ગોવિંદાએ દીકરાને આપ્યો સફળતાનો મંત્ર!: યશવર્ધનને સલાહ આપી કહ્યું- ફિલ્મોમાં ક્યારેય ગાળોનો ઉપયોગ ન કરતો, ડેબ્યૂ પહેલા પિતાના કર્યા વખાણ

ગોવિંદાએ દીકરાને આપ્યો સફળતાનો મંત્ર!:યશવર્ધનને સલાહ આપી કહ્યું- ફિલ્મોમાં ક્યારેય ગાળોનો ઉપયોગ ન કરતો, ડેબ્યૂ પહેલા પિતાના કર્યા વખાણ
Email :

યશવર્ધન આહુજા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન, તેણે તેના પિતા અને એક્ટર ગોવિંદા દ્વારા આપવામાં આવેલી સલાહ વિશે વાત કરી છે. ગોવિંદાએ યશવર્ધનને ફિલ્મોમાં ગાળોનો ઉપયોગ ન કરવા કહ્યું યશવર્ધને 2016ની ફિલ્મો ડિશૂમ અને બાઘીમાં સપોર્ટિંગ એક્ટરની ભૂમિકાઓ ભજવી હતી. સ્ટાર કિડ હોવા છતાં, તેણે 9 વર્ષ સુધી ઓડિશન આપ્યા. જોકે, યશવર્ધનને પાછળથી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ મેકર સાઈ રાજેશ સાથે પોતાનો પહેલો પ્રોજેક્ટ મળ્યો. તાજેતરમાં યશવર્ધને શેર કર્યું કે- તેના પિતા ગોવિંદાએ તેને ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે સલાહ આપી હતી. ટાઈમ્સ એન્ટરટેઈનમેન્ટ સાથે વાત કરતા યશવર્ધને કહ્યું- મારા પિતાએ ક્યારેય સ્ક્રીન પર અપશબ્દોનો

ઉપયોગ કર્યો નથી. બોલિવૂડમાં આવતા પહેલા તેણે મને એક જ વાત કહી હતી કે ફિલ્મોમાં ક્યારેય ગાળોનો ઉપયોગ ન કરતો. 'ડાન્સ કે કોમિક ટાઇમિંગમાં મારા પિતાને કોઈ હરાવી શકે નહીં' યશવર્ધન આહુજાએ આગળ કહ્યું- મારા પિતા માને છે કે દરેક વ્યક્તિની પોતાની સફર હોય છે. મેં તેને ક્યારેય પોતાના ડાયલોગ્સ શીખતા કે યાદ રાખતા જોયા નથી. પણ, તેમ છતાં, તેની ટાઈમિંગ એકદમ જબરદસ્ત હોય છે. તેની યાદશક્તિ ખૂબ સારી છે. ડાન્સ કે કોમિક ટાઇમિંગમાં તેને કોઈ હરાવી શકે નહીં. મારા પિતાને જોઈ જોઈને મેં ઘણું શીખ્યું છે. યશવર્ધન-રાશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ તાજેતરમાં જ યશવર્ધન અને રાશાનો એક

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આમાં, તેણે ગોવિંદા અને રવિનાના ફેમસ ડાન્સ નંબર 'અખિયોં સે ગોલી મારે' ટાઇટલ ટ્રેકને રીક્રિએટ કર્યો હતો. નેટીઝન્સ તેમની કેમિસ્ટ્રી જોઈ ચોંકી ગયા હતા, ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી હતી કે- બંનેને સાથે લઈ એક ફિલ્મ બનાવવી જોઈએ. અત્યાર સુધીમાં ઘણા સ્ટાર કિડ્સે પોતાનું ડેબ્યૂ કર્યું છે વર્ષ 2025ની શરૂઆતથી, ઘણા સ્ટાર કિડ્સે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ અજય દેવગનના ભાણા અમન દેવગન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરની સામે ફિલ્મ 'નાદાનિયાં'થી પોતાની કરિયરની શરૂઆત કરી.

Leave a Reply

Related Post