GOOGLEએ પ્લે સ્ટોર પરથી 331 એપ ડિલીટ કરી, તમારા ફોનમાં નથી ને……….:

GOOGLEએ પ્લે સ્ટોર પરથી 331 એપ ડિલીટ કરી, તમારા ફોનમાં નથી ને……….
Email :

ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી 331 જેટલી ખતરનાક એપ્સ રીમુવ કરી દીધી છે. સાયબર સુરક્ષા કંપની બિટડેફેન્ડરના સંશોધકોએ ગૂગલ પ્લે સ્ટોર પર 331 ખતરનાક એપ્સ શોધી કાઢી હતી જે વેપર ઓપરેશન નામના મોટા ફ્રોડનો હિસ્સો હતી. આ એપ્સ જાહેરાત છેતરપિંડી અને ફિશિંગ દ્વારા યુઝર્સની પર્સનલ માહિતી ચોરી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ એપ્સ 60 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી અને તેમણે એન્ડ્રોઇડ 13 ની સુરક્ષાને પણ બાયપાસ કરી હતી.

જોકે, બિટડેફેન્ડરના રિપોર્ટ મુજબ, સંશોધનના અંતે 15 એપ્સ હજુ પણ ઉપલબ્ધ હતી. વેપર ઓપરેશન એ સાયબર ગુનેગારો દ્વારા ચલાવવામાં આવતી એક છેતરપિંડી ઝુંબેશ છે. શરૂઆતમાં, તેમાં 180 એપ્સનો સમાવેશ થતો હતો, જે દરરોજ ૨૦ કરોડ ફ્રોડ જાહેરાત અને રિકવેસ્ટ જનરેટ કરતી હતી.

331 એપ્સ રીમુવ કરાઈ

આ સંખ્યા હવે 331 એપ્સ પર પહોંચી ગઈ છે, જે હેલ્થ ટ્રેકર્સ, QR સ્કેનર્સ, નોટ્સ એપ્સ અને બેટરી ઑપ્ટિમાઇઝર્સ જેવી શ્રેણીઓમાં ફેલાયેલી છે. આ એપ્સમાં એક્વાટ્રેકર, ક્લિકસેવ ડાઉનલોડર અને સ્કેન હોકનો સમાવેશ થાય છે જે 1 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત ટ્રાન્સલેટસ્કેન અને બીટવોચ એપ્સનો પણ સમાવેશ થાય છે જેમને 1 લાખથી 5 લાખ ડાઉનલોડ્સ મળ્યા છે. આ એપ્સ ઓક્ટોબર 2024 થી માર્ચ 2025 ની વચ્ચે ગૂગલ પ્લે સ્ટોર પર અપલોડ કરવામાં આવી હતી.

આ એપ્સ બ્રાઝિલ, અમેરિકા, મેક્સિકો, તુર્કી અને દક્ષિણ કોરિયામાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવી હતી. ભારત જેવા દેશોમાં પણ, ઓછા ટેકનિકલ જ્ઞાન ધરાવતા વપરાશકર્તાઓ માટે આ એક મોટો ખતરો બની ગયો છે.

આ રીતે માહીતીની ચોરી કરવામાં આવતી હતી

કેટલીક એપ્સે ગૂગલ વોઇસ જેવી વિશ્વસનીય એપ્સ જેવી દેખાવા માટે તેમના નામ બદલી નાખ્યા. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, આ એપ્લિકેશનો કોઈપણ વપરાશકર્તાની યુઝ વિના સક્રિય થઈ ગઈ. તેઓ ફુલ-સ્ક્રીન જાહેરાતો બતાવીને ફોન કટ કરી દેતા હતા. તેઓએ નકલી લોગીન પેજ બનાવીને ફેસબુક, યુટ્યુબ અને પેમેન્ટ ગેટવેમાંથી માહિતી ચોરી કરવાનો પ્રયાસ કર્યો.

Leave a Reply

Related Post