સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીનો ભાવ વધ્યો: સોનું ₹89 ઘટીને ₹95382 થયું, ચાંદી ₹97710 પ્રતિ કિલો પહોંચી; કેરેટ પ્રમાણે જુઓ સોનાનો ભાવ

સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીનો ભાવ વધ્યો:સોનું ₹89 ઘટીને ₹95382 થયું, ચાંદી ₹97710 પ્રતિ કિલો પહોંચી; કેરેટ પ્રમાણે જુઓ સોનાનો ભાવ
Email :

આજે એટલે કે 26 મેના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹89 ઘટીને ₹95,382 થયો છે. અગાઉ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹95,471 હતો. તેમજ, ચાંદીનો ભાવ ₹ 801 વધીને ₹ 97,710 થયો છે. અગાઉ ચાંદીનો ભાવ ₹96,909 પ્રતિ કિલો

હતો. આ પહેલા, 21 એપ્રિલે સોનાનો ભાવ ₹99,100 ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો અને 28 માર્ચે ચાંદીનો ભાવ ₹1,00,934 ઓલ ટાઈમ હાઈ હતો. કેરેટ મુજબ સોનાનો ભાવ ભોપાલ સહિત 4 મહાનગરોમાં સોનાનો ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 19,220 રૂપિયા મોંઘુ થયું છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ

76,162 રૂપિયાથી 19,220 રૂપિયા વધીને 95,382 રૂપિયા થયો છે. તેમજ, ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 11,693 રૂપિયા વધીને 97,710 રૂપિયા થયો છે. તેમજ, ગયા વર્ષે એટલે કે 2024માં સોનું 12,810 રૂપિયા મોંઘુ થયું હતું. સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો 1. સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા

હોલમાર્કવાળું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે. આને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવો - AZ4524. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે બહુવિધ સ્ત્રોતો

(જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન વેબસાઇટ) પરથી સોનાનું સાચું વજન અને એની કિંમત ક્રોસ ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. 3. રોકડ ચુકવણી

ન કરો, બિલ લો સોનું ખરીદતી વખતે રોકડ ચુકવણીને બદલે UPI (જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચુકવણી કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. જો તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો પેકેજિંગ ચોક્કસ તપાસો.

Leave a Reply

Related Post