Grah Gochar 2025: 100 વર્ષ પછી ભદ્ર અને માલવ્ય મહાપુરૂષ રાજયોગ

Grah Gochar 2025: 100 વર્ષ પછી ભદ્ર અને માલવ્ય મહાપુરૂષ રાજયોગ
Email :

વૈદિક પંચાગ અનુસાર ગ્રહો એક સુનિશ્ચિત સમયે શુભ યોગનું નિર્માણ કરે છે અને આ શુભ યોગથી ક્યારેક રાજયોગની રચના થાય છે. જેની અસર સમગ્ર દેશ અને દુનિયા પર જોવા મળે છે. જૂનમાં આ વખતે બે મહાપુરૂષ રાજયોગ રચાઇ રહ્યા છે જે 29 જૂન શુક્રવારે સ્વરાશિ વૃષભમાં શુક્રના ગોચરથી માલવ્ય રાજયોગની રચના થશે. 6 જૂને બુધ ગ્રહ સ્વરાશિ મિથુનમાં ગોચર કરશે. જેનાથી ભદ્ર મહાપુરૂષ રાજયોગ રચાશે.

100 વર્ષના અંતરાળ બાદ એક સાથે ભદ્ર અને રાજયોગની રચના થઇ રહી છે. જેનાથી કેટલીક રાશિના ભાગ્યના દરવાજા ખુલશે. આવકમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળશે.

મિથુન રાશિ

આ રાશિને ભદ્ર અને માલવ્ય રાજયોગથી અનુકુળ સમય મળશે. આ યોગ તમારી કુંડળીમાં 12માં સ્થાને છે આથી આત્મવિશ્વાસમાં વધારે થશે. પરિવાર સાથે સુખમય સમય વિતાવી શકશો. દેશ-વિદેશની યાત્રાના યોગ છે. નિર્ણય કરવાની ક્ષમતામાં વધારો થશે. નેતૃત્ત્વ કરી શકશો. યોજનાઓને સફળ કરી શકશો. કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે. ધાર્યુ કામ કરી શકશો. વેપારીઓને ફાયદો થશે. આવકના નવા સ્ત્રોત ખુલતા રસ્તાઓ ખુલશે. જીવન નિર્વાહ કરવા આગળ વધી શકશો.

મીન રાશિ

આ રાશિને ભદ્ર અને માલવ્ય રાજયોગથી ખુબજ લાભ થશે. બુધ ગ્ર તમારી રાશિમાં ચતુર્થ સ્થાને છે તો શુક્ર ત્રીજા ભાવે ભ્રમણ કરી રહ્યો છે. સંતાન સાથે જોડાયેલા કામ પર નિર્ણય કરી શકશો. વેપારમાં વૃદ્ધિ થશે. ભાગ્યનો સાથ મળશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે આગળ વધશો તો લાભ થશે. જુના રોકાણથી ફાયદો થશે.

કન્યા રાશિ

આ રાશિને ભદ્ર અને માલવ્ય રાજયોગથી ખુબજ લાભ થશે. એટકેલા કામ થવા લાગશે. પ્રગતિની કેડી કંડારી શકશો. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. અટવાયેલા કામ પૂરા કરી શકશો. પ્રમોશન મળશે, વેપારમાં લાભ થશે. પ્રમોશન નક્કી છે. આ સમય તમારા માયા શ્રેષ્ઠ રહેશે ફસાયેલા નાણા પરત મળતા અધુરી યોજનાઓને પાર પાડી શકશો. સૂર્યદેવના વિશેષ આશિષ મળી રહેશે. પ્રગતિ નકકી છે. 

Leave a Reply

Related Post