Grah Gochar 2025: માયાવી ગ્રહ રાહુ આ રાશિ પર થશે મહેરબાન

Grah Gochar 2025: માયાવી ગ્રહ રાહુ આ રાશિ પર થશે મહેરબાન
Email :

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ ગ્રહને કઠોર, વાણી, જૂગાર, ચોરી, ત્વચા રોગ, ધાર્મિક મુસાફરી માટેનો કારક ગ્રહ માનવામાં આવે છે. રાહુ એક રાશિમાં 18 મહિના રહે છે રાહુ ગ્રહ શનિના આધિપત્ય ધરાવતી રાશિ કુંભમાં પ્રવેશ કરી લીધો છે. સાથે કુંભ રાશિમાં રાહુ 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે. રાગુ ગ્રહના ગોચરથી કેટલીક રાશિનો શુભ સમય શરૂ થઇ રહ્યો છે.

વૃષભ રાશિ

રાહુ ગ્રહનુ ગોચર તમારી આવકના નવા સ્ત્રોત ખોલશે. તમારી ખાલી તિજોરી ભરાઇ જશે. તમને ભૌતિક સુખ અને સમૃદ્ધિ અપાવશે. અટવાયેલા કાર્ય પૂર્ણ કરાવશે. મનના અધુરા ઓરતાને તમે પૂરા કરી શકશો. વેપારમાં સડસડાટ પ્રગત્તિ થશે. કુંભ રાશિમાં રાહુ ગ્રહ 5 ડિસેમ્બર 2026 સુધી રહેવાનો છે આથી રાહુ ગ્રહના આ ગોચરથી સારો સમય શરૂ થશે. ધન-દૌલતમાં વધારો થશે.

મિથુન રાશિ

 આ રાશિને ભાગ્યનો સાથ મળશે. અનુકુળ પરિસ્થિતિ થશે. કામ દરમિયાન સફળતા મળી જશે. વેપારીઓને સારો એવો નફો થશે. તમારી યોજનાઓને અનુકુળ વાચાવરણ આપી શકશો. માનસીક શાંતિનો અનુભવ કરી શકશો. માતા-પિતા વડીલોના આશિષ મળશે. જીવનમા સફળ થઇ શકશો. આપની તબિયત સુધરતી જણાય, ખર્ચ-વ્યય ટાળજો, સ્નેહીથી સંવાદિતા રહે.

કન્યા રાશિ

આ રાશને લાભ થશે. રાહુ ગ્રહ તમારી રાશિના છઠ્ઠા સ્થાને હોવાથી તમારા પરાક્રમમાં વધારો થશે. તમે સાહસ ખેડી શકશો. કોર્ટ કચેરીના ચક્કરમાં રાહત મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. દીર્ઘકાળની યોજનાઓને સફળ કરી શકશો. આ રાશિના જાતકો આત્મસન્માન જાળવવામાં માને છે, તેઓ ઠોકર ખાઇને પાછા ઉભા થઇ જાય છે. પ્રગતિ કરી શકશો. આરોગ્યની ચિંતા દૂર થાય.

Leave a Reply

Related Post