તા સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ થયા બાદ, ગૌરીના રેસ્ટોરન્ટ 'ટોરી'એ આ અંગે સ્પષ્ટતા આપવી પડી હતી.

Leave a Reply

Related Post