GOOGLE: કામ કર્યા વગર આપે છે આખા વર્ષની સેલેરી? ગુગલનો નવો ઘટસ્ફોટ

GOOGLE: કામ કર્યા વગર આપે છે આખા વર્ષની સેલેરી? ગુગલનો નવો ઘટસ્ફોટ
Email :

એક તરફ મોટી આઈટી કંપનીઓ કર્મચારીઓને છૂટા કરી રહી છે, ત્યારે ગૂગલ તેના કર્મચારીઓને કામ કર્યા વિના એક વર્ષનો પગાર આપી રહ્યું છે. હા, ખરેખર ગુગલનો આવો જ એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ગૂગલની AI શાખા ડીપમાઇન્ડના કેટલાક એન્જિનિયરોને આખું વર્ષ કોઈ કામ કર્યા વિના પગાર ચૂકવવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, ડીપમાઇન્ડના કેટલાક જૂના કર્મચારીઓને હજુ પણ કંપની તરફથી પગાર મળી રહ્યો છે. જોકે તે હવે તેઓ ત્યાં કામ કરતા નથી. આનું કારણ તેમના નોન કમ્પલિટ એગ્રિમેન્ટ છે. તમને જણાવી દઈએ કે આ એક એવો નિયમ છે જેમાં કર્મચારીને કંપની છોડ્યા પછી અન્ય કોઈ મોટી કંપનીમાં કામ કરવા દેવામાં આવતુ નથી. 

આ છે કારણ

ડીપમાઇન્ડમાં, આવા કર્મચારીઓને ""extended garden leave"" પર મૂકવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે તેઓ કંપનીનો ભાગ નથી છતાં તેમને આખું વર્ષ કામ કર્યા વિના પગાર આપવામાં આવી રહ્યો છે જેથી તેઓ અન્ય કોઈ કંપનીમાં ન જાય.

ગુગલનો જવાબ શું છે?

ગૂગલ કહે છે કે તેના એગ્રિમેન્ટ બધા પ્રોફેશનલ રુલ્સનું પાલન કરે છે અને કંપની પોતાને બચાવવા માટે બિન-સ્પર્ધાત્મક કલમોનો ઉપયોગ કરે છે. જોકે, કેટલાક કર્મચારીઓને આ શબ્દો પસંદ નથી. પરંતુ ગુગલનું આ પગલું ચોક્કસપણે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે.

Leave a Reply

Related Post